Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતી સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર રિદ્ધિ સુથારનો આપઘાત, જાણો શું હતી ઘટના, જુઓ Photos

ખેડાના કણજરી ગામ નજીક એક કેનાલમાંથી જાણીતા ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર રિદ્ધિ સુથારનો મૃતદેહ મળી આવ્યો છે. પોલીસે આપઘાતની આશંકા વ્યક્ત કરી છે.

| Updated on: Mar 21, 2025 | 10:32 PM
ખેડા જિલ્લાના કણજરી ગામ નજીક એક દુઃખદ ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં જાણીતા સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર રિદ્ધિ સુથાર નો મૃતદેહ કેનાલમાંથી મળી આવ્યો. રિદ્ધિએ લાંભવેલ નજીક આવેલી મોટી નહેરમાં ઝંપલાવી આપઘાત કર્યો હોવાનું અનુમાન છે.

1 / 7
રિદ્ધિ સુથાર છેલ્લા કેટલાંક વર્ષોથી @makeoverby_rid નામના હેન્ડલથી લોકપ્રિય હતી અને ઇન્સ્ટાગ્રામ પર 20.6K ફોલોઅર્સ ધરાવતા સક્રિય ઈન્ફ્લુએન્સર તરીકે જાણીતી હતી. "Imagine, Believe, Achieve" મંત્ર સાથે તે પોતાના ફોલોઅર્સ માટે પ્રેરણાદાયક અને સુંદરતા સંબંધિત કન્ટેન્ટ શેર કરતી હતી.

2 / 7
રિદ્ધિ સુથાર દોઢ વર્ષના બાળકની માતા હતી. ચાર વર્ષ પહેલા, તેણે બોરીયાવી ગામના રૂષિન પટેલ સાથે પ્રેમલગ્ન કર્યા હતા. રૂષિન પટેલ હાલમાં બોરીયાવી નગરપાલિકાના કારોબારી ચેરમેન તરીકે સેવાઓ આપી રહ્યા છે.

3 / 7
આપઘાતની ઘટના પહેલાં, રિદ્ધિએ પોતાની અમદાવાદ પાસિંગની હોન્ડા કાર (GJ-01-HZ-0260) કેનાલની બાજુમાં પાર્ક કરી હતી. ત્યારબાદ, તેણે નહેરમાં ઝંપલાવી દીધું. વડતાલ પોલીસે સ્થાનિક તરવૈયાઓની મદદથી મૃતદેહને બહાર કાઢ્યો અને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો.

4 / 7
આ ઘટનાના કારણે રિદ્ધિના ફોલોઅર્સ અને પરિવારજનોમાં શોકનું મોજું છવાઈ ગયું છે. પોલીસે ઘટનાના કારણો જાણવા માટે રિદ્ધિના અંગત જીવન અને સંબંધોની તપાસ શરૂ કરી છે.

5 / 7
આપઘાત પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસે મૃતકના પિતા હિરેન નંદલાલ સુથાર દ્વારા અપમૃત્યુની ફરિયાદ નોંધીને તપાસને આગળ ધપાવી છે. કણજરી બીટના જમાદારના જણાવ્યા અનુસાર, યુવતીએ કોઈ અગમ્ય કારણોસર આ પગલું ભર્યું હોવાની શક્યતા છે.

6 / 7
આ અણધારી ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચિંતાનો માહોલ સર્જી દીધો છે. લોકો માટે હંમેશાં પ્રેરણારૂપ બની રહેલી રિદ્ધિ સુથારનો અચાનક વિદાય સમગ્ર સમાજ માટે આઘાતજનક બની છે.

7 / 7

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">