IND vs PAK: વેરવિખેર પાકિસ્તાનની ટીમ પર ટૂર્નામેન્ટમાં ટકી રહેવાના ભારે દબાણનો ટીમ ઈન્ડિયાને મળશે લાભ, જાણો ભારત ક્યાં-કેવી રીતે છે મજબૂત સ્થિતિમાં
ચેમ્પિયન્સ ટ્રોફી ટૂર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાન બન્ને તેમની એક એક મેચ રમ્યુ છે. આ બંન્ને મેચના પરિણામ અલગ અલગ આવ્યા છે. ભારત તેની મેચ જીત્યું હતુ જ્યારે પાકિસ્તાન તેની પ્રથમ મેચ હારી ગયું હતું. હવે પાકિસ્તાન ઉપર ટૂર્નામેન્ટમાં ગ્રુપ સ્ટેજમાંથી બહાર થઈ જવાના ભય ઊભો થયો છે. જેના કારણે તેઓ દબાણમાં છે.

આજે રવિવારે 23 ફેબ્રુઆરીએ, ભારત અને પાકિસ્તાનની ટીમો દુબઈમાં ચેમ્પિયન્સ ટ્રોફીના ગ્રુપ સ્ટેજની મેચમાં ટકરાશે. ગ્રુપ Aની આ બંને ટીમોએ ટુર્નામેન્ટની શરૂઆતમાં એક-એક મેચ રમી હતી. જેમાં પાકિસ્તાન હાર્યુ હતું અને ભારત તેની મેચ જીત્યું છે.

આજની મેચમાં ભારત ઉપર કોઈ જ માનસિક દબાણ નથી. જ્યારે પાકિસ્તાન ઉપર ઘરઆંગણે યોજાઈ રહેલ ટૂર્નામેન્ટમાં ટકી રહેવા આજની મેચ જીતવી ખૂબ જરૂરી છે. જો કે પાકિસ્તાનની ટીમ વેરવિખેર છે. ટીમના ખેલાડીઓ વચ્ચેનો વિખવાદ અવારનવાર સામે આવ્યો છે.

ભારત પાકિસ્તાનને હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિ ફાઈનલમાં પ્રવેશવા રમશે. સાથોસાથ 2017માં જે રીતે પાકિસ્તાને ભારતને ફાઈનલમા હરાવીને ટૂર્નામેન્ટની બહાર કર્યું હતું તે જ રીતે ભારત આજે પાકિસ્તાનને ગ્રુપ સ્ટેજ ઉપર હરાવીને ઘરઆંગણાની ટૂર્નામેન્ટની બહાર કરવાનો બદલો લેશે.

કેટલાક આંકડાઓની વાત કરીએ તો અહીં બંને વચ્ચે અત્યારે સ્પર્ધા બરાબર જોવા મળી રહી છે. ચેમ્પિયન્સ ટ્રોફીના રેકોર્ડ પર નજર કરીએ તો આ ટૂર્નામેન્ટના ઈતિહાસમાં ભારત અને પાકિસ્તાન 5 વખત ટકરાયા છે. તેમાંથી પાકિસ્તાને 2004, 2009 અને 2017 (ફાઇનલ)માં 3 વખત જીત મેળવી હતી. જ્યારે ભારત 2013 અને 2017માં માત્ર બે વખત જીત્યું હતું.

જો કે દુબઈ સ્ટેડિયમનો ઈતિહાસ ભારતના પક્ષમાં છે. અહીં ભારત અને પાકિસ્તાન વચ્ચે માત્ર 2 ODI મેચ રમાઈ હતી આ બંને મેચ એશિયા કપ 2018ની યોજાઈ હતી જેમા ટીમ ઈન્ડિયા બંને વખત જીતી હતી.
ક્રિકેટ જગતને લગતા તમામ સમાચાર જાણવા માટે આપ અમારા ક્રિકેટના ટોપિક પર ક્લિક કરો.