PHOTOS : આઝાદીના 23 દિવસ પહેલા તૈયાર થયો હતો હાલનો રાષ્ટ્રધ્વજ, 1947 સુધીમાં 6 વાર બદલાયો આપણો રાષ્ટ્રીય ધ્વજ

Indian Flag : ભારતનો રાષ્ટ્રધ્વજ એટલે તિરંગો ઝંડો દરેક ભારતીયો માટે એક ગર્વનું પ્રતિક છે. 76 વર્ષ પહેલા આજના દિવસે ભારતના હાલના રાષ્ટ્રધ્વજને માન્યતા મળી હતી. ચાલો જાણીએ ભારતીય રાષ્ટ્રધ્વજ અંગેની રસપ્રદ વાતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 22, 2023 | 1:21 PM
 22 જુલાઈ, 1947ના દિવસે ભારતના હાલના રાષ્ટ્રીય ધ્વજને માન્યતા મળી હતી. આઝાદીના 23 દિવસ પહેલા કેસરી, સફેદ અને લીલા રંગના પટ્ટા વચ્ચે અશોકચક્ર સાથેના ઝંડાને સ્વીકાર કરવામાં આવ્યો હતો.

1 / 5
 1947માં ડો. રાજેન્દ્ર પ્રસાદની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી હતી. આ સમિતિએ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ધ્વજમાં કેટલાક ફેરફારો કરીને તેને રાષ્ટ્રધ્વજ તરીકે અપનાવવાની વાત કરી હતી. આ રીતે 1931માં બનેલા આ ધ્વજને બદલે 22 જુલાઈ 1947ના રોજ બનાવેલા ધ્વજને અપનાવવામાં આવ્યું હતું. આ ધ્વજમાં ચરખાનું સ્થાન અશોક ચક્રે લીધું હતું.

2 / 5
 1906 થી 1947 સુધીમાં 6 વાર ભારતના રાષ્ટ્રધ્વજ બદલાયા હતા. આ દરમિયાવ રાષ્ટ્રધ્વજમાં કમળ, ચંદ્ર, તારા અને ચરખાના પ્રતિકો જોવા મળ્યા હતા.

3 / 5
 વર્ષ 1931માં 5મી વાર ભારતના ધ્વજને બદલવામાં આવ્યો હતો અને પ્રથમ વખત રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી દ્વારા સત્તાવાર રીતે અપનાવવામાં આવ્યો. આ ધ્વજમાં સૌથી ઉપર કેસરી રંગ, મધ્યમાં સફેદ અને છેલ્લે લીલો રંગ બનાવવામાં આવ્યો હતો. નાના કદના આ ચરખામાં મધ્યમાં સફેદ પટ્ટી લગાવવામાં આવી હતી.

4 / 5
25 જાન્યુઆરી 2002 ના રોજ, દેશની આઝાદીના 55 વર્ષ પછી, ભારતીય ધ્વજ સંહિતા (ફલેગ કોડ) બદલાયો હતો. જેમાં 2 મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા હતા. કોઈપણ સામાન્ય દિવસે ઘરો, ઓફિસો, ફેક્ટરીઓ પર ભારતીય રાષ્ટ્રધ્વજ લગાવવાની પરવાનગી આપવામાં આવી હતી. અગાઉ ઘરો કે ખાનગી સંસ્થાઓમાં ધ્વજ ફરકાવવાની છૂટ નહોતી. અને સાથે ત્રિરંગા ધ્વજનું કોઈપણ પ્રકારનું અનાદર ગુનો માનવામાં આવશે તેવી પણ જાહેરાત થઈ હતી.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">