આણંદ: રશિયામાં નોકરીના નામે બંધક બનાવાયેલા ભારતીયોનો વીડિયો વાયરલ, ઊંચા પગારની લાલચ આપી લાખોની છેતરપિંડી
આણંદ જિલ્લાના પેટલાદના એજન્ટ રિમ્પલ પટેલ દ્વારા રશિયામાં ઊંચા પગારની નોકરીની લાલચ આપી ભારતીય યુવાનોને બંધક બનાવવાના રેકેટમાં મોટો ખુલાસો થયો છે. રશિયામાં ફસાયેલા પીડિતોનો એક દયનીય વીડિયો સામે આવ્યો છે, જેમાં તેમણે વચન મુજબ પગાર ન મળવા અને શારીરિક-માનસિક શોષણના ગંભીર આક્ષેપો કર્યા છે.
આણંદના પેટલાદમાં વિદેશ મોકલવાના બહાને આચરાયેલા મોટા કૌભાંડમાં આરોપી રિમ્પલ પટેલ વિરૂદ્ધ પેટલાદ રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ નવો વળાંક આવ્યો છે. રશિયામાં બંધક બનાવાયેલા ભારતીય યુવાનોનો એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે, જેમાં તેઓ પોતાની દયનીય હાલત અને મુશ્કેલીઓની આપવીતી જણાવતા જોવા મળી રહ્યા છે. પીડિતોએ આક્ષેપ કર્યો છે કે તેમને ઊંચા પગારના સપના બતાવી લાખો રૂપિયા પડાવી લેવાયા અને ત્યાં લઈ ગયા બાદ બંધક બનાવી શોષણ કરવામાં આવી રહ્યું છે.
આ વીડિયો જાહેર થતાં જ પીડિતોના પરિવારોમાં ચિંતા વ્યાપી ગઈ છે અને તેમણે પોતાના સ્વજનોને સુરક્ષિત રીતે વતન પરત લાવવા માટે આણંદના સાંસદ સમક્ષ ન્યાયની ગુહાર લગાવી છે.
બીજી તરફ, પોલીસે કાર્યવાહી કરીને મુખ્ય સૂત્રધાર રિમ્પલ પટેલની ધરપકડ કરી તેને કોર્ટમાં રજૂ કર્યો હતો. જો કે, પોલીસ રિમાન્ડ માટે કોઈ નક્કર મુદ્દા રજૂ ન કરી શકતા અદાલતે આરોપી રિમ્પલ પટેલને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કર્યો છે. હાલ આ આંતરરાષ્ટ્રીય સ્તરના માનવ તસ્કરી અને છેતરપિંડીના કેસની તપાસ તેજ કરવામાં આવી છે.
ઓગસ્ટ મહિનાથી 40 વર્ષ જૂની ટિકિટ બુકિંગ સિસ્ટમ થશે બંધ ! હવે AI સેકન્ડોમાં જણાવશે વેટિંગ ટિકિટ કન્ફર્મ થશે કે નહીં
ટેલેન્ટને નથી હોતી ઉંમરની સીમા! 11 વર્ષના બાળકની ગાયકીનો વીડિયો Viral
આગામી 48 કલાકમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી
માંડલ તાલુકામાં મેઘતાંડવ, અનેક ગામોમાં જળબંબાકારથી લોકોને ભારે હાલાકી
ગુજરાતમાં બસ સ્ટેન્ડ સળગાવવા અને પથ્થરમારો કરવાની ઓડિયો ક્લિપ વાયરલ
