Surat-Ahmedabad થી Palitana જવું સહેલું છે, આ ટ્રેન સવારે 6 વાગ્યે પાલિતાણા પહોંચાડે છે
Surat to Palitana : પવિત્ર જૈન નગરી પાલિતાણા મોટા પ્રમાણમાં લોકો જતાં હોય છે. મોટાભાગે લોકો બસ દ્વારા જાય છે. આજે અમે તમને એક એવી ટ્રેન વિશે માહિતી આપશું કે સાઉથ ગુજરાતથી સૌરાષ્ટ્રમાં પાલિતાણા તમને સવારે દર્શનના સમયે પહોંચાડશે.

Surat to Palitana : ટ્રેન નંબર 22935 બાંદ્રાથી 16:45 વાગ્યે રાત્રે ઉપડે છે અને પાલિતાણા બીજે દિવસે 06:00 કલાકે સવારે પહોચાડે છે. આ ટ્રેન વાપી 19:04 વાગ્યે પહોંચાડે છે અને સુરત 20:23 કલાકે પહોંચે છે.

Ahmedabad to Palitana : અમદાવાદથી જતા લોકોએ એ નોંધ લેવી કે આ ટ્રેન 00:25 કલાકે અમદાવાદ સ્ટેશન પર પહોંચે છે. સુરતથી પાલિતાણા અંદાજે 534 જેટલું અંતર કાપે છે. આ ટ્રેન સુરતથી પાલિતાણા પહોંચતા સાડા 9 કલાક લે છે.

Vapi to Palitana : આ ટ્રેન બાંદ્રા,બોરિવલી, વાપી, સુરત, વડોદરા, અમદાવાદ, જોરાવરનગર, બોટાદ, ઢોલા, સોનગઢ, સિહોર ગુજરાત, અને છેલ્લુ સ્ટેશન પાલિતાણા આવે છે. એમ કુલ 12 જેટલા સ્ટેશન પર સ્ટોપ કરે છે.

vadodara to palitana : આ ટ્રેનમાં જનરલ કોચ, SL, 3A, 2A જેવા કોચનો સમાવેશ થાય છે. આ ટ્રેનમાં સુરતથી સ્લીપર કોચની ટિકિટ 350 અને 3A ની 915 તેમજ 2A ની 1280 ટિકિટ છે.

(આ માહિતી ન્યૂઝ લખાય છે ત્યાં સુધીના ટાઈમ-ટેબલ અપડેટના આધારે છે. ટ્રેનમાં મુસાફરી કરતા પહેલા એકવાર ઓફિશિયલી સાઈટ પર શેડ્યુલ ચેક કરીને નીકળવું.)



























































