Ahmedabad : લુખ્ખા તત્વોના આતંક બાદ પોલીસ એક્શનમાં, રખિયાલ અને બાપુનગર વિસ્તારોમાં હાથ ધર્યું કોમ્બિંગ, જુઓ Video
બે દિવસ પહેલા રખિયાલ વિસ્તારમાં રાત્રીના સમયે અસામાજિક તત્વોએ પોલીસ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે પોલીસ દ્વારા આરોપી ફઝલને રામોલ વિસ્તારથી ઝડપી પાડવામાં આવ્યો હતો. રખિયાલ અને બાપુનગર વિસ્તારમાં લુખ્ખા તત્વોનો આતંકનો અંત લાવવા માટે પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યુ હતુ.
અમદાવાદમાં દિવસે દિવસે લુખ્ખા તત્વોનો આતંક વધી રહ્યો હોય તેવી સ્થિતિ જોવા મળી છે. બે દિવસ પહેલા રખિયાલ વિસ્તારમાં રાત્રીના સમયે અસામાજિક તત્વોએ પોલીસ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે પોલીસ દ્વારા આરોપી ફઝલને રામોલ વિસ્તારથી ઝડપી પાડવામાં આવ્યો હતો.
રખિયાલમાં લુખ્ખા તત્વોના આતંકનો અંત લાવવા માટે પોલીસ એકશનમાં આવી હતી. પોલીસે રખિયાલ અને બાપુનગર વિસ્તારોમાં કોમ્બિંગ હાથ ધર્યું હતુ. પોલીસે ગરીબનગરના છાપરા અને સુંદરમનગર વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી.
અમદાવાદના અન્ય વિસ્તારની પોલીસ પણ જોડાઈ કોમ્બિંગમાં
કોમ્બિંગમાં ઉચ્ચ અધિકારીઓ સાથે સ્થાનિક પોલીસ અને LCB પણ જોડાઈ હતી. રખિયાલ અને બાપુનગરમાં અસામાજિક તત્વો સામે પોલીસ વિભાગ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જો કે લુખ્ખા તત્વોના આતંકનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસ બેડામાં ખળભળાટ મચી ગઈ હતી. જેના પગલે અમદાવાદના અન્ય વિસ્તારોની પોલીસ પણ કોમ્બિંગમાં જોડાઈ હતી.