Breaking News : રાજકોટના મેયરના વોર્ડમાં આવતું RMCનું પાણી પીવાલાયક નથી! જુઓ Video
રાજકોટ મહાનગરપાલિકાના મેયરના જ વોર્ડમાં ગંદુ અને દુર્ગંધયુક્ત પાણી આવવાની ગંભીર સમસ્યા સામે આવી છે. સ્થાનિક રહેવાસીઓએ તંત્રની બેદરકારી સામે ભારે રોષ વ્યક્ત કર્યો છે.
ઉનાળાના પાણીનો કકળાટ જોવા મળતો હોય તેવી ઘટનાઓ તમે સાંભળી હશે. લોકો પાણી વિના વલખાં મારતા હોય છે. પરંતુ હાલમાં એક એવા સમાચાર સામે આવ્યા છે કે, જેને સાંભળ્યા પછી તમે પણ કહેશો કે, જો આવું પાણી મેયરના વોર્ડમાં આવતું હોય તો તમારા વોર્ડમાં કેવું પાણી આવતું હતુ. હાલ આ મુદ્દો રાજકોટમાં ચર્ચાનો વિષય બન્યો છે. લોકો મેયર સામે અનેક સવાલો પણ ઉઠાવી રહ્યા છે.
RMCનું પાણી પીવાલાયક નથી!
રાજકોટના મેયરના વોર્ડમાં આવતું RMCનું પાણી પીવાલાયક નથી!,RMCએ શહેરના વિવિધ વિસ્તારોમાંથી પાણીના નમૂના લીધાં હતા.કુલ 18 વોર્ડમાં 8214 જેટલા નમૂના લીધાં હતા.જેમાં 6 સ્થળોએ પાણીના નમૂના ફેલ થયાં હતા.પાણીમાં બેક્ટેરિયાની હાજરી હોવાનું પણ સામે આવ્યું હતુ.વોટર વર્કસ વિભાગે પાણીની ગુણવત્તા જળવાઇ તે માટે કામગીરી શરૂ કરી હતી.
હવે એક પ્રશ્ન થાય છે કે, જો ખુદ મેયરના વોર્ડમાં આવું દુષિત પાણી આવતું હોય તો પછી મેયર કઈ રીતે લોકોની ચિંતા કરી શકે.
રાજકોટ શહેરની સ્થાપના ઠાકોરજી વિભજી દ્વારા 1610 ના વર્ષમાં કરવામાં આવી હતી અને તેમણે લગભગ 282 ચોરસ માઇલ વિસ્તાર ઉપર શાસન કર્યું હતું. અહી ક્લિક કરો
બનાસકાંઠામાં કિસાન સંઘની આગેવાનીમાં ખેડૂતોનું ઉગ્ર વિરોધ પ્રદર્શન
સુરતઃ RTOમાં લાયસન્સ અને મોબાઈલ લિંક કરાવવા આવતા લોકો પરેશાન
પોરબંદરમાં GETCO સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, વીજ લાઇનનું વળતર આપવા માગ
જુનાગઢમાં મીરાનગરના રહીશો અશાંત ધારાની માગ સાથે મેદાને, આપ્યુ આવેદન
