AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક', ડ્રોનથી વિશ્વની ઓઇલ લાઈફલાઈન પર ખતરો

તેલના ખેલમાં ઈરાનનો ‘માસ્ટરસ્ટ્રોક’, ડ્રોનથી વિશ્વની ઓઇલ લાઈફલાઈન પર ખતરો

| Updated on: Mar 02, 2026 | 10:08 PM
Share

ઇરાને અમેરિકાના ઓપરેશનનો જવાબ આપવા હવે ઓઇલ બોંબ ફોડ્યો છે..જેની પર વિશ્વનું 60 ટકા એકસપોર્ટ ટકેલું છે એ વિસ્તાર પર ઇરાન ડ્રોન હુમલો કરી રહ્યું છે. આ ખાડી એટલે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ.જ્યાંથી ભારત સહિત ચીન જાપાન જેવા દેશો ઓઇલ ઇમ્પોર્ટ કરે છે.

મિડલ ઈસ્ટમાં વધતા તણાવ વચ્ચે ઈરાને હવે અમેરિકાના ઓપરેશનનો જવાબ આપવા ઓઇલ સપ્લાયને ટાર્ગેટ કરવાનો દાવો કર્યો છે. વિશ્વ માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાતો દરિયાઈ માર્ગ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ હાલમાં ફરી એકવાર વૈશ્વિક ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. ઈરાન દ્વારા આ વિસ્તારમાં ડ્રોન હુમલાની ઘટનાઓ સામે આવી રહી છે, જેના કારણે આંતરરાષ્ટ્રીય વેપાર અને ઓઇલ સપ્લાય પર સીધી અસર જોવા મળી રહી છે.

આ દરિયાઈ માર્ગ પર વિશ્વના લગભગ 20 ટકા ક્રૂડ ઓઇલનું પરિવહન થાય છે. પર્શિયન ગલ્ફને ઓમાનના અખાત અને અરબી સમુદ્ર સાથે જોડતો આ સાંકડો માર્ગ વૈશ્વિક ઊર્જા સુરક્ષાનો મુખ્ય આધાર માનવામાં આવે છે. ભારત, ચીન, જાપાન સહિતના અનેક દેશો માટે આ માર્ગ જીવનરેખા સમાન છે, કારણ કે તેઓ મોટી માત્રામાં ઓઇલ અને LNG આ માર્ગ દ્વારા આયાત કરે છે.

માહિતી મુજબ, શિપિંગ સેવાઓ ખોરવાતા ક્રૂડ ઓઇલના ભાવ છેલ્લા ચાર વર્ષમાં સૌથી ઊંચા સ્તરે પહોંચી ગયા છે અને બેરલ દીઠ 80 ડોલર સુધીનો ઉછાળો નોંધાયો છે. જો આ પરિસ્થિતિ લાંબા સમય સુધી ચાલુ રહે, તો વૈશ્વિક સ્તરે મોંઘવારીમાં વધારો થવાની શક્યતા નકારી શકાય નહીં. ખાસ કરીને ઊર્જા પર આધારિત અર્થતંત્ર ધરાવતા દેશો માટે આ પરિસ્થિતિ ગંભીર સાબિત થઈ શકે છે.

ભૌગોલિક રીતે જોવામાં આવે તો આ માર્ગના ઉત્તરમાં ઈરાન અને દક્ષિણમાં ઓમાન તથા યુએઈ આવેલાં છે. હાલમાં સ્ટ્રેટ અને આસપાસના વિસ્તારોમાં 200થી વધુ જહાજો લંગરાયેલા હોવાની માહિતી છે, જેમાં તેલ અને LNG ટેન્કરોનો સમાવેશ થાય છે. વિશ્વનો સૌથી મોટો ગેસ સપ્લાયર કતાર પણ આ માર્ગ દ્વારા જ ગેસની નિકાસ કરે છે, અને ભારત તથા ચીન કતારથી સૌથી વધુ ગેસ આયાત કરે છે.

વિશ્લેષકોનું માનવું છે કે જો આ વિસ્તારમાં અસ્થિરતા વધશે તો વૈશ્વિક ઊર્જા બજારમાં ભારે હલચલ સર્જાઈ શકે છે. યુદ્ધ જેવી સ્થિતિ સર્જાય તો તેનો સીધો પ્રભાવ ઇંધણના ભાવ, પરિવહન ખર્ચ અને સામાન્ય લોકોના જીવન પર પડશે. તેથી સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર ચાલી રહેલી સ્થિતિ માત્ર પ્રાદેશિક મુદ્દો નહીં, પરંતુ વૈશ્વિક અર્થતંત્ર માટે પણ અત્યંત સંવેદનશીલ પ્રશ્ન બની ગયો છે.

ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે, ત્યારે રોજનો સોના-ચાંદીનો ભાવ જાણવા અહીં ક્લિક કરો  

g clip-path="url(#clip0_868_265)">