હવે તો હદ થઈ… ગટર અને રસ્તાના કામથી તોબા પોકારી ઉઠ્યા સ્થાનિકો, આખરે કંટાળીને તંત્ર સામે મોરચો માંડ્યો – જુઓ Video
સુરતના તરસાડી નગરપાલિકા વિસ્તારમાં લાંબા સમયથી ચાલી રહેલા વિકાસકાર્યોની ધીમી ગતિને કારણે સ્થાનિક રહીશોની ધીરજ ખૂટી છે. છેલ્લા બે વર્ષથી રસ્તા અને ગટરના અધૂરા કામોથી પરેશાન લોકોએ આખરે કંટાળીને તંત્ર સામે મોરચો માંડ્યો છે.
સુરતની તરસાડી નગરપાલિકામાં વિકાસકાર્યોની ધીમી ગતિને કારણે સ્થાનિક રહીશોનો રોષ ફાટી નીકળ્યો છે. ભરૂચ જિલ્લાને જોડતા મુખ્ય માર્ગનું કામ છેલ્લા બે વર્ષથી ગોકળગાયની ગતિએ ચાલી રહ્યું હોવાથી લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ખાસ કરીને ગટર લાઇન નાખવાની કામગીરી અત્યંત ધીમી હોવાથી રોડના કામમાં સતત વિલંબ થઈ રહ્યો છે.
સ્થાનિકોનો આરોપ છે કે, સોસાયટીઓમાં ગટરનું દુર્ગંધયુક્ત પાણી ભરાઈ જવાના કારણે તેમનું જીવવું મુશ્કેલ બની ગયું છે. આ ગંભીર સમસ્યા અંગે તંત્રને અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં હજુ સુધી કોઈ નક્કર ઉકેલ આવ્યો નથી. પરિણામે, કંટાળેલા રહીશોએ નગરપાલિકામાં હલ્લાબોલ કરી તંત્ર સામે પોતાનો ઉગ્ર વિરોધ પ્રદર્શિત કર્યો હતો.
Breaking News: 100 પરિવારોને રસ્તા પર લાવી દેતી ‘પોલીસ-સરકાર’ની જુગલબંધી, સત્તાની રહેમનજરે નકલી અધિકારીઓનું રાજ કે પછી… ?
અમદાવાદમાં વધુ એક થાર ચાલકે સર્જ્યો અકસ્માત
જામનગરની જી.જી. હોસ્પિટલ સામે રેસિડેન્ટ ડોક્ટરનું શોષણ કરવાના આક્ષેપો
Tv9 ના રિયાલિટી ચેકની અસર, બેદરકાર સિક્યોરિટી એજન્સી સામે નોંધાયો ગુનો
રાજ્યમાં ભેળસેળિયાઓ સામે તવાઈ ફૂડ અને ડ્રગ વિભાગની તવાઈ
