IRCTC Tour Package: ઉનાળામાં મૈસુર અને ઉટીની મુલાકાત લેવાનો પ્લાન બનાવો, IRCTC લાવ્યું શાનદાર પેકેજ
IRCTC ટૂર પૅકેજ જો તમે ઉનાળાની રજાઓમાં એવી જગ્યા પર જવાનું વિચારી રહ્યાં છો જે સુંદર હોય અને ઉનાળામાં ઠંડક આપતું હોય, તો તમે મૈસૂર અને ઊટી માટે પ્લાન કરી શકો છો. IRCTC એક શાનદાર તક લઈને આવ્યું છે.

ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) એ દક્ષિણ ભારતની મુસાફરી માટે એક પેકેજ લોન્ચ કર્યું છે. આ હવાઈ મુસાફરી 19 જૂને ચૌધરી ચરણ સિંહ ઈન્ટરનેશનલ એરપોર્ટથી શરૂ થશે. જેમાં બેંગ્લોર, મૈસુર, ઉટી અને કુર્ગની યાત્રા કરવવામાં આવશે.

આ ટૂર પેકેજમાં પેસેન્જર્સને લખનઉથી બેંગ્લોર સુધીની ફ્લાઈટની સુવિધા મળશે.રહેવા માટે ફાઈવ સ્ટાર હોટલની સુવિધા ઉપલબ્ધ રહેશે.IRCTC એસી વાહનોમાં પ્રવાસ કરવાનો રહેશે. (Photo Credit : tripnxt.com )

મૈસૂરમાં દેવી ચામુંડીને સમર્પિત ચામુન્ડી મંદિર, વૃંદાવન ગાર્ડન, બાંદીપુર નેશનલ પાર્ક શૂટિંગ સ્પોટ અને ઉટીમાં નાઈન માઈલ શૂટિંગ પોઈન્ટ, વેનલોક ડાઉન, ડુબેરે એલિફન્ટ કેમ્પ, કુશલ નગરમાં મઠની મુલાકાત કરાવવામાં આવશે. (Photo Credit : www.itinari.com)

આ પેકેજમાં ત્રણ વ્યક્તિના એકસાથે રહેવાનો ખર્ચ વ્યક્તિ દીઠ રૂ. 39,050 થશે.બે વ્યક્તિઓ સાથે રહેવા માટે 41,100 રૂપિયા પ્રતિ વ્યક્તિ ચૂકવવા પડશે.એક વ્યક્તિ માટે 53,600 રૂપિયા ખર્ચવા પડશે. (Photo Credit : www.worldatlas.com )

IRCTCએ ટ્વીટ કરીને આ ટૂર પેકેજ વિશે જાણકારી આપી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે જો તમે મૈસૂર, ઉટી અને કુર્ગનો આકર્ષક નજારો જોવા માંગતા હોવ તો તમે IRCTCના આ અદ્ભુત ટૂર પેકેજનો લાભ લઈ શકો છો. તમે આ ટૂર પેકેજ માટે IRCTCની સત્તાવાર વેબસાઇટ દ્વારા બુક કરી શકો છો. પેકેજ સંબંધિત વધુ માહિતી માટે, તમે IRCTC સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકો છો. (Photo Credit tamilnadutourism.tn.gov )