Breaking News: શું અમેરિકા સહિત બીજા દેશોના શેરબજાર બંધ છે? રોકાણકારોની અબજોની મૂડી અટવાઈ, ‘વિશ્વ’ આર્થિક કટોકટીની અણી પર
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે શું ખરેખરમાં વિશ્વના બધા શેરબજારમાં 'સન્નાટો' છવાયો છે? આ ગંભીર પરિસ્થિતિને જોતાં હાલ માર્કેટમાં રોકાણકારોની અબજોની મૂડી અટવાઈ છે અને આર્થિક કટોકટીની અસર જોવા મળી રહી છે.

યુનાઈટેડ આરબ અમીરાતે (UAE) ઈરાનના જવાબી મિસાઈલ અને ડ્રોન હુમલા (Iran Dubai Attack) બાદ સોમવાર તેમજ મંગળવારના દિવસે શેરબજાર બંધ રાખવાનો આદેશ આપ્યો છે. આ પગલાને ખાડી ક્ષેત્ર (Gulf Region)માં વધતી જતી આર્થિક અસરોનો સંકેત માનવામાં આવી રહ્યો છે.

UAE કેપિટલ માર્કેટ્સ ઓથોરિટીએ જણાવ્યું હતું કે, અબુ ધાબી સિક્યોરિટીઝ એક્સચેન્જ અને દુબઈ ફાઇનાન્શિયલ માર્કેટ 2 માર્ચ એટલે કે આજ રોજ અને 3 માર્ચના રોજ આવતીકાલે બંધ રહેશે. ઓથોરિટીએ ઉમેર્યું કે, તે પ્રદેશની સ્થિતિ પર સતત નજર રાખશે અને જરૂર પડશે તો આગળના પગલાં લેશે.

UAE ના સ્ટોક એક્સચેન્જનું કુલ માર્કેટ કેપ 1.1 ટ્રિલિયન ડોલર છે, જે તેને વિશ્વનું 19મું સૌથી મોટું બજાર બનાવે છે. MSCI Inc. ના ઇમર્જિંગ માર્કેટ ઇન્ડેક્સમાં તેનો હિસ્સો 1.4% છે.

શનિવાર અને રવિવારે થયેલા હુમલામાં UAE તેમજ ખાડી વિસ્તારના એરપોર્ટ, પોર્ટ (બંદરો) અને રહેણાંક વિસ્તારોને નિશાન બનાવવામાં આવ્યા હતા. આના કારણે રોકાણકારો નુકસાનના સ્તર અંગે અનિશ્ચિતતામાં છે અને અબજો ડોલરની લિસ્ટેડ અસ્કયામતો (Assets) હાલમાં અટવાયેલી છે.

રવિવારે ખુલેલા ખાડી દેશોના બજારોમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. સાઉદી અરેબિયાનો મુખ્ય ઇંડેક્સ 4% થી વધુ તૂટ્યો હતો. વધુમાં ઓમાનનું બજાર 3% નીચે આવ્યું હતું અને ઇજિપ્તનો મુખ્ય ઇંડેક્સ 5.44% ગગડ્યો હતો. નોંધનીય છે કે, કુવૈતે ટ્રેડિંગ સંપૂર્ણપણે બંધ કરી દીધું છે.

'ઈરાન' પર અમેરિકા અને ઈઝરાયેલના સતત મિસાઈલ હુમલા તેમજ ગંભીર સુરક્ષા સ્થિતિને ધ્યાનમાં રાખીને તેહરાન સ્ટોક એક્સચેન્જ (TSE) માં હાલમાં ટ્રેડિંગ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યું છે. બીજી તરફ, ઈઝરાયેલનું તેલ અવીવ સ્ટોક એક્સચેન્જ (TASE) હજુ પણ કાર્યરત છે પરંતુ ઈરાનના ડ્રોન અને મિસાઈલ હુમલાના ભયને કારણે બજારમાં ભારે અસ્થિરતા તેમજ કડાકો જોવા મળી રહ્યો છે.

તેલ અવીવ સ્ટોક એક્સચેન્જમાં આજે એટલે કે 02 માર્ચના રોજ તેજી જોવા મળી છે, જેમાં બેન્ચમાર્ક TA-125 ઈન્ડેક્સમાં 3.3% નો ઉછાળો નોંધાયો છે. બ્લુ-ચિપ કંપનીઓના TA-35 ઈન્ડેક્સમાં પણ 3.2% નો વધારો થયો છે.

સૌથી મોટો ઉછાળો સેક્ટરલ ઈન્ડેક્સમાં જોવા મળ્યો છે, જેમાં TA-ઈન્સ્યોરન્સ ઈન્ડેક્સ 6.1% અને TA-ફાઈનાન્સ ઈન્ડેક્સ 5% ગગનચુંબી ઊંચાઈએ પહોંચ્યા છે. આ ઉપરાંત, TA-કન્સ્ટ્રક્શન ઈન્ડેક્સમાં પણ 4.5% નો વધારો થયો છે. કરન્સી માર્કેટમાં ઈઝરાયેલી ચલણ 'શેકેલ' (Shekel) 0.3% મજબૂત થઈને ડોલર સામે NIS 3.12 પર ટ્રેડ કરી રહ્યું છે.
![વધુમાં ટ્રમ્પે રાષ્ટ્રીય કટોકટી (National Emergency) જાહેર કરી છે અને સમગ્ર યુએસ સ્ટોક માર્કેટને સંપૂર્ણપણે બંધ કરવાનો આદેશ આપ્યો [વોશિંગ્ટન AP] છે. પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં જ ઈન્ટરનેશનલ ઈમરજન્સી ઈકોનોમિક પાવર્સ એક્ટ (IEEPA) લાગુ કર્યો છે અને ન્યુયોર્ક સ્ટોક એક્સચેન્જ (NYSE), NASDAQ અને યુએસના દરેક મોટા એક્સચેન્જમાં ટ્રેડિંગ તાત્કાલિક અને સંપૂર્ણપણે રોકવાનો આદેશ આપ્યો છે.](https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/03/Stock-Market-3-1.jpg)
વધુમાં ટ્રમ્પે રાષ્ટ્રીય કટોકટી (National Emergency) જાહેર કરી છે અને સમગ્ર યુએસ સ્ટોક માર્કેટને સંપૂર્ણપણે બંધ કરવાનો આદેશ આપ્યો [વોશિંગ્ટન AP] છે. પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં જ ઈન્ટરનેશનલ ઈમરજન્સી ઈકોનોમિક પાવર્સ એક્ટ (IEEPA) લાગુ કર્યો છે અને ન્યુયોર્ક સ્ટોક એક્સચેન્જ (NYSE), NASDAQ અને યુએસના દરેક મોટા એક્સચેન્જમાં ટ્રેડિંગ તાત્કાલિક અને સંપૂર્ણપણે રોકવાનો આદેશ આપ્યો છે.

વ્હાઇટ હાઉસે પુષ્ટિ કરી છે કે, જ્યાં સુધી સિસ્ટમ સંપૂર્ણપણે સ્થિર (Stable) નહીં થાય ત્યાં સુધી બજારો બંધ રહેશે. એવામાં હવે તમામ સ્ટોક ટ્રેડિંગ બંધ કરી દેવામાં આવ્યા છે.
Stock Market : તમે પણ ડોલરમાં કમાશો ! ભારતમાં રહીને બનશો Apple અને Microsoft ના માલિક, નાના રોકાણકારો માટે ‘મોટી તક’
