AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જર્સી નંબર 18, RCB સાથે ખાસ કનેક્શન અને કરોડો ચાહકો… કોણ છે મહિલા ક્રિકેટની ‘વિરાટ કોહલી’?

ભારતીય ક્રિકેટમાં એક એવી મહિલા ખેલાડી છે, જેની તુલના વારંવાર વિરાટ કોહલી સાથે કરવામાં આવે છે. વિરાટની જેમ આ ખેલાડી પણ ભારતીય ક્રિકેટનો ફેસ છે. બંનેનું RCB અને જર્સી નંબર સાથે પણ ખાસ કનેક્શન છે. ચાલો જાણીએ કોણ છે મહિલા ક્રિકેટની 'વિરાટ કોહલી'.

| Updated on: Jun 08, 2026 | 8:26 PM
Share
ભારતીય ક્રિકેટમાં વિરાટ કોહલીનું નામ માત્ર રન અને રેકોર્ડ્સ માટે જ જાણીતું નથી, પરંતુ તેના પાછળ સ્ટારડમ, લોકપ્રિયતા અને સતત સફળતાની લાંબી કહાની પણ જોડાયેલી છે. રસપ્રદ વાત એ છે કે મહિલા ક્રિકેટમાં પણ એક એવી ખેલાડી છે, જે છેલ્લા કેટલાક વર્ષોમાં આ જ રસ્તે આગળ વધી રહી છે. આખરે કોણ છે આ ખેલાડી જેને મહિલા ક્રિકેટની 'વિરાટ કોહલી' માનવામાં આવે છે?

1 / 8
મહિલા ક્રિકેટની 'વિરાટ કોહલી' બીજું કોઈ નહીં પણ ભારતીય મહિલા ક્રિકેટ ટીમની વાઈસ કેપ્ટન અને ઓપનર સ્મૃતિ મંધાના છે. સ્મૃતિ મંધાનાએ છેલ્લા કેટલાક વર્ષોમાં પોતાની બેટિંગથી જે પ્રભાવ પાડ્યો છે, તેનાથી તેની ગણના વિશ્વની શ્રેષ્ઠ મહિલા બેટરોમાં થાય છે.

2 / 8
માત્ર ભારત જ નહીં, પરંતુ વિશ્વ ક્રિકેટમાં પણ તેનું નામ સૌથી મોટા સ્ટાર્સમાં લેવામાં આવે છે. એ જ કારણ છે કે ચાહકો અને ક્રિકેટ નિષ્ણાતો ઘણીવાર તેને મહિલા ક્રિકેટની 'વિરાટ કોહલી' તરીકે ઓળખાવે છે.

3 / 8
આ સરખામણી પાછળનું સૌથી મોટું કારણ તેનું સતત સારું પ્રદર્શન છે. જેમ વિરાટ કોહલીએ વર્ષો સુધી ભારત માટે રનનો વરસાદ કર્યો હતો, તેમ સ્મૃતિ મંધાના પણ મહિલા ક્રિકેટમાં સતત રન બનાવી રહી છે.આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં હજારો રન, અનેક સદીઓ અને ICCના મોટા એવોર્ડ્સ સ્મૃતિ મંધાનાના નામે છે. મહિલા ક્રિકેટમાં ભારત માટે સૌથી વધુ મેચ જીતાડનારી ખેલાડીઓમાં પણ તેનું નામ ટોચ પર છે.

4 / 8
મેદાનની બહાર પણ બંને વચ્ચે ઘણી સમાનતા જોવા મળે છે. વિરાટ કોહલી મેન્સ ક્રિકેટનો સૌથી મોટો સ્ટાર છે, જ્યારે સ્મૃતિ મંધાના મહિલા ક્રિકેટની સૌથી ફેમસ ખેલાડી છે. સોશિયલ મીડિયા પર કરોડો ચાહકો, મોટી બ્રાન્ડ્સ સાથેના કરાર અને મેદાનની બહારની લોકપ્રિયતા તેને મહિલા ક્રિકેટની સૌથી મોટી સુપરસ્ટાર બનાવે છે.

5 / 8
ત્યારબાદ આવે છે તે સમાનતાઓ, જે ચાહકોને સૌથી વધુ આકર્ષિત કરે છે. વિરાટ કોહલી અને સ્મૃતિ મંધાના બંને 18 નંબરની જર્સી પહેરે છે. એટલું જ નહીં, બંને RCB તરથી રમે છે અને ટીમના આઇકન પ્લેયર્સ છે. વિરાટ IPL માં અને સ્મૃતિ WPL માં RCB ભાગ છે અને બંનેએ બે-બે વાર ટ્રોફી જીતી છે. બંને પોતાની ટીમના સૌથી મોટા પોસ્ટર બોય અને પોસ્ટર ગર્લ છે.

6 / 8
જો કે, હજુ એક એવી સિદ્ધિ છે જે સ્મૃતિ મંધાનાને વિરાટ કોહલીની નજીક વધુ લઈ જઈ શકે છે. વિરાટ પોતાની કારકિર્દીમાં ODI વર્લ્ડ કપ અને T20 વર્લ્ડ કપ જીતનારી ભારતીય ટીમનો ભાગ રહી ચૂક્યો છે. જયારે સ્મૃતિ ODI વર્લ્ડ કપ જીતી ચૂકી છે, પણ T20 વર્લ્ડ કપ જીતવાનો હજી બાકી છે.

7 / 8
વિમેન્સ T20 વર્લ્ડ કપ 2026 ઈંગ્લેન્ડમાં 12 જૂનથી શરુ થશે અને ભારતીય ટીમ ચેમિયન બનવા ફેવરીટ છે. આ T20 વર્લ્ડ કપ જીતી  સ્મૃતિ મંધાના મહિલા ક્રિકેટની 'વિરાટ કોહલી' તરીકે મળેલી ઓળખ માત્ર ઉપમા નહીં રહે, પરંતુ ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં એક નવી હકીકત બની જશે. (PC:PTI/X)

8 / 8

Breaking News: માનવ સુથાર ડેબ્યૂ મેચમાંથી શું શીખ્યો? પ્લેયર ઓફ ધ મેચ જાહેર થયા બાદ પોતાની લાગણીઓ વ્યક્ત કરી

Follow Us
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ

શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી

ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ

જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video

દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી

ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત

ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'

વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ

ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video

g clip-path="url(#clip0_868_265)">