જામનગર : સરકારી શાળાની બિલ્ડીંગ જર્જરિત હાલતમાં જોવા મળી, જુઓ ફોટા
રાજય સરકાર શિક્ષણ માટે કરોડો રૂપિયા ફાળવે છે.પરંતુ સ્થાનિક તંત્રની બેદરકારીના કારણે અનેક જગ્યાએ શિક્ષણ માટે પ્રાથમિક સવલતો મળી શકતી નથી.જામનગર સરકારી શાળાની બિલ્ડીંગ જર્જરિત હાલતમાં છે.ખંડેર બિલ્ડીંગમાં નાના બાળકો ભણવા માટે આવે છે.


જામનગર મહાનગર પાલિકાની શિક્ષણ સમિતીની શાળા નંબર 12ની બિલ્ડીંગ જર્જરિત હાલતમાં જોવા મળી છે.શંકર ટેકરી વિસ્તારમાં આવેલી સરકારી શાળાની બિલ્ડીંગ જર્જરિત હાલતમાં છે. દિવાલમાં તિરાડો છત પરથી પડતા પોપડા, તુટેલી બારી જોવા મળે છે. બારીમાં દરવાજા નથી તેમજ નિકળેલા સળીયા છે.જયાં બાળકો ધોરણ 1થી 8માં અભ્યાસ કરે છે.

દૈનિક 300 જેટલા વિધાર્થીઓ અભ્યાસ માટે આવે છે. કેટલાક વર્ગખંડમાં છત પરથી પોળા પડતા ત્યાં શિક્ષણકાર્ય માટે ઉપયોગ બંધ કરવામાં આવ્યો છે. સરકાર દ્વારા રોડ-રસ્તા માટે જે રીતે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે.તેવી રીતે બાળકોના શિક્ષણ માટે પાયાની સવલતો આપવી જોઈએ.બિલ્ડીંગ પડે તે પહેલા તેને રીપેર કરવાની માગ કરવામાં આવી છે.

શાળાની બિલ્ડીંગની હાલત વિષે આચાર્યા દ્વારા વારંવાર ઉચ્ચ કક્ષાએ લેખીત રજુઆત કરવામાં આવી છે.તો શિક્ષણ સમિતી દ્વારા આ માટે આયોજન કરવામાં આવ્યુ છે. પરંતુ હાલ સુધી કામગીરી થઈ નથી.શહેરમાં કુલ 44 સરકારી શાળાઓ આવેલી છે તે પૈકી કેટલીક શાળાની હાલત ખરાબ છે. જે માટે તેને રીનોવેશન કરવા માટેનું આયોજન કરવામાં આવ્યુ છે.તંત્રનો દાવો છે કે ટુંક સમયમાં આ બિલ્ડીંગને રીપેર કરાશે.

સરકારી શાળામાં ગરીબ અને મધ્યવર્ગના બાળકો અભ્યાસ માટે આવે છે. શંકરટેકરી વિસ્તારમાં આવેલી શાળામાં બે પાળીમાં બે શાળા ચાલે છે. જેમાં કુલુ 440થી વધુ બાળકો અભ્યાસ કરે છે. વર્ષો જુની શાળાની બિલ્ડીંગમાં સમયસર સમારકામના કરાતા અનેક જગ્યાએ તિરોડો પડી છે.

એક વર્ગખંડમાં તો પોપળા પડતા તે વર્ગખંડને સ્ટોરરૂમ બનાવવામાં આવ્યો છે.જયાં બાળકોની અવર-જવર ના રહે. શાળાની બે માળની બિલ્ડીંગમાં બે લોબીમાં થાંબલા પણ જર્જરિત હાલતમાં જોવા મળે છે.
Latest News Updates

































































