AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર, જુઓ-Video

યુદ્ધની પરિસ્થિતિના પગલે દુબઈ જતી અને આવતી અનેક ફ્લાઇટો રદ થતા સુરતનો ઝરીવાલા પરિવાર દુબઈમાં ફસાઈ ગયો છે. મળતી માહિતી મુજબ પરિવારના લોકો દુબઈ ફરવા ગયા હતા. જે બાદ યુદ્ધની પરિસ્થિતિ સર્જાતા અનેક ફ્લાઈટ રદ કરી દેવામાં આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 02, 2026 | 3:48 PM
Share

મધ્યપૂર્વમાં વધતી તંગદિલી અને ઈરાન-ઇઝરાઇલ-ઇરાક યુદ્ધની પરિસ્થિતિના પગલે દુબઈ જતી અને આવતી અનેક ફ્લાઇટો રદ થતા સુરતનો ઝરીવાલા પરિવાર દુબઈમાં ફસાઈ ગયો છે. મળતી માહિતી મુજબ પરિવારના લોકો દુબઈ ફરવા ગયા હતા. જે બાદ યુદ્ધની પરિસ્થિતિ સર્જાતા અનેક ફ્લાઈટ રદ કરી દેવામાં આવી છે. જેના લીધે આ પરિવારના લોકોને ભારત પરત ફરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને હાલ પુરતા હોટલમાં રહેવા મજબૂર બન્યા છે.

દુબઈમાં ફસાયા ગુજરાતીઓ

મળતી માહિતી મુજબ દુબઈમાં ગુજરાતના આશરે 32 થી 50 જેટલા મુસાફરો અટવાઈ ગયા છે. સુરત અને અમદાવાદ સહિતના વિવિધ શહેરોમાંથી ફરવા ગયેલા આ મુસાફરો હાલ દુબઈની હોટલોમાં રોકાયેલા છે. હાલ તેઓ સુરક્ષિત હોવાની માહિતી મળી રહી છે, પરંતુ વતન પરત ફરવા અંગે અસમંજસની સ્થિતિ છે.

ફ્લાઈટ રદ થતા મુસાફરો મુશ્કેલીમાં

અટવાયેલા મુસાફરોએ TV9 Gujarati સાથે વીડિયો કોલ દ્વારા ખાસ વાતચીત કરી હતી. મુસાફરોએ જણાવ્યું કે યુદ્ધ જેવી પરિસ્થિતિને કારણે ફ્લાઇટો અચાનક રદ થઈ ગઈ હતી અને ફરી ક્યારે શરૂ થશે તે અંગે કોઈ સત્તાવાર મેસેજ મળ્યો નથી. શહેરમાં કેટલાક વિસ્તારોમાં સુમસામ માહોલ જોવા મળી રહ્યો છે. જોકે, દુબઈનું ડિફેન્સ સિસ્ટમ મજબૂત હોવાથી મિસાઈલ અને ડ્રોન હુમલાઓને હવામાં જ નિષ્ક્રિય કરવામાં આવે છે, તેવી માહિતી પણ મુસાફરોએ આપી છે.

હોટલોમા રહેવા થયા મજબૂર

મુસાફરોના જણાવ્યા મુજબ, તેઓ સતત પોતાના પરિવાર સાથે સંપર્કમાં છે અને હાલ હોટલમાં રહેવા સિવાય કોઈ વિકલ્પ નથી. સરકાર ભાડા અંગે સહાય કરશે તેવી ચર્ચા સાંભળવામાં આવી છે, પરંતુ હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત અથવા દુબઈ સરકાર તરફથી સીધો સંપર્ક થયો નથી.

દુબઈમાં રહેલા તમામ ગુજરાતીઓ અને અન્ય ભારતીય મુસાફરો સુરક્ષિત છે, પરંતુ તેઓ ક્યારે ઘરે પરત ફરી શકશે તે અંગે અનિશ્ચિતતા યથાવત છે. પરિસ્થિતિ સામાન્ય બનતા જ ફ્લાઇટ સેવા પુનઃ શરૂ થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Breaking News: મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ! કુવૈતમાં અમેરિકાના ‘2 જેટ’ તોડી પાડ્યાનો ઈરાનનો દાવો, 2000થી વધુ સૈન્ય ઠેકાણાઓ ધ્વસ્ત, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

ઈરાન–ઈઝરાયલ યુદ્ધની અસર, મોરબીનો સિરામિક ઉદ્યોગ સંકટમાં
ઈરાન–ઈઝરાયલ યુદ્ધની અસર, મોરબીનો સિરામિક ઉદ્યોગ સંકટમાં
ચિંતામાં વધારો થવાની શક્યતા છે, તમારું સ્વાસ્થ્ય સારું રહેશે
ચિંતામાં વધારો થવાની શક્યતા છે, તમારું સ્વાસ્થ્ય સારું રહેશે
સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો અગ્રણીઓનો આક્ષેપ- Video
પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો અગ્રણીઓનો આક્ષેપ- Video
g clip-path="url(#clip0_868_265)">