ભારત-ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપ મેચ : સમગ્ર નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભુરા રંગે રંગાયુ
વર્લ્ડકપની મેચ જોવા માટે ક્રિકેટ રસિકો દેશ- વિદેશથી મેચ જોવા માટે અમદાવાદમાં આવ્યા છે. તેમજ મેચ જોવા માટે મહાઅનુભાવો પણ અમદાવાદમાં હાજર છે. ભારતના અનેક રાજ્યો સાથે ઇન્ગલેન્ડ, દુબઇ અને ઓસ્ટ્રેલિયા સહિતના દેશોથી લોકો આવી પહોંચ્યા છે. વિદેશમાં રહેતા જે ભારતના ચાહકો છે તે પણ સમર્થન કરી રહ્યા છે.સ્ટેડિયમમાં લાખો ચાહકો ઉમટી પડ્યા છે.'ભારત જીતશે'ના નારા લગાવી રહ્યા છે. ત્યારે વિદેશથી આવનારા ભારતીય ટીમના ચાહકોમાં ઉત્સાહ જોવા મળ્યો છે.
Most Read Stories