26 ડિસેમ્બરના મહત્વના સમાચાર : કોસ્ટગાર્ડે અરબી સમુદ્રમાં ભારતીય – પાક જળ સીમા નજીક કાર્ગો વહાણમાંથી 9 ક્રૂ મેમ્બરનુ કર્યુ રેસ્ક્યુ
આજે 26 ડિસેમ્બરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
દેશના મોટા શહેરોમાં ધુમ્મસની ચાદર જોવા મળી, દિલ્લી, જયપુર સહિત મુંબઈમાં ગાઢ ધુમ્મસ જોવા મળી. ધુમ્મસના કારણે દિલ્લીથી જતી 18 ટ્રેન પડી મોડી. આગામી 3 દિવસ રાજ્યમાં માવઠાના એંધાણ..ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં પડી શકે વરસાદ..અમદાવાદ અને ગાંધીનગરમાં માવઠાની નહીંવત શક્યતા છે. પાટણની HNGUમાં કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ મામલે MLA કિરીટ પટેલ અને ચંદનજી ઠાકોરે કર્યું સરેન્ડર.કોર્ટ તરફથી રાહત મળવામાં વિલંબ થતા કર્યુ સરેન્ડર. ગાંધીનગરમાં દહેગામમાં જૂથ અથડામણમાં 6થી વધુ લોકો ઈજાગ્રસ્ત,,સામાન્ય બાબતે બે જૂથ વચ્ચે બોલાચાલી બાદ કરાયો પથ્થરમારો..પોલીસનો ચુસ્ત બંદોબસ્ત. વડોદરાની રાત્રિ બજારમાં અસામાજીક તત્વો બેફામ. લુખ્ખા તત્ત્વોએ ઘાતક હથિયારો સાથે આઇસ્ક્રીમ પાર્લરમાં કરી તોડફોડ. હરણી પોલીસે નોંધ્યો ગુનો. રાજકોટમાં નબીરાની કાયદાનો ભંગ કરી હતી જન્મદિનની ઉજવણી કરવાના મામલામાં પોલીસે યુવકને માફી મગાવી.
LIVE NEWS & UPDATES
-
કોંગ્રેસ 26 જાન્યુઆરી, 2025થી ‘સંવિધાન બચાવો રાષ્ટ્રીય પદ યાત્રા’ શરૂ કરશે: જયરામ રમેશ
CWCની બેઠક બાદ કોંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યું, ‘અમે માનીએ છીએ કે ભારત જોડો યાત્રાએ કોંગ્રેસને ‘સંજીવની’ આપી હતી. કોંગ્રેસના રાજકારણમાં આ એક મહત્વપૂર્ણ વળાંક હતો. આ પછી, ભારત જોડો ન્યાય યાત્રા નીકળી અને હવે, 26 જાન્યુઆરી, 2025 ના રોજ, અમે વર્ષભર ચાલનારી ‘સંવિધાન બચાવો રાષ્ટ્રીય માર્ચ’ શરૂ કરીશું.
#WATCH | After the CWC meeting, Congress leader Jairam Ramesh says, “…We believe that Bharat Jodo Yatra gave ‘Sanjeevani’ to Congress and it was a turning point in Congress’ politics. Then, Bharat Jodo Nyay Yatra happened and now, on 26 January 2025 – we will launch a year-long… pic.twitter.com/oCTcxXyUcv
— ANI (@ANI) December 26, 2024
-
MLA કીરીટ પટેલ, પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર સહિત કોંગ્રેસના કાર્યકરો જામીન પર મુક્ત
પાટણની HNGUમાં પોલીસ સાથે ઘર્ષણનો કેસમાં MLA કીરીટ પટેલ, પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિત કાર્યકરો જામીન પર મુક્ત થયા છે. પાટણ B ડીવીઝન પોલીસ મથકે જામીન પ્રક્રિયા પૂર્ણ કરાઇ છે. જામીન પ્રક્રિયામાં વિલંબ મામલે પોલીસ સવાલ સામે ઉઠ્યા છે. જામીન પર મુક્ત થયા બાદ ધારાસભ્ય કીરીટ પટેલે કહ્યું- જ્યા સુધી HNGU દારુકાંડ બાબતે કાર્યવાહી નહીં થાય ત્યા સુધી લડત ચાલુ રહેશે. આ દારુકાંડ મામલે DG ઓફિસ સુધી લડત પહોચશે.
-
-
રાજકોટના ભ્રષ્ટ મનસુખ સાગઠિયાની 23.15 કરોડની અપ્રમાણસર મિલકતને ટાંચમાં લેવા આદેશ
રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ સપડાયેલા ભ્રષ્ટ અધિકારી મનસુખ સાગઠિયાની અપ્રમાણસરની 23.15 કરોડની મિલકતો ટાંચમાં લેવા આદેશ કરવામાં આવ્યો છે. રાજકોટ મનપાના પૂર્વ TPO મનસુખ સાગઠિયાએ, પોતાના અને પરિવારજનોના નામે 23.15 કરોડની મિલકતો વસાવેલી હોવાનુ તંત્રની તપાસમાં સામે આવ્યું હતું. મનસુખ સાગઠિયાની કાયદેસરની આવક કરતા 628.42 ટકા અપ્રમાણસર મિલકતો ટાંચમાં લેવા રાજ્ય સરકારની મંજૂરી આપી છે. ACB દ્વારા અપ્રમાણસર મિલકત અંગે ગુનો દાખલ કર્યો હતો.
-
કોસ્ટગાર્ડે અરબી સમુદ્રમાં ભારતીય – પાક જળ સીમા નજીક કાર્ગો વહાણમાંથી 9 ક્રૂ મેમ્બરનુ કર્યુ રેસ્ક્યુ
અરબી સમુદ્રમાં કોસ્ટગાર્ડે 9 ક્રૂ મેમ્બરનું રેસ્ક્યુ કર્યું છે. ભારતીય – પાક જળ સીમા નજીક કોસ્ટગાર્ડનું વધુ એક વખત દિલધડક રેસ્ક્યુ. મુન્દ્રાથી યમન જતા કાર્ગો વહાણમાં ટેક્નિકલ ખામી સર્જાતા વહાણમાં પાણી ભરાવા લાગેલ. 24 ડિસેમ્બર મુન્દ્રાથી યમન જતા વહાણમાં ખામી સર્જાતા એમ.આર.સી.સી મુંબઈની માંગી હતી મદદ. કોસ્ટગાર્ડના સૂર જહાજે તાજધારે હરમના 9 ક્રૃ મેમ્બરને રેસ્ક્યુ કરી બચાવાયા છે.
-
RJ સિમરન સિંહનું મોત, ગુરુગ્રામના ઘરમાંથી મળી લટકતી લાશ
દિલ્હીના ગુરુગ્રામથી એક આધાતજનક સમાચાર સામે આવ્યા છે. જમ્મુની જાણીતા સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅન્સર અને આરજે સિમરન સિંહનું મોત થયું છે. સિમરન 25 વર્ષની હતી. તેનો મૃતદેહ ગુરુગ્રામના સેક્ટર 47માં એક એપાર્ટમેન્ટમાંથી મળી આવ્યો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સિમરનનું મોત આત્મહત્યા છે.
-
-
માવઠાની આગાહી વચ્ચે પૂર્વ અમદાવાદના કેટલાક વિસ્તારમાં વરસ્યા વરસાદી છાંટા
અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટા વરસ્યા હતા. હવામાન વિભાગે, ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આગામી બે દિવસ કમોસમી વરસાદની આગાહી કરી છે. આજે અમદાવાદ પૂર્વના કેટલાક વિસ્તારોમાં પડ્યા વરસાદી છાંટા પડ્યા હતા. પૂર્વ વિસ્તાર ઈસનપુર, મણિનગર સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદી છાંટા વરસ્યા હતા.
-
MLA કિરીટ પટેલ, પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર સહીતના નેતાઓને આજની રાત પોલીસ કસ્ટડીમાં વિતાવવી પડશે
HNGUમાં પોલીસ સાથે ઘર્ષણનો કેસમાં કોર્ટે, ધારાસભ્ય કિરીટ પટેલની જામીન અરજીની સુનાવણી લંબાવી છે. જ્યુડિશિયલ કોર્ટે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ, પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર, પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિત કાર્યકર્તાઓના જામીન અરજીની સુનાવણી લંબાવી છે. આવતીકાલે જામીન મામલે ફરીવાર દલીલ થશે. આ બનાવને પગલે, આજની રાત ધારાસભ્ય કિરીટ પટેલ, પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર સહિતના નેતાઓને પોલીસ કસ્ટડીમાં વિતાવવી પડશે.
-
રાજકોટમાં ચરસના જથ્થા સાથે બે જણા ઝડપાયા
રાજકોટ સ્પશ્યિલ ઓપરેશન ગ્રુપ દ્રારા ૩૧ ડિસેમ્બર પહેલા ચરસના જથ્થા સાથે બે શખ્સોને પકડી પાડવામાં આવ્યા છે.પોલીસને માહિતી મળી હતી કે ભાવનગર રોડ પર ચરસના જથ્થા સાથે બે શખ્સો ફરી રહ્યા છે તેના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી અને શબ્બીર શેખ અને અક્ષય કથરેચા નામના બે શખ્સો પાસેથી 3 કિલો અને 96 ગ્રામ ચરસનો જથ્થો પકડી પાડવામાં આવ્યા છે પોલીસે આ બંન્ને શખ્સો નશીલા પદાર્થનો જથ્થો ક્યાંથી લાવ્યા અને કોને આપવાના હતા તે દિશામાં તપાસ શરૂ કરી છે. ૩૧ ડિસેમ્બર નજીક છે અને કેટલાક લેભાગુ લોકો નશીલા પદાર્થોનું સેવન કરતા હોય છે તે પહેલા પોલીસે મોટી કાર્યવાહી કરી છે.
-
કામરેજ ટોલનાકા પર સુરત અને બારડોલી પાર્સિંગના વાહનચાલકોને ટોલ મુક્તિ આપવાની માંગ
કામરેજ ટોલનાકા પર સુરત અને બારડોલી પાર્સિંગના વાહનચાલકોને ટોલ મુક્તિ આપવાની માંગ સાથે કોંગ્રેસે આંદોલન છેડ્યું છે. સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આંદોલનના મંડાણ સાથે માંગ કરવામાં આવી છે કે, તાત્કાલિક ધોરણે ટોલટેક્સ નાબૂદ કરવો જોઈએ. કેન્દ્ર સરકારનો પરિપત્ર હોવા છતાં સુરત અને બારડોલી પાર્સિંગના વાહન ચાલકો પાસે ટોલટેક્સ ઉઘરાવવામાં આવે છે. કોંગ્રેસે સુરત અને બારડોલીના ગામડાઓના અગ્રણીઓ સાથે બેઠક કરી આંદોલનની રણનીતિ તૈયાર કરી છે.
-
બોપલમાં પ્રિવીલોન બિલ્ડકોનના બિલ્ડર જયદીપ કોટક 14 દિવસના રિમાન્ડ પર
બોપલમાં પ્રિવીલોન બિલ્ડકોન બિલ્ડર દ્વારા આચરાયેલી છેતરપિંડી કેસમાં પકડાયેલા આરોપી જયદીપ કોટકને કોર્ટે 14 દિવસના રિમાન્ડ પર સોંપવા હુકમ કર્યો છે. બોપલ પાસે આવેલી એક જગ્યા પર સ્લેસ્ટિયલ બાય 42 સ્ટોરી અને રિચમન્ટ બાય 22 સ્ટોરી નામની બે સ્ક્રીમ ઊભી કરી હતી. આ બન્ને સ્કીમ અશોક ડાહ્યાભાઈ પટેલ અને ધરણીધર ડેવલોપર્સની જમીન પર ફ્લેટની સ્ક્રીમ મૂકીને લોકો પાસે રોકાણ કરાવ્યું હતું. છેતરપિંડીનો ભોગ બનનારા 183 લોકોએ અત્યાર સુધીમાં અરજી કરી છે. આ સમગ્ર મામલાની તપાસ કરવા માટે, SIT ની રચના કરવામાં આવી છે. SIT માં 2 DYSP અને 2 PI નો સમાવેશ કરવામાં આવ્યો છે.
-
જેતપુર બાઈક સ્લીપ થવાથી ભાદર કેનાલમાં દંપતી ખાબકયું, મહિલાનું મોત
બાઈક સ્લીપ થવાથી જેતપુરના થાણા ગાલોલ ગામ પાસે પસાર થતી ભાદર કેનાલમાં દંપતી ખાબકયું હતું. બાઇકસવાર દંપતી કેનાલમાં પડતા, રંજનબેન નામની મહિલાનું મોત થયું હતું.જ્યારે તેમના પતિનો આબાદ બચાવ થવા પામ્યો હતો.
-
અમદાવાદઃ સેટેલાઇટ વિસ્તારમાં ભૂવો પડતા લોકોને હાલાકી
અમદાવાદઃ સેટેલાઇટ વિસ્તારમાં ભૂવો પડતા લોકોને હાલાકી થઇ રહી છે. સ્થાનિકો દ્વારા AMCમાં વારંવાર રજૂઆત કરાઈ. AMC દ્વારા કોઈ પગલા ન લેવાતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. AMC અધિકારીઓ મુલાકાત માટે પણ ન આવ્યા. બાજુમાં જ શાળા હોવાથી બાળકોના જીવને પણ જોખમ છે.
-
ભારતના દુશ્મન મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો
ભારતના મોસ્ટ વોન્ટેડ જૈશ નેતા મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો છે. મસૂદ અઝહર અફઘાનિસ્તાનના ખોસ્ત પ્રાંતમાં છુપાયેલો હતો. અહીં જ આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ચીફ મૌલાના મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો હતો. હુમલા બાદ તરત જ તેને અફઘાનિસ્તાનથી પાકિસ્તાન લઈ જવામાં આવ્યો હતો. મસૂદ અઝહરને હાલમાં જ કરાચીની સંયુક્ત સૈન્ય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તેની સ્થિતિ અંગે હજુ સુધી કોઈ અપડેટ નથી.
-
આજે રાજ્યમાં હળવા વરસાદની આગાહી કરાઈ
રાજ્યમાં ભરશિયાળે માવઠાની આગાહી કરવામાં આવી છે. મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કરા પડવાની આગાહી કરવામાં આવી છે. ગાજવીજ,ભારે પવનો સાથે વરસાદ અને કરા પડવાની આગાહી છે. આજે રાજ્યમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે. આવતીકાલે રાજ્યમાં કરા સાથે ભારે વરસાદની આગાહી છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં વરસાદની આગાહી છે. દાહોદ,પંચમહાલ,આણંદ,વડોદરા,ભરૂચ,સુરતમાં પણ વરસાદ પડી શકે છે. નવસારી,વલસાડ,દમણ,દાદરાનગર હવેલીમાં વરસાદની શક્યતા છે. છોટાઉદેપુર,નર્મદા,તાપી,ડાંગમાં તોફાની પવન સાથે વરસાદની આગાહી છે. રાજ્યમાં પવનની ગતિ 40/50 કિમી પ્રતિકલાકની રહેશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને પૂર્વીય પવનોના કારણે વાતાવરણ પલટાશે.
-
IRCTCનું સર્વર ડાઊન
IRCTCની વેબસાઈટ બંધ થઈ ગઈ છે. જેના કારણે રેલવે ટિકિટનું બુકિંગ શક્ય નથી. જેના કારણે મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સૌથી મોટી વાત એ છે કે તત્કાલ ટિકિટ બુકિંગ સમયે જ IRCTC સાઈટ બંધ થઈ ગઈ હતી. IRCTCએ એ નથી જણાવ્યું કે વેબસાઈટ કેટલો સમય ડાઉન રહેશે. IRCTC સેવા બંધ થયા બાદ તત્કાલ ટિકિટ બુક કરાવનારાઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સોશિયલ મીડિયા પર લોકો પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. લોકો IRCTC ને ટેગ કરીને ઘણા પ્રકારના પ્રશ્નો પૂછી રહ્યા છે.
-
સુરત: ગોડાદરામાં ગેસ લીકેજ થતા 3 લોકો દાઝ્યા
સુરત: ગોડાદરામાં ગેસ લીકેજ થતા 3 લોકો દાઝ્યા છે. ખોદકામ દરમિયાન ગેસ લાઇન લીકેજ થતા દુર્ઘટના સર્જાઇ છે. ગેસ લીકેજ થતા વિકરાળ આગ લાગી. આગ લાગી જતા સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો છે. ઇજાગ્રસ્ત ત્રણેય લોકોને હોસ્પિટલ ખસેડાયા છે.
-
અમદાવાદ: બાવળા-બગોદરા હાઈવે પર જયપુર જેવો અકસ્માત
અમદાવાદ: બાવળા-બગોદરા હાઈવે પર જયપુર જેવો અકસ્માત થયો છે. ટેન્કર અને ટ્રક વચ્ચે અકસ્માત બાદ ભીષણ આગ લાગી છે. આગ લાગતા બે વ્યક્તિના મોતની આશંકા છે. એક વ્યક્તિને ગંભીર હાલતમાં હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયો છે. રોહીકા ચોકડી નજીક બનાવ બન્યો છે.
-
પોરબંદરના દરિયામાં જેતપુરના પ્રદૂષિત પાણી ઠાલવતા વિરોધ
પોરબંદરના દરિયામાં જેતપુરના પ્રદૂષિત પાણી ઠાલવતા વિરોધ થઇ છે. શહેરીજનોએ સ્વૈચ્છિક બંધ પાળીને વિરોધ નોંધાવ્યો. ખારવા સમાજ દ્વારા દરિયાઈ પટ્ટીના ગામને સજ્જડ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ખાદી ભંડારથી લઈ અનેક વિસ્તારના લોકો બંધ પાળીને વિરોધમાં જોડાયા છે.
-
રાજકોટ: માવઠાની આગાહીને લઈ જસદણ માર્કેટ યાર્ડની જાહેરાત
રાજકોટ: માવઠાની આગાહીને લઈ જસદણ માર્કેટ યાર્ડે જાહેરાત કરી છે. માર્કેટ યાર્ડમાં શેડમાં જગ્યા હશે ત્યાર સુધી જ જણસીઓ ઉતારાશે તેવી જાહેરાત કરવામાં આવી. 27-28 તારીખે માવઠાની આગાહીને લઈ મહત્વની જાહેરાત કરાઇ. ખેડૂતોએ પોતાની જણસી ઢાંકીને લાવવાની પણ સૂચના છે. ખુલ્લી જગ્યામાં પડેલી ખેડૂતોની જણસી ઉપાડી લેવા સૂચના છે. ખેડૂત-વેપારીઓની જણસી ના પલળે તે માટે નિર્ણય લેવાયો.
-
જામનગર: બોલેરો કાર અને ખાનગી બસ વચ્ચે અકસ્માત
જામનગર: બોલેરો કાર અને ખાનગી બસ વચ્ચે અકસ્માત સર્જાયો છેે. દુર્ઘટનામાં 3 લોકોને ઇજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયા છે. જામનગર-દ્વારકા હાઇવે પર અકસ્માત સર્જાયો છે. અકસ્માતને પગલે બંને તરફના માર્ગ પર ટ્રાફિક જામ થયો છે. બંને તરફ વાહનોની કતાર લાગતા અડધો કલાક સુધી જામ રહ્યો. પોલીસે સ્થળ પર પહોંચી ટ્રાફિક નિયંત્રણ કર્યું.
-
બનાસકાંઠા: ગીઝર ગેસના કારણે 13 વર્ષીય કિશોરીનું મોત
બનાસકાંઠા: પાલનપુરની તિરૂપતિ રાજનગર સોસાયટીમાં ગીઝર ગેસના કારણે 13 વર્ષીય કિશોરીનું મોત થયુ છે્. બાથરૂમનો દરવાજો નહીં ખુલતા કિશોરી ગૂંગળાઇને મૃત્યુ પામી. ગેસ ગીઝરના કારણે ગૂંગળાઇ જતા કિશોરીનું મોત થયુ.
-
આગામી 3 દિવસ રાજ્યમાં માવઠાના એંધાણ
ગુજરાતમાં આગામી 3 દિવસ રાજ્યમાં માવઠાના એંધાણ છે. હવામાન વિભાગે માવઠાની આગાહી કરી છે. 26થી 28 વચ્ચે ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં વરસાદ પડી શકે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં માવઠાની નહીંવત શક્યતા છે.
Published On - Dec 26,2024 8:52 AM