20 ડિસેમ્બરના મહત્વના સમાચાર : અમદાવાદના વસ્ત્રાપુરમાંથી ઈ સિગારેટનો જથ્થો ઝડપાયો

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 20, 2024 | 1:03 PM

આજ 20 ડિસેમ્બરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

20 ડિસેમ્બરના મહત્વના સમાચાર : અમદાવાદના વસ્ત્રાપુરમાંથી ઈ સિગારેટનો જથ્થો ઝડપાયો

LIVE NEWS & UPDATES

  • 20 Dec 2024 01:01 PM (IST)

    હરિયાણાના પૂર્વ મુખ્ય પ્રધાન ઓમ પ્રકાશ ચૌટાલાનું નિધન

    હરિયાણાના પૂર્વ સીએમ ઓમ પ્રકાશ ચૌટાલાનું 89 વર્ષની વયે નિધન થયું છે. ઓમ પ્રકાશ ચૌટાલા સાત વખત ધારાસભ્ય અને પાંચ વખત મુખ્યમંત્રી રહી ચુક્યા છે.

  • 20 Dec 2024 01:00 PM (IST)

    અમદાવાદના વસ્ત્રાપુરમાંથી ઈ સિગારેટનો જથ્થો ઝડપાયો

    અમદાવાદના વસ્ત્રાપુરમાંથી ઈ સિગારેટનો જથ્થો ઝડપાયો છે. ઇલેક્ટ્રિક સિગારેટ વેપના જથ્થા સાથે વસ્ત્રાપુર પોલીસે એક યુવકને ઝડપ્યો છે. મોજશોખ માટે યુવકે ઓનલાઇન મંગાવ્યો હતો ઈ-સિગરેટ વેપનો જથ્થો. અલગ અલગ ફ્લેવરની 27 ઈ-સિગરેટ સહિત 5.27 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. વસ્ત્રાપુર પોલીસે ગુનો નોધી વધુ તપાસ શરૂ કરી છે.

  • 20 Dec 2024 12:55 PM (IST)

    સુરત પોલીસે, અમદાવાદ મોકલાતા ચાઈનીઝ દોરીના જથ્થાને આઈસર વાહન સાથે ઝડપ્યો

    સુરતના પાંડેસરાથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો જથ્થો અમદાવાદ ડિલિવરી માટે લઈ જવાઈ રહ્યો હતો. જે પહેલા પોલીસે ડીંડોલી સાંઈ પોઇન્ટ નજીકથી મોટી માત્રામાં જથ્થા સાથે એકને ઝડપી પાડયો છે. જ્યારે બે લોકોને વોન્ટેડ જાહેર કર્યાં છે.  અબોલ પક્ષીઓ અને માનવ જીવ માટે ઘાતક સમાન કાતિલ દોરીનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.  પોલીસે 21 લાખથી વધુ નો મુદ્દા માલ જપ્ત તો કર્યો છે

  • 20 Dec 2024 11:27 AM (IST)

    રાજકોટના રામનાથપરા, સોની બજાર, વર્ધમાનનગર, પ્રહલાદ પ્લોટ સહિતના વિસ્તારોમાં અશાંતધારો લાગુ કરવા BJP ના MLA ની માંગ

    રાજકોટમાં અશાંતધારા લાગુ કરવા માટે વધુ એક ધારાસભ્યે રજૂઆત કરી છે. રાજકોટ દક્ષિણના ધારાસભ્ય રમેશ ટીલાળાએ અશાંતધારાને લઇને જિલ્લા કલેકટર સમક્ષ રજૂઆત કરી છે. રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર, વોર્ડ નંબર 7, 8 અને 14માં અશાંતધારો લાગુ કરવાની કરી માંગ કરી છે. રામનાથપરા, સોની બજાર, વર્ધમાનનગર, પ્રહલાદ પ્લોટ સહિતના અનેક વિસ્તારોમાં અશાંતધારો લાગુ કરવાની કરી માંગ રમેશ ટીલાળા દ્વારા કરવામાં આવી છે.

  • 20 Dec 2024 11:19 AM (IST)

    લોકસભાની કાર્યવાહી અનિશ્ચિત સમય માટે સ્થગિત

    લોકસભાની કાર્યવાહી શરૂ થયા બાદ, રાષ્ટ્રગીતની ધૂન વગાડવામાં આવી હતી. ત્યારબાદ લોકસભાની કાર્યવાહી અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દેવામાં આવી હતી.

  • 20 Dec 2024 10:11 AM (IST)

    ડમી વિદ્યાર્થીને લઈને ન્યૂ તુલીપ ઈન્ટરનેશનલ સ્કૂલ-નિર્માણ હાઈસ્કૂલને CBSE એ ફટકારી નોટિસ

    ડમી વિદ્યાર્થીઓને લઈ CBSE એ અમદાવાદની 2 શાળાઓને નોટિસ ફટકારી છે. ધી ન્યૂ તુલીપ ઈન્ટરનેશનલ સ્કૂલ અને વસ્ત્રાપુરની નિર્માણ હાઈસ્કૂલને નોટિસ પાઠવવામાં આવી છે. CBSE ટીમની તપાસમાં શાળામાં ડમી વિદ્યાર્થીઓ હોવાનું ધ્યાને આવ્યું હતું. ડમી વિદ્યાર્થીઓને લઈ શાળાઓને શો કોઝ નોટિસ ફટકારાઈ છે. 18-19 ડિસેમ્બરે CBSE ની ટીમે દેશભરની 29 શાળાઓમાં તપાસ કરી હતી. ગુજરાતમાં અમદાવાદની તુલિપ અને નિર્માણ હાઈસ્કૂલમાં તપાસ કરવામાં આવી હતી. તપાસમાં CBSE ના નિયમોનું યોગ્ય રીતે પાલન ના થતા શોકોઝ નોટિસ અપાઈ છે.

  • 20 Dec 2024 09:49 AM (IST)

    નલિયા થયુ ઠંડુગાર, પારો પહોચ્યો 6.4 ડિગ્રીએ, જાણો ગુજરાતના અન્ય શહેરોમાં ઠંડીનો પારો ક્યાં અટક્યો ?

    ગુજરાતમાં કેટલાક શહેરોમાં ઠંડીનો પારો 10 ડિગ્રીની અંદર ગગડી ગયો છે. નલિયા, રાજકોટ, ભુજ જેવા શહેરમાં ઠંડીનો તીવ્ર ચમકારો અનુભવાઈ રહ્યો છે. આ શહેરોમાં ઠંડીનો પારો ગગડીને 10 ડિગ્રીની અંદર જતો રહ્યો છે. આજે શુક્રવારે નલિયામાં ઠંડીનો પારો 6.4 ડિગ્રીએ અટક્યો છે, તો રાજકોટમાં 9.5 ડિગ્રીએ. અમદાવાદ 13.4, અમરેલી 12.6, વડોદરા 14.6 ડિગ્રી, ભાવનગર 15.4 ડિગ્રી, ભુજ 10.2 ડિગ્રી, ડિસા 12.9 ડિગ્રી, ગાંધીનગર 11.5 ડિગ્રી, પોરબંદર 14 ડિગ્રી, સુરત 16.8 ડિગ્રી, વેરવાળ 15.4 ડિગ્રી ઠંડી નોંધાઈ છે.

  • 20 Dec 2024 09:09 AM (IST)

    વડોદરા નેશનલ હાઇવે નંબર 48 પર ટેન્કરમાંથી ઝડપાયો વિદેશી દારૂનો જથ્થો

    વડોદરા નેશનલ હાઇવે નંબર 48 પર વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે. વડોદરા ગ્રામ્ય LCBએ ભરથાણા ટોલટેક્સ પાસેથી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. નેશનલ હાઇવે નંબર 48 પર  પસાર થતા ટેન્કરમાંથી વિદેશી દારૂની 812 પેટી મળી આવી હતી. વડોદરા ગ્રામ્ય LCBએ 68 લાખ 51 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

  • 20 Dec 2024 08:51 AM (IST)

    જયપુરમાં મોટી દુર્ઘટના, બસ સાથે અથડાયા બાદ CNG ટેન્કર ફાટ્યું, 4ના મોત

    જયપુર-અજમેર હાઈવે પર એક મોટો અકસ્માત થયો છે. બસની ટક્કર બાદ ટેન્કરમાં વિસ્ફોટ થયો હતો. 15 વાહનોમાં આગ લાગી હતી. આ ઘટનામાં ચાર લોકોના મોત થયા છે. જ્યારે 20-25 લોકો ઘાયલ થયા છે.

  • 20 Dec 2024 08:42 AM (IST)

    જામનગરના પૂર્વ પીએસઆઈ અને એક પોલીસ કોન્સ્ટેબલને લાંચ લેવાના કેસમાં 4 વર્ષની કેદ

    12 વર્ષ પૂર્વે રૂપિયા 40,000ની લાંચ લેવાના કેસમાં જામનગરના તત્કાલિન PSI અને અન્ય એક પોલીસ કોન્સ્ટેબલને 4 વર્ષની કેદની સજા સ્પેશીયલ કોર્ટે ફટકારી છે. 12 વર્ષ પૂર્વે બંનેને ACBએ લાંચ લેતા રંગે હાથ પકડીને લાંચની માંગણી અને સ્વીકારવાનો ગુનો નોંધાયો હતો. વર્ષ 2012માં પ્રોહિબિશન એકટના ગુનામાં જામીન પર છોડવા, સહ આરોપીનુ નામ નહી બોલવા અને સ્કટુર કબજે ના કરવા 40 હજારની લાંચની માંગણીની ફરીયાદ પરથી એસીબીએ લાંચ લેતા ઝડપી પાડ્યા હતા. એસીબી દ્વારા આરોપીઓ વિરૂધ્ધ ગત તા. 31/10/2012ના ગુનો દાખલ કરાયો હતો.

  • 20 Dec 2024 07:55 AM (IST)

    BZ કૌંભાડમાં CID એ પ્રાંતિજમાંથી શિક્ષકની કરી અટકાયત

    સીઆઈડી ક્રાઈમે બીઝેડ કૌંભાડ મામલે હિંમતનગરના પ્રાંતિજમાંથી પ્રાથમિક શિક્ષકની કરી અટકાયત છે. મોડી સાંજે સીઆઈડીની ટીમે બે શખ્સની અટકાયત કરી છે. સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષકની ફરજ બજાવતો હોવા છતાં, બીઝેડ ગ્રુપની ઓફિસમાં કામ કરતો હતો. ભૂપેન્દ્ર ઝાલાના મદદનીશ તરીકે કામ કરતો હોઈ કૌભાંડમાં અનેક ખુલાસા થવાની શક્યતા છે. સીઆઈડીના હાથે ઝડપાયેલ શિક્ષક,  જિલ્લા પંચાયત અને શિક્ષણના સ્થાનિક અધિકારીઓનું ભૂપેન્દ્ર ઝાલા માટે લાયઝનીંગનું કામ કરતો હતો.

  • 20 Dec 2024 07:53 AM (IST)

    બનાસકાંઠાના ધાનેરામાં ધોરણ 11 માં ભણતા વિદ્યાર્થીએ કર્યો આપઘાત

    બનાસકાંઠાના ધાનેરામાં ધોરણ 11 માં ભણતા વિદ્યાર્થીએ આપઘાત કર્યો છે. અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ જીવન લીલા સંકેલી લીધી છે. તરુણનું મોત થતા પરિવાર અને સમાજમાં અરેરાટી વ્યાપી છે. મૃતદેહને પીએમ અર્થે ખસેડીને સમગ્ર મામલે ધાનેરા પોલીસે તપાસ હાથ ધરી છે.

  • 20 Dec 2024 07:51 AM (IST)

    ડુંગળીની નિકાસ પર લદાયેલ ડ્યુટી રદ કરવા માંગ

    ભાવનગરના મહુવા માર્કેટીગ યાર્ડના પ્રમુખે, કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગપ્રધાનને પત્ર લખીને ડુંગળીની નિકાસ પર લાદવામાં આવેલ 20 ટકા ડ્યુટી તાકીદે રદ કરવાની માંગ કરી છે. દિવસે ને દિવસે ઘટતા ડુંગળીના ભાવ ને લઈને મહુવા માર્કેટિંગ યાર્ડના પ્રમુખ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રીને પત્ર લખ્યો છે.

    ડુંગળીની નિકાસ પર જે 20 %  ડ્યુટી લગાવવામાં આવી છે તે તાત્કાલિક દૂર કરવાની જરૂર છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમજ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલ  તેમજ વિસ્તારના સાંસદ ભરતભાઈ સુતરીયાને પત્ર પાઠવવામાં આવ્યો છે. માર્કેટિંગ યાર્ડમાં મોટા પ્રમાણમાં ડુંગળીની આવક થઈ રહી છે, પરંતુ ડુંગળીના ભાવ નીચા જતા ખેડૂતોમાં નિરાશા જોવા મળી રહી છે.

  • 20 Dec 2024 07:48 AM (IST)

    ગાંધીનગરના ચન્દ્રાલા ગામે દૂષિત પાણીથી રોગચાળો ફાટી નીકળ્યો

    ગાંધીનગરના ચન્દ્રાલા ગામે દૂષિત પાણીથી રોગચાળો ફાટી નીકળ્યો છે. ચન્દ્રાલા ગામે કમળાના 25 થી 30 જેટલા દર્દીઓ  નોંધાયા છે. 6 દર્દીઓ ચન્દ્રાલા સાર્વજનિક હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે, જેમા 4 ને રજા અપાઈ છે. છેલ્લા 4થી 5 મહિનાથી દૂષિત પાણી આવવાની સમસ્યાથી ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

  • 20 Dec 2024 07:32 AM (IST)

    સુરેન્દ્રનગરના સાયલાના ધજાળા ગામના ખેતરમાંથી ગાંજાનું વાવેતર ઝડપાયુ

    સુરેન્દ્રનગરના સાયલાના ધજાળા ગામે આરોપી સુમીત ઉર્ફે સુમો મેણીયા પોતાના ખેતરમાં ગાંજાનું વાવેતર કરતો હતો. પોલીસે ખેતરમાં દરોડા પાડીને લીલા ગાંજાના વાવેતરના છોડ નંગ 13 કે જેનુ વજન 4 કીલો 150 ગ્રામનું હતુ તે મળી આવ્યા હતા. પોલીસે આરોપીની લીલો ગાંજો કિમત 41 હજાર 500 ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી પુછપરછ હાથ ધરી

સુરેન્દ્રનગરના સાયલાના ધજાળા ગામે ખેતરમાં ગાંજાનું વાવેતર SOG પોલીસે ઝડપી પાડ્યું છે. ગાંધીનગરના ચન્દ્રાલા ગામે દૂષિત પાણીથી રોગચાળો ફાટી નીકળ્યો છે. ચન્દ્રાલા ગામે 25 થી 30 જેટલા કમળાના દર્દી નોંધાયા છે. ડુંગળીની નિકાસ પર લગાવેલ 20 ટકા નિકાસ ડ્યુટી હટાવવા માટે ભાવનગર મહુવા માર્કેટિંગ યાર્ડના પ્રમુખે કેન્દ્રીય વાણિજ્ય એને ઉદ્યોગ મંત્રીને પત્ર લખ્યો છે.

ખેડૂત આંદોલન સંદર્ભે શંભુ સરહદ કેસની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં થશે. ધનબાદમાં કોલસાની ચોરીની સીબીઆઈ તપાસ માટે ઝારખંડ હાઈકોર્ટના આદેશ અને તેમાં પોલીસની સંડોવણી સામે દાખલ કરાયેલી અરજીની સુનાવણી હવે સુપ્રીમ કોર્ટમાં થશે.

અજમેર દરગાહને લઈને વિવાદ ચાલુ છે. હિન્દુ સંગઠનનો દાવો છે કે અહીં શિવ મંદિરના અવશેષો છે. કોર્ટે દરગાહ કમિટીને નોટિસ પાઠવીને તેનો જવાબ માંગ્યો છે, જે આજે આપવાનો છે. આજના દિવસના મોટા અપડેટ્સ વાંચો…

Published On - Dec 20,2024 7:32 AM

Follow Us:
RSSના કાર્યક્રમને લઈને ગુજરાત વિદ્યાપીઠમાં વિવાદ !
RSSના કાર્યક્રમને લઈને ગુજરાત વિદ્યાપીઠમાં વિવાદ !
મોરબીના ટંકારા અને હળવદમાં વધુ 6 ડોકટર ઝડપાયા
મોરબીના ટંકારા અને હળવદમાં વધુ 6 ડોકટર ઝડપાયા
રખિયાલ અને બાપુનગર વિસ્તારોમાં હાથ ધર્યું કોમ્બિંગ
રખિયાલ અને બાપુનગર વિસ્તારોમાં હાથ ધર્યું કોમ્બિંગ
BZ ગ્રુપના કૌભાંડમાં CIDની કાર્યવાહી, શિક્ષક સહિત 2ની અટકાયત
BZ ગ્રુપના કૌભાંડમાં CIDની કાર્યવાહી, શિક્ષક સહિત 2ની અટકાયત
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડી સાથે માવઠાની આગાહી
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડી સાથે માવઠાની આગાહી
સત્તાધારધામ વિવાદ: પ્રજાપતિ સમાજના યુવાનોએ બાઈક રેલી યોજી વિરોધ કર્યો
સત્તાધારધામ વિવાદ: પ્રજાપતિ સમાજના યુવાનોએ બાઈક રેલી યોજી વિરોધ કર્યો
રાજ્યવાસીઓને ઠંડીમાંથી મળશે આંશિક રાહત- અંબાલાલ પટેલ
રાજ્યવાસીઓને ઠંડીમાંથી મળશે આંશિક રાહત- અંબાલાલ પટેલ
ઝારખંડની 10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના પર રાજનીતિ ગરમાઇ
ઝારખંડની 10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના પર રાજનીતિ ગરમાઇ
અમદાવાદ: રખિયાલ વિસ્તારમાં લુખ્ખાએ પોલીસને ખુલ્લી તલવાર બતાવી ભગાડી
અમદાવાદ: રખિયાલ વિસ્તારમાં લુખ્ખાએ પોલીસને ખુલ્લી તલવાર બતાવી ભગાડી
વડોદરાના લાકોદરા ગામે પાસે અજાણ્યા વાહને 3 જૈન સાધ્વીને મારી ટક્કર
વડોદરાના લાકોદરા ગામે પાસે અજાણ્યા વાહને 3 જૈન સાધ્વીને મારી ટક્કર
g clip-path="url(#clip0_868_265)">