Gold Price: સોનું થયું સસ્તું ! પ્રતિ 10 ગ્રામ 1350 રૂપિયાનો ઘટાડો
MCX પર સોનું સસ્તું થયું છે. અહીં સોનાનો 96,000નો સપોર્ટ તૂટી ગયો, છેલ્લો મોટો સપોર્ટ 95000નો છે, જેનાથી હાલ સોનું ફક્ત 700 રૂપિયા દૂર છે, ત્યારે શું સોનાનો ભાવ આજે પણ તૂટશે?

ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે સોનાના ભાવ પર તેની સીધી અસર પડી છે ગઈકાલે MCX પર સોનાનો ભાવ 97,000ને આસપાસ ક્લોઝ થયો હતો જે બાદ આજે ઓપનિંગ સમય એ પણ સોનાનો ભાવ 97,323ની આસપાસ હતો , જોકે હવે સોનાનો ભાવમાં મોટો ઘટાડો થયો છે.

MCX પર સોનું સસ્તું થયું છે. અહીં સોનાનો 96,000નો સપોર્ટ તૂટી ગયો, છેલ્લો મોટો સપોર્ટ 95000નો છે, જેનાથી હાલ સોનું ફક્ત 700 રૂપિયા દૂર છે, ત્યારે શું સોનાનો ભાવ આજે પણ તૂટશે?

TV9 ગુજરાતીએ ગઈકાલે અને આજે બજાર ખુલતા પહેલા કહ્યું હતું કે સોનું 95000 સુધી જશે અને જો આ સપોર્ટ પણ તૂટશે, તો તે 95000 સુધી ગયા પછી રિવર્સ કરશે.

GOLD JUN FUTમુજબ આજે સોનું 95,836ની અરાઉન્ડ છે ત્યારે આજે તેનો Low 95,717 છે જ્યારે તેનો high 97,323 રુપિયા પર છે.

પણ હવે 1.20એ સ્ટોરી અપડેટ કરતા 95000 ની નજીક પહોંચ્યા પછી સોનું ફરી ઉછળ્યું છે. એવું કહેવામાં આવ્યું હતું કે 96 હજાર તૂટ્યો, તેથી 95000 પર ખૂબ જ મજબૂત સપોર્ટ છે.

પહલગામ હુમલાના બરાબર 15 દિવસ પછી ભારતે પાકિસ્તાનમાં આતંકવાદી સાથે બદલો લીધો છે. હાલ બન્ને દેશો વચ્ચે તણાવની સ્થિતિ છે ત્યારે સોનાના ભાવમાં વધઘટ જોવા મળી શકે છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં, COMEX સોનાનો ભાવ પ્રતિ ટ્રોય ઔંસ $3,381.4 ની આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો. સવારે 11:20 વાગ્યે હાજર સોનાનો ભાવ પ્રતિ ઔંસ $3,374.27 ની આસપાસ હતો.

દિલ્હીમાં, 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ. 99,750 હતો. 22 કેરેટ સોના માટે, ગ્રાહકે પ્રતિ 10 ગ્રામ રૂ. 91,450 ખર્ચ કરવા પડશે.
ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે આથી તેનો ભાવ શુ ચાલી રહ્યો છે તેની જાણકારી મેળવવા અહીં ક્લિક કરો

































































