AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ફરી એકસાથે દેખાયા સૌરાષ્ટ્રના દિગ્ગજ પાટીદાર નેતા જયેશ રાદડિયા અને AAPના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા, 13 દિવસમાં બીજી મુલાકાત- Video

સૌરાષ્ટ્રના દિગ્ગજ પાટીદાર નેતા અને જેતપુરથી ભાજપના ધારાસભ્ય જયેશ રાદડિયા અને AAPના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા ફરી એકસાથે જોવા મળ્યા છે. સુરતમાં આયોજિત સમૂહ લગ્નોત્સવમાં બંને એકસાથે મંચ પર જોવા મળ્યા હતા. 13 દિવસમાં બંનેની આ બીજી મુલાકાત છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 02, 2026 | 1:27 PM
Share

એકબીજાના ઘુર વિરોધી કહેવાતા ભાજપ અને આમ આદમી પાર્ટીના નેતા એકસાથે એકમંચ પર દેખાય તો ચર્ચાનું કેન્દ્ર બન્યા વિના ન રહે. કંઈક આવુ જ છેલ્લા 13 દિવસની અંદર બીજીવાર જોવા મળ્યુ છે. સૌરાષ્ટ્રના દિગ્ગજ પાટીદાર નેતા અને જેતપુરથી ભાજપના ધારાસભ્ય જયેશ રાદડિયા અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા એક મંચ પર જોવા મળ્યા છે. સુરતમાં આયોજિત સમૂહ લગ્નોત્વમા બંને પાટીદાર નેતાઓ એકસાથે સ્ટેજ પર જોવા મળ્યા હતા. આ કાર્યક્રમમાં બંને સ્ટેજ પર સતત હસતા હસતા વાતો કરતા દેખાયા હતા. એસપી સ્વામી સાથે ત્રણેયનું સ્વાગત કરાયુ હતુ.

અત્રે એ પણ નોંધનિય છે કે આ અગાઉ પણ જયેશ રાદડિયા અને ગોપાલ ઈટાલિયા વિધાનસભાની ગેલેરીમાં એકબીજાને ગળે મળીને ભેટીને વાતો કરતા દેખાયા હતા. રાજકીય રીતે મહત્વપૂર્ણ બાબત એ રહી કે કાર્યક્રમની શરૂઆતમાં તેમની વચ્ચે એક ખુરશી ખાલી હોવા છતાં બંને દૂરથી જ વાતોમાં મગ્ન હતાં, અને ત્યારબાદ એક જ સોફા પર સાથે બેસીને લાંબો સમય સુધી ગહન ચર્ચાઓ કરતા નજરે પડ્યા. આ મુલાકાતથી સામાજિક અને રાજકીય વર્તુળોમાં ફરી એકવાર તેઓ ચર્ચાનું કેન્દ્ર બન્યા છે.

આ પહેલા બજેટ સત્રના પ્રથમ દિવસે જ ભાજપના ધારાસભ્ય જયેશ રાદડિયા અને આપના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા વચ્ચેની મુલાકાત ચર્ચાનું કેન્દ્ર બની હતી. બંને નેતાઓ એકબીજા વચ્ચે ગુફતગૂ કરતા અને છુટા પડતી સમયે એકબીજાને ગળે મળતા જોવા મળ્યા હતાં.

Input Credit- Baldev Suthar0 Surat

રાજુલાના પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેર માટે પાટીલે કર્યુ આ સૂચક નિવેદન- જુઓ Video

Follow Us
નારોલમાં લક્ઝરી બસમાંથી 4.25 કરોડનું ચાંદી-સોનું ઝડપાયું, જુઓ Video
નારોલમાં લક્ઝરી બસમાંથી 4.25 કરોડનું ચાંદી-સોનું ઝડપાયું, જુઓ Video
રાજકોટ: ચોકલેટ ગોડાઉન અને ફૂડ ઝોન પર ત્રાટક્યું મનપાનું ફૂડ વિભાગ
રાજકોટ: ચોકલેટ ગોડાઉન અને ફૂડ ઝોન પર ત્રાટક્યું મનપાનું ફૂડ વિભાગ
અમદાવાદ: સેન્ટ ઝેવિયર્સ કોલેજ અને GCAS વચ્ચે ટકરાવ, વિદ્યાર્થીઓ પરેશાન
અમદાવાદ: સેન્ટ ઝેવિયર્સ કોલેજ અને GCAS વચ્ચે ટકરાવ, વિદ્યાર્થીઓ પરેશાન
અમદાવાદમાં આ ભ્રષ્ટાચાર કોનો રાજકારણીઓનો કે અધિકારીઓનો ? જુઓ વીડિયો
અમદાવાદમાં આ ભ્રષ્ટાચાર કોનો રાજકારણીઓનો કે અધિકારીઓનો ? જુઓ વીડિયો
જૂનાગઢમાં અગરબત્તી બનાવવાનું કેમિકલ પીતા 5 લોકોની તબિયત લથડી !
જૂનાગઢમાં અગરબત્તી બનાવવાનું કેમિકલ પીતા 5 લોકોની તબિયત લથડી !
Vadodara Breaking News : વડોદરાવાસીઓને મોંઘવારીનો વધુ એક માર
Vadodara Breaking News : વડોદરાવાસીઓને મોંઘવારીનો વધુ એક માર
અમદાવાદમાં કેબિનેટ પ્રધાનની આગેવાનીમાં સાબરમતી નદીની સફાઈ
અમદાવાદમાં કેબિનેટ પ્રધાનની આગેવાનીમાં સાબરમતી નદીની સફાઈ
Breaking News : ભાજપના નારાજ કોર્પોરેટરો ટસના મસ ના થતા ટેન્શન વધ્યુ
Breaking News : ભાજપના નારાજ કોર્પોરેટરો ટસના મસ ના થતા ટેન્શન વધ્યુ
Breaking News Rajkot: રાજકોટમાં 100 કરોડના વિકાસ કામો પર બ્રેક!
Breaking News Rajkot: રાજકોટમાં 100 કરોડના વિકાસ કામો પર બ્રેક!
મુસાફર એરપોર્ટ પર ભૂલી ગયો ₹53 લાખના દાગીનાવાળી બેગ, જવાને કરી પરત
મુસાફર એરપોર્ટ પર ભૂલી ગયો ₹53 લાખના દાગીનાવાળી બેગ, જવાને કરી પરત
g clip-path="url(#clip0_868_265)">