AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kumbh Mela 2025 : શું તમારે પણ મહાકુંભ મેળામાં જવું છે? આ રહ્યું સુરત, ભાવનગર, ભુજ, અમદાવાદથી પ્રયાગરાજ સુધીનું ટ્રેન લિસ્ટ

Kumbh mela Train booking : મહા કુંભ મેળા દરમિયાન સંગમમાં સ્નાન કરવા પ્રયાગરાજ આવતા પ્રવાસીઓને મહત્તમ સુવિધાઓ પૂરી પાડવામાં આવે. તેમની યાત્રા સરળ અને સુખદ રહે આને ધ્યાનમાં રાખીને રેલવે લગભગ 3,000 વિશેષ ટ્રેનો સહિત 13,000 થી વધુ ટ્રેનો દોડાવશે. આ કેટેગરીમાં દક્ષિણ પૂર્વ મધ્ય રેલવે તરફથી ત્રણ કુંભમેળા વિશેષ ટ્રેનો ચલાવવામાં આવી રહી છે.

| Updated on: Dec 12, 2024 | 1:53 PM
Share
ઉત્તરપ્રદેશમાં આવેલા પ્રયાગરાજમાં આવતા વર્ષે એટલે કે 2025 માં મહાકુંભ યોજાવા જઈ રહ્યો છે. જેમાં દેશ-દુનિયામાંથી લોકો આવે છે. તો ગુજરાતથી પણ લોકો જવાની તૈયારી કરી રહ્યા હોય છે. તો ત્યાં સુધી પહોંચવા માટે તમે ટ્રેન, બસ કે વિમાન દ્વારા જઈ શકો છો. આજે તમને ટ્રેન વિશે જણાવશું કે કેટલી એવી ટ્રેનો છે જે ગુજરાતના અમદાવાદથી પ્રયાગરાજ સુધી જાય છે.

1 / 6
ટ્રેન નંબર : 12941 પારસનાથ એક્સપ્રેસ ભાવનગરથી 17.45 કલાકે ઉપડે છે અને અમદાવાદ 23.05 એ પહોંચે છે. તે પ્રયાગરાજ જંક્શન બીજે દિવસે 22.00 કલાકે પહોંચાડે છે. રતલામ અને આગ્રા વધારે સમય હોલ્ટ કરે છે. આ ટ્રેન અંદાજે 1696 કિમી કાપશે.

2 / 6
ટ્રેન નંબર : 19489 ગોરખપુર એક્સપ્રેસ અમદાવાદથી 09.10 કલાકે થી ઉપડે છે અને ગોરખપુર સુધી જાય છે. આ ટ્રેન પ્રયાગરાજ બીજે દિવસે 08.45 કલાકે પહોંચાડે છે. વચ્ચે આવતા સ્ટેશનોમાં દાહોદ, રતલામ, ઉજ્જૈન, ભોપાલ, દમોહ, સતના વગેરે સ્થળો એ રોકાય છે. આ ટ્રેન અઠવાડિયામાં સોમવાર સિવાય દરેક વારે ચાલે છે.

3 / 6
ટ્રેન નંબર : 22967 પ્રયાગરાજ એક્સપ્રેસ અમદાવાદથી પ્રયાગરાજ જાય છે. અમદાવાદથી 16.35એ ઉપડે છે અને પ્રયાગરાજ બીજે દિવસે 16.50 કલાકે પહોંચાડે છે. આ ટ્રેન ગુરુવારે ચાલે છે. આ ટ્રેન મધ્યપ્રદેશમાંથી પસાર થાય છે. અમદાવાદથી સુરત અને નંદુરબાર, ભુસાવલ, જબલપુર, મહીયર થઈને પ્રયાગરાજ પહોંચાડે છે.

4 / 6
ટ્રેન નંબર : 19435 અમદાવાદથી પ્રયાગરાજ સુધીની ટ્રેન છે. જે અમદાવાદથી 00.35 કલાકે ઉપડે છે અને બીજે દિવસે 07.18 એ પ્રયાગરાજ પહોંચાડે છે. આખા રુટમાં તે અંદાજે 1645 જેટલું અંતર કાપે છે. આ ટ્રેન પણ MP થઈને જાય છે. સુરત, નંદુરબાર, ખરગપુર, બન્દા, ચિત્રકુટ થઈને પ્રયાગરાજ પહોંચાડે છે.

5 / 6
ટ્રેન નંબર : 22969 ઓખા-બનારસ સુપરફાસ્ટ એક્સપ્રેસ. આ ટ્રેન ઓખાથી 14.05 એ ઉપડે છે. દ્વારતા, ખંભાળિયા, જામનગર, હાપા, રાજકોટ, સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, આણંદ, છાયાપુરી(વડોદરા), રતલામ, કોટા, આગ્રા, કાનપુર, થઈને પ્રયાગરાજ પહોંચાડે છે. આ ટ્રેન બીજે દિવસે 22.50 કલાકે પહોંચાડે છે.

6 / 6

કુંભમેળાની અપડેટ અને વિશેષ માહિતી તેમજ ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરો.

g clip-path="url(#clip0_868_265)">