Winter Special Recipes : રેસ્ટરોન્ટ સ્ટાઈલમાં પાલકનો સૂપ બનાવવા અપનાવો આ રેસિપી, જુઓ તસવીરો

શિયાળામાં મોટાભાગના લોકોને ગરમ વસ્તુઓ ખાવાનું પસંદ હોય છે. ત્યારે તમે અવનવી હેલ્ધી અને ટેસ્ટી વાનગીઓ શું બનાવવી તેને લઈને કેટલાક લોકોને મૂંઝવણ હોય છે. તો આજે અમે તમને જણાવી શું કે રેસ્ટરોન્ટ સ્ટાઈલમાં કેવી રીતે ઘરે પાલક સૂપ ઘરે બનાવી શકાય.

| Updated on: Dec 26, 2024 | 11:18 AM
શિયાળામાં પાલક સરળતાથી મળી જાય છે. પાલકનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું છે. પાલકમાં આયર્ન, કેલ્શિયમ, સોડિયમ, ક્લોરિન, ફોસ્ફરસ, મિનરલ્સ, પ્રોટીન, વિટામિન એ અને વિટામિન સી ભરપૂર માત્રમાં હોય છે.

1 / 5
પાલકનો સૂપ બનાવવા માટે પાલક, કોર્નફ્લોર, તેલ, બટર, કાપેલી ડુંગળી, આદુ, કાળી મરી, ખાંડ, મીઠું સહિતની વસ્તુઓની જરુરી પડશે. પાલકનો સૂપ બનાવવા માટે સૌથી પહેલા પાલકના પાંદડાને બરાબર પાણીથી સાફ કરી લો.

2 / 5
પાણી અથવા દૂધમાં 1/2 ટેબલસ્પૂન કોર્ન સ્ટાર્ચ મિક્ષ કરો. ધ્યાન રાખો કે કોર્ન સ્ટાર્ચમાં ગાંઠ ન રહે. હવે એક પેનમાં તેલ અને બટર નાખી મધ્મય આંચ પર ગરમ કરો. તેમાં આદું અને લસણની પેસ્ટ ઉમેરી સાંતળી લો. હવે તેમાં ઝીણી ડુંગળી કાપીને ઉમેરી લો.

3 / 5
ડુંગળી હલ્કી ગુલાબી રંગની થાય ત્યાં સુધી સાંતળો અને તેમાં પાલક ઉમેરો. ત્યારબાદ તેમાં પાણી ઉમેરી તેમાં મીઠું, ખાંડ નાખી ઉકળવા મૂકો. 4-5 મિનીટ માટે ઉકળવા મુકો.

4 / 5
હવે ગેસ બંધ કરી 10 મિનિટ ઠંડુ થવા દો. ત્યારબાદ હેન્ડ બ્લેન્ડર અથવા મિક્સરના માધ્યમથી પ્યુરી બનાવી લો. ત્યારબાદ તેમાં એક પેનમાં લઈ તેમાં કોર્ન સ્ટાર્ચની પેસ્ટ ઉમેરી 3-4 મિનિટ માટે ઉકળવા દો. હવે તેમાં મીઠું અને કાળા મરીનો પાઉડર ઉમેરી સર્વ કરી શકો છો.( All Pic - Getty Images)

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">