Breaking news Rajkot: રાજકોટ-દિલ્લી ફ્લાઇટનું ઈમરજન્સી લેન્ડિંગ, ટેકઓફ દરમિયાન બર્ડ હિટથી એન્જિનને નુકસાન, Watch Video
રાજકોટના હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મંગળવારે એક મોટી દુર્ઘટના ટળી હતી, જ્યારે રાજકોટથી દિલ્હી જતી ફ્લાઇટને ટેકઓફ બાદ તાત્કાલિક ઈમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું. પ્રાથમિક માહિતી અનુસાર, ફ્લાઇટ ટેકઓફ દરમિયાન બર્ડ હિટની ઘટનાનો ભોગ બની હતી, જેના કારણે વિમાનના એન્જિનના પંખાને નુકસાન પહોંચ્યું હતું.
રાજકોટના હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મંગળવારે એક મોટી દુર્ઘટના ટળી હતી, જ્યારે રાજકોટથી દિલ્હી જતી ફ્લાઇટને ટેકઓફ બાદ તાત્કાલિક ઈમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું. પ્રાથમિક માહિતી અનુસાર, ફ્લાઇટ ટેકઓફ દરમિયાન બર્ડ હિટની ઘટનાનો ભોગ બની હતી, જેના કારણે વિમાનના એન્જિનના પંખાને નુકસાન પહોંચ્યું હતું.
ફ્લાઇટમાં કુલ 124 મુસાફરો સવાર હતા. બર્ડ હિટ થયા બાદ પાઇલટે પરિસ્થિતિનું મૂલ્યાંકન કરીને એર ટ્રાફિક કંટ્રોલ (ATC)ને જાણ કરી હતી અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને વિમાનને પરત હિરાસર એરપોર્ટ પર ઉતારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
એન્જિનના પંખામાં નુકસાન થયાનું સામે આવ્યું
એરપોર્ટ સત્તાવાળાઓ અને તકનીકી ટીમે વિમાનનું નિરીક્ષણ કરતાં એન્જિનના પંખામાં નુકસાન થયાનું સામે આવ્યું હતું. જોકે સમયસર લેવાયેલા નિર્ણય અને પાઇલટની સતર્કતાના કારણે કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી. તમામ મુસાફરો સુરક્ષિત હોવાનું જણાવવામાં આવ્યું છે.
બર્ડ હિટની ઘટના એવિએશન ક્ષેત્રમાં ગંભીર માનવામાં આવે છે
ઘટના બાદ એરલાઇન કંપની દ્વારા મુસાફરો માટે વૈકલ્પિક વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. એરપોર્ટ પર થોડા સમય માટે કામગીરી પર અસર પડી હતી, પરંતુ બાદમાં સ્થિતિ સામાન્ય બની ગઈ હતી.
બર્ડ હિટની ઘટના એવિએશન ક્ષેત્રમાં ગંભીર માનવામાં આવે છે, કારણ કે તે વિમાનના એન્જિન અને અન્ય મહત્વના ભાગોને નુકસાન પહોંચાડી શકે છે. હાલ સંબંધિત અધિકારીઓ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
Gujarat Weather: ગુજરાતમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટી સક્રિય, કાળઝાળ ગરમી વચ્ચે વરસાદની આગાહી, 15 જુન સુધી રહેશે વરસાદી માહોલ
અસહ્ય ભેજ અને ગરમી વચ્ચે 2 થી 3 જુલાઈએ તૂટી પડશે 'વરસાદ'
પાટણમાં વરઘોડા પર હુમલાનો આરોપ, પરિવારના સભ્યો ઈજાગ્રસ્ત
સુરેન્દ્રનગર ખાતે 36 દિવસમાં પુલના પોપડા ઉખડી પડતા ગ્રામજનોમાં રોષ
વરસાદ ખેંચાતા વડોદરાનો જીવાદોરી સમાન આજવા ડેમ તળિયા ઝાટક
