રાજકોટમાં અગ્નિકાંડ બાદ 7 મહિનામાં 18 અધિકારીઓના પડ્યા રાજીનામા, મનપા કમિશનરનું નિવેદન- દરેકની થશે તપાસ- Video
રાજકોટમાં ગોજારા અગ્નિકાંડ બાદ 7 મહિનામાં મ્યુનિસિપલ કોર્પોરેશનની વિવિધ વિભાગોમાં 18 અધિકારીઓએ યેનકેન કારણોસર રાજીનામા આપ્યા છે. ત્યારે આ અંગે હવે મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યુ કે રાજીનામુ આપનારા દરેક અધિકારીની તપાસ થશે અને ખાલી પડેલી જગ્યા પર ભરતી કરાશે.
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિવિધ વિભાગોમાં અધિકારીઓના રાજીનામાનો સિલસિલો વધી રહ્યો છે. રાજકોટમાં સર્જાયેલા ગોજારા અગ્નિકાંડ બાદ 7 મહિનામાં 18 અધિકારીઓએ વિવિધ કારણોસર રાજીનામા આપ્યા છે. ત્યારે આ મનપા કચેરીમાં વધતા રાજીનામા અંગે પૂછાતા મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ જણાવ્યુ કે જે અધિકારીઓએ રાજીનામા આપ્યા છે તેની વ્યક્તિગત તપાસ કરાશે, જો કોઈ વ્યક્તિએ બીમારીના કારણે સ્વૈચ્છિક નિવૃતિ માગી હશે તો માનવીય અભિગમ અપનાવાશે. કોઈ અધિકારી, કર્મચારીને ઈશ્યુ હશે તો તે અંગે તપાસ કરાશે
વધુમાં રાજીનામા બાદ ખાલી પડેલી જગ્યા પર તેમણે જણાવ્યુ કે એ જગ્યા ભરવાની કામગીરી હાથ ધરાશે. લોકોને કોઈ મુશ્કેલી ન પડે તે રીતે કામગીરી કરાશે. રાજકોટના ડેપ્યુટી ઈજનેર સોંડાગર અને ડેપ્યુટી ઈજનેર અમરીશ દવેએ રાજીનામાની ઓફર કરી છે. અગ્નિકાંડ બાદ 7 મહિનામાં 18 અધિકારીઓના રાજીનામા મંજૂર થઈ ચૂક્યા છે.