ઈઝરાયેલ-ઈરાન યુદ્ધની અસર, હોર્મુઝ અને બાબ-અલ-મંદેબ સ્ટ્રેટ પર વધતું સંકટ, જુઓ Video
ઈઝરાયેલ-ઈરાન સંઘર્ષ મધ્ય પૂર્વમાં તણાવ વધારી રહ્યો છે, જેના પરિણામે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ અને બાબ-અલ-મંદેબ જેવા મહત્ત્વપૂર્ણ જળમાર્ગો પ્રભાવિત થયા છે.
મધ્ય પૂર્વમાં ચાલી રહેલો તણાવ, ખાસ કરીને ઈઝરાયેલ-ઈરાન સંઘર્ષ, વૈશ્વિક અર્થતંત્ર પર ગંભીર અસરો કરી રહ્યો છે. આ સંઘર્ષના પરિણામે દુનિયાના બે મહત્ત્વપૂર્ણ જળમાર્ગો – સ્ટ્રેટ ઓફ હોર્મુઝ અને બાબ-અલ-મંદેબ સ્ટ્રેટ – પર સંકટના વાદળો ઘેરાયા છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પહેલેથી જ સંવેદનશીલ ક્ષેત્ર છે, અને હવે બાબ-અલ-મંદેબ સ્ટ્રેટ પણ પ્રભાવિત થયો છે.
બાબ-અલ-મંદેબ સ્ટ્રેટ યમન અને લાલ સમુદ્રને જોડે છે, જે એશિયા અને યુરોપના દેશો વચ્ચેના શિપિંગ માટેનો એક મહત્ત્વપૂર્ણ માર્ગ છે. આ બંને જળમાર્ગો ક્રુડ ઓઈલ, કુદરતી ગેસ અને અન્ય માલસામાનના આંતરરાષ્ટ્રીય પરિવહન માટે અતિ મહત્ત્વના છે. જો આ જળમાર્ગો ખોરવાય છે, તો ક્રુડ ઓઈલ અને ગેસનો પુરવઠો ખોરવાઈ શકે છે, જેની સીધી અસર વૈશ્વિક વેપાર અને અર્થતંત્ર પર પડશે. આયાત-નિકાસ પ્રભાવિત થશે અને વૈશ્વિક સ્તરે મુશ્કેલીઓ વધશે. હાલની પરિસ્થિતિ જોતાં, આંતરરાષ્ટ્રીય સમુદાય માટે આ એક મોટી ચિંતાનો વિષય છે કારણ કે આખોય સિનારીઓ વિપરીત દિશામાં જઈ રહ્યો છે.
દુબઈમાં ફક્ત નોકરી જ નહીં, ભણી પણ શકે છે ભારતીય સ્ટુડન્ટ? જાણો અહીંથી ડિગ્રી લેવાના ફાયદા
અમદાવાદ: ACB ના DIG સાથે ₹61 લાખની ઠગાઈ, ફ્લેટ સોદામાં દંપતી સામે કેસ
વાયરલ વિડીયોમાં શખ્સનું અનોખું ટેલેન્ટ જોઈ લોકો દંગ
સુરતમાં ખાડીનો રસ્તો બંધ કરાતા લોકો 15 થી 20 કિમીનો ફેરો કરવા મજબુર
અમદાવાદના ઘુમા વિસ્તાર બાદ ઝુંડાલમાં દેખાયો દીપડો, સ્થાનિકોમાં ફફડાટ

