આજકાલ સ્ટ્રોબેરીનો ઉપયોગ કેટલાક લોકો જામ, જેલી અને ડેઝર્ટ તેમજ ગાર્નિશિંગ માટે પણ કરવા લાગ્યા છે. તો આજે આપણે સ્ટ્રોબેરી ખાવાના ફાયદા વિશે જાણીશું.
1 / 6
લાલ રંગનું આ નાનકડા ફળ સ્ટ્રોબેરીમાં વિટામિન-સી, એન્ટીઓક્સીડેન્ટ, ફોલેટ અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વોથી ભરપુર હોય છે. જે આપણા હાર્ટ માટે પણ ફાયદાકારક છે. સ્ટ્રોબેરી ખાવાથી તમારું બ્લડ પ્રેશર પણ કંટ્રોલમાં રહે છે.
2 / 6
સ્ટ્રોબેરીમાં પોલીફેનોલ કંપાઉન્ડ ભરપુર માત્રામાં જોવા મળે છે, જે તેને તમારા હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક બનાવે છે. આ તમને હાર્ટ એટેક જેવા ગંભીર જોખમોથી પણ બચાવે છે. સ્ટ્રોબેરીમાં પોટેશિયમની માત્રા ભરપુર માત્રામાં હોય છે. જે આપણા હાર્ટ માટે રામબાણ છે.
3 / 6
તમને જણાવી દઈએ કે, સ્ટ્રોબેરીમાં ફાઈબર ભરપુર માત્રામાં હોય છે. જે વજન ઓછો કરવા માટે પણ ફાયદાકારક છે.સ્ટ્રોબેરીના પાંદડા પણ ખુબ ફાયદાકારક છે. તે મેટાબોલિઝમને સુધારવા અને કોલેસ્ટ્રોલ લેવલને ઓછું કરવામાં મદદ કરે છે.
4 / 6
ગર્ભવતી માતા માટે લાલ રંગની સ્ટ્રોબેરી ખાવી ફાયદાકારક માનવામાં આવે છે. એક સ્ટ્રોબેરીમાં લગભગ 27 ગ્રામ કેલ્શિયમ હોય છે. તેના સેવનથી બાળકના દાંત અને હાડકાંનો વિકાસ ઝડપી બનશે. તમે ઈચ્છો તો તેને જ્યુસ, સ્મૂધી કે સલાડમાં મિક્સ કરીને ખાઈ શકો છો.
5 / 6
સ્ટ્રોબેરીમાં ફાઈબર ભરપુર માત્રામાં હોય છે. તેના સેવન કરવાથી કબજીયાતમાંથી રાહત મળે છે. સ્ટ્રોબેરીનું સેવન કરવાથી પાચન સંબંધી તમામ પરેશાનીઓને દુર કરવામાં મદદ કરે છે.જો તમે નબળા હાડકાંની સમસ્યાથી પરેશાન છો, તો સ્ટ્રોબેરી તમારી સમસ્યા દૂર કરી શકે છે. સ્ટ્રોબેરીમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વો મળી આવે છે જે હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે.
6 / 6
હેલ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહિં ક્લિક કરો