આજનું હવામાન : ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડી સાથે માવઠાની આગાહી, જાણો ક્યાં વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ, જુઓ Video

આજનું હવામાન : ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડી સાથે માવઠાની આગાહી, જાણો ક્યાં વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ, જુઓ Video

| Updated on: Dec 20, 2024 | 8:03 AM

હવામાન વિભાગ અને હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ઠંડીને લઈને મોટી આગાહી કરી છે. તેમની આગાહી અનુસાર રાજ્યના અનેક વિસ્તારોમાં કડકતી ઠંડી સાથે કમોસમી વરસાદની કહેર થઈ શકે છે. જાણો ક્યાં વિસ્તારોમાં માવઠું પડી શકે છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યના અનેક વિસ્તારોમાં કડકડતી ઠંડી પડશે. આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં કોલ્ડવેવની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. સૌરાષ્ટ્રનું પોરબંદર અને કચ્છમાં કાતિલ ઠંડી પડે તેવી આગાહી કરવામાં આવી છે. પોરબંદરમાં લઘુતમ તાપમાન 11 ડિગ્રીની આસપાસ રહે તેવી સંભાવના છે. જ્યારે ગાંધીનગર, અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રીની આસપાસ રહી શકે છે. તેમજ આગામી 5 દિવસ રાજ્યમાં વાતાવરણ સુકૂ રહેશે.

અંબાલાલ પટેલે કરી માવઠાની આગાહી

બીજી તરફ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી અનુસાર રાજ્યમાં સવારના સમયે ઠંડીનો ચમકારો જોવા મળી શકે છે. તેમજ અનેક ભાગમાં લઘુત્તમ તાપમાન ઘટવાની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં 12 ડિગ્રીથી 10 ડિગ્રી તાપમાન થઈ શકે છે. તો જામનગર, રાજકોટ,જૂનાગઢ, અમરેલી અને કચ્છના ભાગોમાં હાડ થીજવતી ઠંડીની આગાહી કરવામાં આવી છે.

ડિસેમ્બરના અંતમાં અને જાન્યુઆરીમાં માવઠાના એંધાણ કરવામાં આવ્યા છે. જ્યારે 26 ડિસેમ્બરથી રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે. હિમાલયના બર્ફીલા પવનોને લીધે ઠંડીનો ચમકારો જોવા મળી શકે છે. તેમજ દક્ષિણ અને પૂર્વ ગુજરાતના ભાગોમાં માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

g clip-path="url(#clip0_868_265)">