ડેબ્યુ સાથે હિટ ફિલ્મ આપનારી અભિનેત્રીનો આજે છે જન્મદિવસ, ગુજરાતી પરિવાર સાથે ખાસ કનેક્શન
બોલિવુડ અભિનેત્રી અમીષા પટેલ 9 જૂન આજે પોતાનો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે. ઈન્ડસ્ટ્રીમાં આવ્યાને 25 વર્ષ થયા છે. આજે અમીષા પટેલ પોતાનો 51મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે.

આજે 9 જૂનના રોજ બોલિવુડ અભિનેત્રી અમીષા પટેલનો જન્મદિવસ છે. અમીષા પટેલે વર્ષ 2000માં બોલિવુડમાં પોતાના કરિયરની શરુઆત કરી હતી. અમીષા પટેલે અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. આજે આપણે અમીષા પટેલ સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો વિશે વાત કરીએ.

બોલિવુડ અભિનેત્રી અમીષા પટેલનો જન્મ 9 જૂન 1975માં મુંબઈમાં એક ગુજરાતી પરિવારમાં થયો હતો. અમીષા પટેલ ફેમસ રાજકારણી બેરિસ્ટર રજની પટેલની પૌત્રી છે. તેમના દાદા તેમના સમયમાં મુંબઈ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ હતા.

અમીષાએ પોતાની પહેલી બે બોલિવૂડ ફિલ્મોથી સ્ટારડમ મેળવ્યું હતું, જે ઘણી અભિનેત્રીઓ તેમના સમગ્ર કારકિર્દીમાં મેળવી શકી નથી. 'કહો ના પ્યાર હૈ' પણ ઋત્વિક રોશનની પહેલી ફિલ્મ હતી.

ચાહકોને તેમની જોડી ખૂબ ગમતી હતી. અમીષા પટેલે સોનિયાની ભૂમિકા ભજવી હતી, તેણે પોતાના અભિનયથી ચાહકોના દિલ જીતી લીધા હતા. અમીષા પટેલની કુલ નેટવર્થ અંદાજે 265 કરોડ રુપિયા છે.

અમીષા પટેલના નામની સ્ટોરી પણ ખુબ રસપ્રદ છે. તેનું નામ તેના માતા-પિતાના નામ પર થી રાખવામાં આવ્યું છે. પિતા અમિત પટેલનું નામ અને માતા આશા પટેલના નામના સ્પેલિંગના છેલ્લા 3 અક્ષર જોડીને રાખવામાં આવ્યું છે. અમીષા પટેલના ભાઈનું નામ અશ્મિત પટેલ છે.

તમને જણાવી દઈએ કે, અમીષા પટેલ 51 વર્ષની ઉંમરે પણ સિંગલ છે. અમીષા પટેલ સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. અમીષા પટેલના આખા પરિવારનું નામ મેષ રાશી પરથી રાખવામાં આવ્યું છે.
આખા પરિવારનું નામ મેષ રાશિ પરથી, 50 વર્ષની ઉંમરે આજે પણ કુંવારી છે અભિનેત્રી, આવો છે પરિવાર અહી ક્લિક કરો
