AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ચાંદીના ભાવને લઈને સામે આવ્યો ‘ચોંકાવનારો રિપોર્ટ’, શું કિંમતોમાં આવશે અત્યાર સુધીનો સૌથી મોટો કડાકો?

શું ચાંદીના ભાવમાં હજુ પણ મોટો કડાકો આવવાનો બાકી છે? છેલ્લા કેટલાક સમયથી ચાંદીમાં ચાલી રહેલા ઘટાડાને લઈને એક્સપર્ટ્સે એક નવો અને ચોંકાવનારો રિપોર્ટ જાહેર કર્યો છે.

| Updated on: Jun 09, 2026 | 6:28 PM
Share
છેલ્લા 4 વર્ષની ઐતિહાસિક તેજી પછી ચાંદીમાં છેલ્લા કેટલાક મહિનાઓથી શરૂ થયેલો ઘટાડો હજી સંપૂર્ણપણે પૂરો થયો નથી. મળતી માહિતી મુજબ, આગામી 3 મહિના દરમિયાન ચાંદી પર દબાણ જોવા મળી શકે છે. કેડિયા એડવાઇઝરીના એક અહેવાલ મુજબ, જાન્યુઆરી 2026 માં 121.65 ડોલર (આશરે 10,460 રૂપિયા પ્રતિ ઔંસ) ની રેકોર્ડ સપાટીને સ્પર્શ કર્યા પછી ચાંદી હવે કરેક્શનના તબક્કામાંથી પસાર થઈ રહી છે અને આગામી ત્રણ મહિનામાં કિંમતો પર દબાણ જળવાઈ રહી શકે છે. આવી સ્થિતિમાં ચાંદીમાં રોકાણ કરનારા રોકાણકારોએ એલર્ટ રહેવાની જરૂર છે.

1 / 6
અહેવાલ અનુસાર, 'ચાંદી' હાલમાં 67.70 ડોલર (આશરે ₹5,820 પ્રતિ ઔંસ) ની આસપાસ કારોબાર કરી રહી છે. વિશ્લેષકોનું માનવું છે કે, 62.55 ડોલર (આશરે 5,380 રૂપિયા) ની સપાટી અત્યંત મહત્વનો સપોર્ટ છે. જો આ સપાટી તૂટશે, તો ચાંદી 53–54 ડોલર (આશરે 4,560–4,640 રૂપિયા) અને ત્યાર પછી 48.60 ડોલર (આશરે 4,180 રૂપિયા) સુધી નીચે સરકી શકે છે. અહીં જણાવી દઈએ કે, 1 ઔંસ 31.10 ગ્રામ બરાબર થાય છે.

2 / 6
અહેવાલમાં જણાવાયું છે કે, મજબૂત થઈ રહેલ અમેરિકી ડોલર, ETF માંથી ઉપાડ, ગ્લોબલ ઇન્ડસ્ટ્રિયલ માંગમાં નબળાઈ અને સોનામાં આવેલી નરમાઈ હાલમાં ચાંદી પર દબાણ લાવી રહ્યા છે. આ જ કારણે આગામી ત્રણ મહિના માટે અહેવાલનું વલણ સાવચેતીભર્યું અને નબળું બનેલું છે.

3 / 6
જો કે, લાંબાગાળાનું ચિત્ર હજુ પણ સકારાત્મક દર્શાવવામાં આવ્યું છે. અહેવાલ મુજબ, વિશ્વમાં સતત છ વર્ષથી ચાંદીનો પુરવઠો (સપ્લાય) માંગ કરતાં ઓછો છે. બીજી તરફ સોલાર એનર્જી, ઇલેક્ટ્રિક વ્હીકલ (EV), 5G અને ઇલેક્ટ્રોનિક્સ સેક્ટરમાં વધતો વપરાશ આવનારા વર્ષોમાં ચાંદીની માંગને મજબૂત રાખશે.

4 / 6
વિશ્લેષકોનું માનવું છે કે, જો ચાંદી 48–55 ડોલર (આશરે 4,100–4,700 રૂપિયા) ની રેન્જમાં આવે છે, તો તે લાંબાગાળાના રોકાણકારો માટે ખરીદીની મોટી તક સાબિત થઈ શકે છે. અહેવાલમાં વર્ષ 2027– વર્ષ 2029 ની આગામી બુલ સાયકલમાં ચાંદી માટે 120–170 ડોલર (આશરે 10,300–14,600 રૂપિયા) નો સંભવિત લક્ષ્યાંક (ટાર્ગેટ) પણ દર્શાવવામાં આવ્યો છે.

5 / 6
બીજું કે, જ્યારે જૂનથી સપ્ટેમ્બર 2026 માટે 60 ટકા સંભાવના સાથે મંદીના માહોલ (બેઅરિશ સિનારીયો) નું અનુમાન લગાવવામાં આવ્યું છે. આ સિવાય 25 ટકા સંભાવના સિલ્વર 60-70 ડોલરની રેન્જમાં રહેવાની અને માત્ર 15 ટકા સંભાવના 77-85 ડોલર સુધી રિકવરી આવવાની દર્શાવવામાં આવી છે.

6 / 6
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં, સોના-ચાંદીમાં, મ્યુચ્યુઅલ ફંડમાં અને IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. બજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

પૈસા ‘FD’ માં રોકવા કે ‘SIP’ માં? જાણો તમારા માટે કયો વિકલ્પ વધુ ‘યોગ્ય’ છે

Follow Us
Trending Video: યુવકે બનાવી 6 પૈડાંવાળી અનોખી બાઇક

વડોદરા ખરીફ પાક સંકટ પર સંકટ, ખેડૂતોએ કેનાલમાંથી પાણી છોડવાની કરી માંગ

ભૂમાફિયાઓ અને ગેરકાયદે બાંધકામો સામે તંત્રની 'લાલ આંખ'

ગુજરાત વિધાનસભામાં ભાડા વિધેયક 2026 રજૂ - જુઓ Video

કીર્તિદાન ગઢવીના નોરતા નગરી ગરબામાં ₹10 કરોડની ઉચાપત, 4 સામે ફરિયાદ

કચ્છના કંડલામાં કોલસા ભરેલું જહાજ એન્કર સાથે અથડાયું

દરેક વોર્ડમાં શ્વાનની ‘ટેરિટરી’ નક્કી કરવા હાઈકોર્ટનો AMCને નિર્દેશ

ફક્ત એક જ મેસેજ આપ્યો ને AI એ ટ્રેન ટિકિટ બુક કરી દીધી

વરસાદ ખેંચાતા જામનગર જિલ્લાના ડેમોના દેખાયા તળિયા, પાણીની તંગીની ભીતિ

ગુજરાતમાં એક વર્ષમાં વિવિધ બિમારીથી 62 સિંહના મોત, સરકારે કરી જાહેરાત

g clip-path="url(#clip0_868_265)">