AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સોના-ચાંદીના રોકાણકારોની ચિંતામાં થયો ‘વધારો’… ગોલ્ડ-સિલ્વર ETF માં આવ્યો ‘મોટો કડાકો’, શું આ રોકાણ કરવાનો સાચો સમય છે?

સોના અને ચાંદીમાં રોકાણ કરનારાઓ માટે એક મહત્વના સમાચાર આવ્યા છે. વૈશ્વિક બજારમાં કિંમતો ઘટવાના કારણે ગોલ્ડ અને સિલ્વર ઇટીએફ (ETF) માં પણ નબળાઈ જોવા મળી છે.

| Updated on: Jun 08, 2026 | 7:09 PM
Share
સોના અને ચાંદીમાં રોકાણ કરનારા રોકાણકારો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ગ્લોબલ માર્કેટમાં કીમતી ધાતુઓની કિંમતોમાં આવેલી ભારે નબળાઈની અસર ભારતના ગોલ્ડ અને સિલ્વર ઇટીએફ (ETF) પર પણ સ્પષ્ટપણે જોવા મળી છે. મોટાભાગના ગોલ્ડ ઇટીએફમાં 3 ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે. બીજીબાજુ, સિલ્વર ઇટીએફમાં 6 ટકાથી વધુનો કડાકો જોવા મળ્યો છે.

1 / 7
બજારના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક દિવસોથી આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું અને ચાંદી બંને દબાણ હેઠળ છે. આની સીધી અસર એવા રોકાણકારો પર પડી છે, જેમણે ગોલ્ડ અને સિલ્વર ઇટીએફ દ્વારા રોકાણ કર્યું છે. સોમવારે (08 જૂનના રોજ) બજાર ખુલતાની સાથે જ આ ફંડ્સમાં વેચવાલી વધી ગઈ અને તેમની કિંમતોમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે.

2 / 7
ગોલ્ડ ઇટીએફની વાત કરીએ તો, ઘણા મોટા ફંડ્સ લાલ નિશાનમાં ટ્રેડ થતા જોવા મળ્યા હતા. રોકાણકારોની પસંદગી માનવામાં આવતા કેટલાક અગ્રણી ગોલ્ડ ઇટીએફમાં આશરે 3 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો. આનાથી એવા રોકાણકારોની ચિંતા વધી ગઈ છે કે, જેઓ સુરક્ષિત રોકાણ તરીકે સોનામાં નાણાં લગાવે છે.

3 / 7
જો કે, સૌથી વધુ દબાણ ચાંદી સાથે જોડાયેલા ફંડ્સ પર જોવા મળ્યું છે. કેટલાક મોટા સિલ્વર ઇટીએફમાં 6 ટકાથી વધુનો ઘટાડો આવ્યો છે. બજારના નિષ્ણાતોનું કહેવું છે કે, ચાંદીના ભાવમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે અને હાલમાં તેમાં વેચવાલીનું દબાણ વધુ દેખાઈ રહ્યું છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ, છેલ્લા ટ્રેડિંગ સેશનમાં પણ સોના અને ચાંદીના ભાવમાં તીવ્ર ઘટાડો આવ્યો હતો. ઘરેલું કોમોડિટી માર્કેટમાં સોનું એક જ દિવસમાં ઘણું નીચે સરકી ગયું હતું અને સોમવારે પણ નબળાઈ યથાવત રહી હતી. ટેકનિકલ સંકેતો પણ હાલમાં સોના અને ચાંદી માટે બહુ મજબૂત માનવામાં આવી રહ્યા નથી.

4 / 7
નિષ્ણાતોનું કહેવું છે કે, સોનું હાલમાં તેના કેટલાક મહત્વપૂર્ણ સ્તરોથી નીચે ટ્રેડ થઈ રહ્યું છે. બીજી તરફ, ચાંદીમાં નબળાઈ વધુ જોવા મળી રહી છે. બજારમાં ગોલ્ડ-સિલ્વર રેશિયો પણ વધ્યો છે. આનો અર્થ એ છે કે, ચાંદીનું પ્રદર્શન સોનાની સરખામણીએ નબળું રહ્યું છે. આ ઘટાડા પાછળ ઘણા વૈશ્વિક કારણો જણાવવામાં આવી રહ્યા છે.

5 / 7
પશ્ચિમ એશિયામાં વધતો તણાવ, ક્રૂડ ઓઈલના ભાવમાં તેજી અને રોકાણકારોની બદલાતી રણનીતિએ કીમતી ધાતુઓ પર દબાણ વધાર્યું છે. આ સિવાય અમેરિકી ડોલરમાં મજબૂતી આવવાને કારણે પણ સોનું અને ચાંદી નબળા પડ્યા છે. બજારના નિષ્ણાતોનું માનવું છે કે, જ્યાં સુધી આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈ મોટો સકારાત્મક સંકેત નહીં મળે, ત્યાં સુધી સોના અને ચાંદી બંનેમાં દબાણ ચાલુ રહી શકે છે. ખાસ કરીને ચાંદીમાં ઉતાર-ચઢાવ વધુ જોવા મળી શકે છે.

6 / 7
રોકાણકારોને સલાહ આપવામાં આવી રહી છે કે, તેઓ ગભરાટમાં કોઈ નિર્ણય લેવાને બદલે બજારની દિશા પર નજર રાખે. બીજું કે, જે લોકો લાંબાગાળા માટે રોકાણ કરે છે, તેમના માટે આવા ઉતાર-ચઢાવ સામાન્ય માનવામાં આવે છે. નવા રોકાણકારોએ હાલમાં સાવચેતીપૂર્વક પગલાં ભરવાની જરૂર છે, કારણ કે ગ્લોબલ માર્કેટમાં અનિશ્ચિતતા હજુ પણ યથાવત છે. સમગ્ર રીતે જોતાં, 8 જૂનનો દિવસ ગોલ્ડ અને સિલ્વર ઇટીએફના રોકાણકારો માટે મુશ્કેલ રહ્યો હતો. સોનામાં જ્યાં મર્યાદિત ઘટાડો જોવા મળ્યો હતો, ત્યાં ચાંદી સાથે જોડાયેલા ફંડ્સમાં મોટી નબળાઈએ રોકાણકારોની ચિંતા વધારી દીધી છે.

7 / 7

સોનામાં રોકાણ કરવાનું વિચારો છો? તો થોભો… દેશના આ 2 મોટા ફંડ હાઉસે ‘ગોલ્ડ સ્કીમ્સ’ પર લગાવી દીધી ‘રોક’

Follow Us
વરસાદથી વલસાડની વરવી સ્થિતિ, DyCM હર્ષ સંઘવીએ કરી સમીક્ષા

પાટણમાં ચાલુ વરસાદે તંત્ર રોડ ખોદીને પાણીના નિકાલની વ્યવસ્થા કરવા બેઠુ

બનાસકાંઠાના ભાભરમાં મેઘતાંડવ! 10 ઈંચ વરસાદથી પાણીમાં ગરકાવ થયું ગામ

દક્ષિણ-મધ્ય બાદ હવે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રનો વારોઃ અંબાલાલ પટેલ

વિકાસને નામે AMC-સરકારે શહેરીજનો માટે સમસ્યા સર્જીઃ સ્થાનિક રહીશો

છાપરા પર ફસાયેલા લોકોને હેલિકોપ્ટરથી બચાવવામાં આવ્યા

ખેડાના નડિયાદમાં 15 ઈંચથી વધુ વરસાદ, શહેરના અનેક વિસ્તારો જળબંબાકાર

અમદાવાદ પાણી-પાણી! મેયર-કમિશનર ટ્રેક્ટર લઈને નિરીક્ષણ કરવા પહોંચ્યા

અમદાવાદનું શેલા વરસાદના પાણીમાં ગરકાવ! 20થી વધુ કાર પાણીમાં ડૂબી

અમદાવાદ શહેરમાં બોટના સહારે લોકોની અવરજવર, ઈસનપુર-મણિનગરમાં જળબંબાકાર

g clip-path="url(#clip0_868_265)">