Railway Station : ભારતના સૌથી આલીશાન 8 રેલવે સ્ટેશન, ગુજરાતના આ સ્ટેશનનો પણ સમાવેશ, જુઓ Photos
ભારતમાં કેટલાક રેલવે સ્ટેશનો ફક્ત મુસાફરીનું માધ્યમ નથી પણ શાહી ભવ્યતાનું પ્રતિબિંબ પણ છે. આ રેલવે સ્ટેશનો એટલા સુંદર છે કે તેમને જોઈને મહેલોની યાદ આવે છે.

ભારતના ભવ્ય રેલવે સ્ટેશનમાં મુંબઈમાં સ્થિત, વિક્ટોરિયન ગોથિક શૈલીમાં ડિઝાઇન કરાયેલ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ પણ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ છે.

ગુજરાતમાં સ્થિત ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશન પર તમને એરપોર્ટ જેવો અનુભવ થશે. તેના ઉપર એક 5-સ્ટાર હોટેલ બનેલી છે.

કર્ણાટકમાં આવેલું મૈસુર રેલવે સ્ટેશન રાત્રે મહેલની જેમ ઝળહળે છે. તે શાહી દેખાવ અને મૈસુર પેલેસથી પ્રેરિત છે.

રાજસ્થાનમાં આવેલું જેસલમેર રેલવે સ્ટેશન એક પર્યટન સ્થળ જેવું લાગે છે. તે રાજસ્થાનના હવેલીઓથી પ્રેરિત છે.

કોલકાતામાં સ્થિત હાવડા જંક્શન વસાહતી યુગની ભવ્યતા દર્શાવે છે.

તમિલનાડુમાં આવેલું ચેન્નાઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશન એક પ્રભાવશાળી લાલ ઈંટની ઇમારત છે જે ફિલ્મો અને ગીતોમાં ઘણી વખત દર્શાવવામાં આવી છે.

છત્તીસગઢમાં આવેલું બિલાસપુર રેલવે સ્ટેશન આધુનિક અને ખૂબ જ સુવ્યવસ્થિત છે.

કર્ણાટકમાં સ્થિત બદામી રેલવે સ્ટેશન ઐતિહાસિક ગુફાઓ અને મંદિરોની નજીક છે જેના કારણે તેની ડિઝાઇન પણ તે શૈલીથી પ્રેરિત છે.
ભારતીય રેલવે એ મોટી રેલવે લાઈન છે. આ દૂનિયાની ચોથા ક્રમ પર આવતી રેલવે સેવા છે. ભારતમાં રેલવેની કુલ લંબાઈ 1,15,000 કિલોમીટર સુધીની છે. રેલવેના વધુ સમાચાર વાંચવા અહી ક્લિક કરો
