07 June 2026

વસ્તી ઓછી પણ સોનાની ખરીદીમાં આખી દુનિયામાં 'નંબર-1'!

'સોનું' ખરીદવાની વાત આવે, ત્યારે સામાન્ય રીતે ભારત અને ચીન જેવા મોટા દેશોના નામ જ મગજમાં આવે છે.

ભારત-ચીન પણ પાછળ!

જો કે, હાલમાં એક એવા નાનકડા દેશે પોતાની સ્માર્ટ આર્થિક વ્યૂહરચનાથી આખા વિશ્વને ચોંકાવી દીધું છે. 

યુરોપ દેશે મારી 'બાજી'

'પોલેન્ડ' નામનો આ યુરોપિયન દેશ વર્ષ 2026 ની શરૂઆતમાં જ સોનાની ખરીદીમાં તેજી બતાવી રહ્યો છે.

'પોલેન્ડ' 

worlddata.info ના જણાવ્યા અનુસાર પોલેન્ડની વસ્તી આશરે 3.7 કરોડ છે, જ્યારે ભારતની વસ્તી આશરે 140 કરોડથી વધુની છે.

3.7 કરોડની વસ્તી

gold.org ના જણાવ્યા અનુસાર, વર્ષ 2026ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં પોલેન્ડે આશરે 31 ટન સોનું ખરીદ્યું, જે દુનિયામાં સૌથી વધુ હતું. 

31 ટન સોનું ખરીદ્યું

જો કે, આ સાથે પોલેન્ડ'નો કુલ ગોલ્ડ રિઝર્વ 582 ટન સુધી પહોંચી ગયો. નેશનલ બેંક ઓફ પોલેન્ડ (NBP) નો લક્ષ્યાંક 700 ટન ગોલ્ડ રિઝર્વનો છે.

ગોલ્ડ રિઝર્વ 582 ટન

bloomberg.com નો રિપોર્ટ દર્શાવે છે કે, પોલેન્ડનું અર્થતંત્ર મજબૂત છે.  કેન્દ્રીય બેંક ગોલ્ડને રિઝર્વનો 30% હિસ્સો બનાવવાનો લક્ષ્યાંક રાખે છે. 

અર્થતંત્ર મજબૂત

નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.