ક્રાઈમ
સામાન્ય ભાષામાં ક્રાઈમને અપરાધ, ગુના તરીકે ઓળખવામાં આવે છે. રાજ્ય અથવા સત્તાધિકારી દ્વારા સજાપાત્ર ગેરકાયદેસર કૃત્યને અપરાધ ગણવામાં આવે છે. જેની કોઈ ખાસ પ્રકારની વ્યાખ્યા નથી. દેશ કે રાજ્ય દ્વારા બનાવવામાં આવેલા નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવે છે તેને પણ અપરાધ માનવામાં આવે છે. જેમાં ચોરીથી લઈને હત્યા સુધીના કૃત્યનો સમાવેશ થાય છે. ગુનો એ માત્ર અમુક વ્યક્તિ માટે જ નહીં પરંતુ સમુદાય, સમાજ અથવા રાજ્ય માટે પણ હાનિકારક કૃત્ય છે.આવા કૃત્યો કાયદા દ્વારા પ્રતિબંધિત અને સજાપાત્ર છે.