AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પૈસા ‘FD’ માં રોકવા કે ‘SIP’ માં? જાણો તમારા માટે કયો વિકલ્પ વધુ ‘યોગ્ય’ છે

રોકાણને લઈને દરેક વ્યક્તિના મનમાં એક જ સવાલ હોય છે કે, 'પૈસા' ફિક્સ્ડ ડિપોઝિટ (FD) માં લગાવવા જોઈએ કે પછી સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) માં? એવામાં જણાવી દઈએ કે, રોકાણના બંને વિકલ્પોની પોતાની આગવી વિશેષતાઓ છે.

| Updated on: Jun 12, 2026 | 1:23 PM
Share
FD ચોક્કસ વળતર અને મૂડીની સુરક્ષા પૂરી પાડે છે, જ્યારે SIP દ્વારા રોકાણકારો મ્યુચ્યુઅલ ફંડમાં નિયમિત રોકાણ કરીને બજાર આધારિત વળતરનો લાભ ઉઠાવી શકે છે. હકીકતમાં, સાચા વિકલ્પની પસંદગી રોકાણકારના લક્ષ્ય, જોખમ લેવાની ક્ષમતા અને રોકાણના સમયગાળા પર આધાર રાખે છે.

1 / 5
FD એ એવા લોકો માટે રોકાણનો એક લોકપ્રિય વિકલ્પ છે, જેઓ પોતાના પૈસાની સુરક્ષા ઈચ્છે છે. આમાં રોકાણકારને પહેલેથી જ ખબર હોય છે કે, રોકાણનો સમયગાળો પૂરો થયા પછી તેને કેટલું વળતર મળશે. બજારમાં આવતા ઉતાર-ચઢાવની FD પર કોઈ અસર થતી નથી, તેથી જોખમથી બચવા માંગતા રોકાણકારો માટે તે યોગ્ય માનવામાં આવે છે. આ ઉપરાંત, FD દ્વારા નિયમિત આવક મેળવવાનો વિકલ્પ પણ ઉપલબ્ધ હોય છે, જે નિવૃત્ત લોકો અથવા નિશ્ચિત આવક ઈચ્છતા લોકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

2 / 5
બીજી તરફ, SIP એ મ્યુચ્યુઅલ ફંડમાં નિયમિત રોકાણ કરવાની એક રીત છે. આમાં રોકાણકાર દર મહિને એક નિશ્ચિત રકમનું રોકાણ કરે છે. SIPનો સૌથી મોટો ફાયદો એ છે કે, તેમાં નાની રકમથી પણ રોકાણ શરૂ કરી શકાય છે. SIP દ્વારા રોકાણકારોને "રૂપી કોસ્ટ એવરેજિંગ"નો લાભ મળે છે, જેનાથી બજારના ઉતાર-ચઢાવની અસર ઓછી થઈ શકે છે. આ ઉપરાંત, લાંબાગાળા સુધી રોકાણ જાળવી રાખવા પર કમ્પાઉન્ડિંગનો લાભ મળે છે, જેનાથી રોકાણની રકમ સમય જતાં ઝડપથી વધી શકે છે.

3 / 5
જો તમે મધ્યમ ગાળા માટે એટલે કે 7 વર્ષ માટે રોકાણ કરવા માંગતા હોવ, તો FDને બદલે SIP પસંદ કરી શકાય છે. જો કે, SIP એ બજાર સાથે જોડાયેલું રોકાણ છે, જેમાં ઉતાર-ચઢાવનું જોખમ રહેલું હોય છે પરંતુ લાંબાગાળે FDની સરખામણીમાં વધુ વળતર મળવાની શક્યતા પણ હોય છે.

4 / 5
7 વર્ષ જેવા સમયગાળામાં જો તમારો લક્ષ્ય વધુ ફંડ બનાવવાનો હોય અને તમે થોડું જોખમ ઉઠાવી શકતા હોવ, તો SIP વધુ સારો વિકલ્પ સાબિત થઈ શકે છે. SIPની સાથે સ્ટેપ-અપ SIP એટલે કે દર વર્ષે નિશ્ચિત રકમ વધારીને રોકાણ કરો છો, તો FDની સરખામણીમાં ઘણું સારું વળતર મેળવી શકો છો. જો તમે જોખમ લેવા માંગતા ન હોવ, તો નિવૃત્તિ પછી નિશ્ચિત આવક માટે FDમાં પૈસા લગાવી શકો છો.

5 / 5
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં, સોનામાં, મ્યુચ્યુઅલ ફંડમાં અને IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. બજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

સોનામાં રોકાણ કરવાનું વિચારો છો? તો થોભો… દેશના આ 2 મોટા ફંડ હાઉસે ‘ગોલ્ડ સ્કીમ્સ’ પર લગાવી દીધી ‘રોક’

Follow Us
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video

સાગબારા આંદોલનમાં પહેલા જ દિવસે ગેરહાજરીનું મનસુખ વસાવાએ આપ્યુ કારણ

સુરતમાં MLA કુમાર કાનાણીના પત્ર બાદ RTO આવ્યુ એક્શનમાં

ઈઝરાયેલી ઈન્ફ્લુએન્સરે સલામ કરી કહ્યું- 'અમે આ ક્યારેય નહીં ભૂલીએ'

અંબાજી મંદિરમાં સોનાની ભેટમાં ઘટાડો, 5 વર્ષના આંકડા જુઓ

જુનાગઢના મગફળી સંશોધન કેન્દ્ર એ મગફળીમાં કર્યુ ક્રાંતિકારી સંશોધન

ગુજરાતમાં વરસાદની સંભાવના નહીં, ગરમીની અસર શરૂ, પવનની દિશા પલટાશે

કાળી પટ્ટી અને પોસ્ટર સાથે અમદાવાદમાં વેપારીઓએ MDRનો કર્યો વિરોધ

ઝડપાયેલી પાકિસ્તાની બોટનું નામ ‘આઝાદ’ હોવાનું સામે આવ્યું

પિઝામાંથી નીકળ્યો વાળ! આણંદના Pizza Hutમાં ગ્રાહકનો કડવો અનુભવ

g clip-path="url(#clip0_868_265)">