AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પાટણમાં 398 કરોડના સાયબર ફ્રોડનો ભાંડાફોડ, ‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’ હેઠળ 14 આરોપીઓ ઝડપાયા, Watch  Video

પાટણમાં 398 કરોડના સાયબર ફ્રોડનો ભાંડાફોડ, ‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’ હેઠળ 14 આરોપીઓ ઝડપાયા, Watch Video

| Updated on: Jun 09, 2026 | 8:21 AM
Share

પાટણ જિલ્લામાં સાયબર ક્રાઈમ પોલીસે ‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’ અંતર્ગત મોટી કાર્યવાહી કરીને આશરે ₹398 કરોડના શંકાસ્પદ નાણાકીય વ્યવહારો સાથે જોડાયેલા સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ મામલે પોલીસે 14 આરોપીઓની ધરપકડ કરી છે અને સમગ્ર કૌભાંડની વધુ તપાસ હાથ ધરી છે.

13 જેટલા બેંક એકાઉન્ટ

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ લોકોના નામે અથવા તેમની સહમતીથી બેંક એકાઉન્ટ ભાડે ખોલાવતા હતા અને ત્યારબાદ આ એકાઉન્ટનો ઉપયોગ સાયબર છેતરપિંડીથી મેળવેલી રકમના ટ્રાન્ઝેક્શન માટે કરતા હતા. પ્રાથમિક તપાસ મુજબ 13 જેટલા બેંક એકાઉન્ટમાં કુલ ₹398 કરોડથી વધુના શંકાસ્પદ નાણાકીય વ્યવહારો થયા હોવાનું જાણવા મળ્યું છે.

સાયબર ક્રાઈમ પોલીસે જણાવ્યું હતું કે આરોપીઓ વિવિધ પ્રકારની લાલચ અને પ્રલોભન આપીને લોકોને પોતાની જાળમાં ફસાવતા હતા. ત્યારબાદ તેમના નામે બેંક ખાતા ખોલાવી અથવા હાલના ખાતાઓનો ઉપયોગ કરીને ગેરકાયદેસર નાણાંની હેરફેર કરવામાં આવતી હતી.

સાયબર ગુનાખોરી સામે કાર્યવાહી ચાલી રહી છે

તપાસ દરમિયાન તમામ શંકાસ્પદ બેંક એકાઉન્ટ હારીજ નાગરિક સહકારી બેંક સાથે સંકળાયેલા હોવાનું પણ સામે આવ્યું છે. પોલીસ હવે આ સમગ્ર નેટવર્ક સાથે જોડાયેલા અન્ય વ્યક્તિઓ, ખાતાધારકો અને નાણાંના સ્ત્રોત અંગે વધુ તપાસ કરી રહી છે.

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’ હેઠળ રાજ્યભરમાં સાયબર ગુનાખોરી સામે કાર્યવાહી ચાલી રહી છે અને પાટણની આ કાર્યવાહી સાયબર ફ્રોડ સામેની સૌથી મોટી કાર્યવાહી પૈકીની એક માનવામાં આવી રહી છે. પોલીસનું કહેવું છે કે આગામી દિવસોમાં વધુ ખુલાસા થવાની શક્યતા છે.

ગરીબો માટે શરૂ કરેલી ઉજ્જવલા યોજનામાં મોટો ઝટકો, સબસિડીવાળા સિલિન્ડરની સંખ્યા 9થી ઘટાડીને માત્ર 4

Follow Us
g clip-path="url(#clip0_868_265)">