AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Holi 2022: લઠ્ઠમાર હોળીથી રોયલ હોળી સુધી, જાણો દેશના જુદા-જુદા ભાગોમાં કેવી રીતે ઉજવવામાં આવે છે હોળી

ભારતને વિવિધતાઓનો દેશ માનવામાં આવે છે. દેશના જુદા જુદા ભાગોમાં તહેવારો અલગ અલગ રીતે ઉજવવામાં આવે છે. રંગોનો તહેવાર હોળી પણ ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 17, 2022 | 11:30 PM
Share
ભારતને વિવિધતાઓનો દેશ માનવામાં આવે છે. દેશના જુદા જુદા ભાગોમાં તહેવારો અલગ અલગ રીતે ઉજવવામાં આવે છે. રંગોનો તહેવાર હોળી પણ ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. આ તહેવાર દેશના અલગ-અલગ ભાગોમાં અલગ-અલગ રિવાજો અને પરંપરાઓ સાથે ઉજવવામાં આવે છે. જ્યારે હોળી ઉત્તરાખંડમાં કુમાઉની તરીકે ઓળખાય છે, ત્યારે રાજસ્થાનની રોયલ હોળીનો આનંદ માણવા માટે દૂર-દૂરથી પ્રવાસીઓ આવે છે. ચાલો જાણીએ કે અલગ-અલગ જગ્યાએ હોળી કઈ રીતે ઉજવવામાં આવે છે.

1 / 7
ઉત્તરાખંડની હોળી - ઉત્તરાખંડની પરંપરાગત હોળી ખૂબ જ ખાસ રીતે ઉજવવામાં આવે છે. તે ઉત્તરાખંડના કુમાઉ પ્રદેશમાં ઉજવવામાં આવે છે. હોળીને ઉત્તરાખંડમાં કુમાઉની હોળી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ તહેવાર દરમિયાન પુરુષો અને સ્ત્રીઓ ગ્રુપ બનાવીને શહેરમાં ફરે છે. આ પ્રસંગે લોકો પરંપરાગત પોશાક પહેરે છે, લોકગીતો ગાય છે અને નૃત્ય કરે છે. હોળી પહેલા, લોકો હોલિક દહન માટે ભેગા થઈને હોળીની ઉજવણી પણ કરે છે.

2 / 7
પંજાબની હોળી - પંજાબમાં હોળીને હોલા મોહલ્લા તરીકે ઉજવવામાં આવે છે. તે શીખોના પવિત્ર મંદિર શ્રી આનંદપુર સાહિબમાં ઉજવવામાં આવે છે. હોળી દરમિયાન આયોજિત આ મેળો પરંપરાગત રીતે ત્રણ દિવસનો હોય છે. આ તહેવાર શીખ યોદ્ધાઓની બહાદુરી અને વીરતાને શ્રદ્ધાંજલિ આપવાના રૂપમાં ઉજવવામાં આવે છે. આ ઉત્સવ દરમિયાન કુસ્તી અને માર્શલ આર્ટ જેવી અન્ય વિવિધ શક્તિ-સંબંધિત અભ્યાસનું પ્રદર્શન કરવામાં આવે છે.

3 / 7
ઉત્તર પ્રદેશની હોળી - ઉત્તર પ્રદેશની લઠ્ઠમાર હોળી દેશમાં જ નહીં વિદેશમાં પણ પ્રખ્યાત છે. લઠ્ઠમાર હોળી બરસાના, મથુરા અને વૃંદાવન જેવા સ્થળોએ ઉજવવામાં આવે છે. આ દરમિયાન મહિલાઓ લાકડીઓ અને વાંસનો ઉપયોગ કરીને પુરુષો સાથે હોળી રમે છે. પુરુષો પોતાની સુરક્ષા માટે ઢાલનો ઉપયોગ કરે છે. આ હોળી મોટી સંખ્યામાં પ્રવાસીઓને આકર્ષે છે. તે જ સમયે, કાનપુર અને ગોરખપુરમાં હોળીનો તહેવાર ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. અહીં મેળાનું આયોજન કરવામાં આવે છે. આ મેળો હોળીના મેળા તરીકે ઓળખાય છે.

4 / 7
રાજસ્થાનની હોળી - રાજસ્થાનની હોળીને રોયલ હોળી તરીકે પણ ઓળખવામાં આવે છે. ઉદયપુરમાં રાજવી પરિવાર દ્વારા હોળીનો કાર્યક્રમ યોજવામાં આવે છે. હોળીના એક દિવસ પહેલા હોલિકા દહનનું આયોજન કરવામાં આવે છે. તેને મેવાડ હોલિકા દહન કહેવામાં આવે છે. શણગારેલા ઘોડાઓ અને શાહી બેન્ડ સાથે ઉત્સવ યાત્રા કાઢવામાં આવે છે.

5 / 7
મહારાષ્ટ્ર - મહારાષ્ટ્રમાં હોળીને રંગ પંચમી અથવા શિગ્મા તરીકે ઉજવવામાં આવે છે. આ તહેવાર હોલિકા દહનના દિવસે સૂર્યાસ્ત પછી શરૂ થાય છે. આ દિવસે લોકો એકબીજાને રંગે છે, નૃત્ય કરે છે અને સ્વાદિષ્ટ મીઠાઈઓનો આનંદ માણે છે. આ પ્રસંગે પુરણ પોળી જેવી વાનગીઓ બનાવવામાં આવે છે.

6 / 7
કેરળની હોળી - કેરળમાં હોળીને ઉકુલી અથવા મંજલ કુલી તરીકે ઉજવવામાં આવે છે. બે દિવસીય તહેવાર દરમિયાન, લોકો પ્રથમ દિવસે મંદિરની મુલાકાત લે છે. બીજા દિવસે લોકો એકબીજાને ગુલાલને બદલે હળદર લગાવીને આ તહેવારની ઉજવણી કરે છે.

7 / 7
Follow Us
સુરતમાં નાસીરનગર ડિમોલિશન મુદ્દે ભારે હોબાળો, કમિશનર બંગલે ધરણા

બે વર્ષથી ગટર અને રોડનું કામ અધૂરું, સ્થાનિકોએ કર્યો 'હલ્લાબોલ'

એક જ પિતાના જોડિયા દીકરા, પણ અલગ અલગ જ્ઞાતિના પ્રમાણપત્રથી નોકરી મેળવી

લોકાર્પણના ગણતરીના વર્ષોમાં જલારામ અંડરપાસ જર્જરિત, જુઓ-Video

Breaking News : મેયરના વોર્ડમાં આવતું RMCનું પાણી પીવાલાયક નહી

Breaking news Rajkot: રાજકોટ-દિલ્લી ફ્લાઇટનું ઈમરજન્સી લેન્ડિંગ

પાટણમાં 398 કરોડના સાયબર ફ્રોડનો ભાંડાફોડ

જમીન-મકાન વ્યવસાયમાં મોટી સફળતા, યોગ-ધ્યાનથી સ્વાસ્થ્ય રહેશે સારું

હોર્મુઝ અને બાબ-અલ-મંદેબ સ્ટ્રેટ પર વધતું સંકટ, જુઓ Video

રશિયામાં ભારતીયો બંધક: આરોપી રિમ્પલ પટેલ કેસમાં ચોંકાવનારો ખુલાસો

g clip-path="url(#clip0_868_265)">