ભાજપમાં પક્ષવિરોધી પ્રવૃતિ કરનારને મળે છે શિરપાવઃ ભરુચ સાંસદ મનસુખ વસાવા

ભાજપમાં પક્ષવિરોધી પ્રવૃતિ કરનારને મળે છે શિરપાવઃ ભરુચ સાંસદ મનસુખ વસાવા

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 26, 2024 | 3:33 PM

મનસુખ વસાવાએ સોશિયલ મીડિયા એક્સ પર એક પોસ્ટ કરીને લખ્યું છે કે, સંદીપ પટેલ ક્યારેય ગામની બહાર નીકળ્યા નથી. ભાજપનું કામ કર્યું નથી. લોકસભાની ચૂંટણીમાં પણ પક્ષ અને મારા વિરુદ્ધ કામ ક્યું છે. તેઓ માત્ર ધંધાકિય વ્યક્તિઓ સાથે જોડાયેલા છે.

ગુજરાત ભારતીય જનતા પાર્ટીમાં સંગઠન પર્વ સમાપન થયા બાદ, હવે મંડલ-શહેર, જિલ્લા અને તાલુકા પ્રમુખની નિમણુકો કરવામાં આવી રહી છે. ગુજરાત ભાજપના વર્તમાન પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય જળસંસધાન પ્રધાન સી આર પાટીલે, ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં મંડલ પ્રમુખોની વરણી જાહેર કરી છે. જેમાં ભરૂચ જિલ્લામાં સમાવેશ થતા મંડલના પ્રમુખોની પણ જાહેરાત કરવામાં આવી છે.

ભરુચ જિલ્લાના ભાજપના સાંસદ મનસુખ વસાવાએ, ભરૂચ જિલ્લાના ઝઘડિયાના નવા વરાયેલા પ્રમુખની વિરુદ્ધ સોશિયલ મીડિયા થકી બળાપો કાઢ્યો છે. મનસુખ વસાવાએ સોશિયલ મીડિયા એક્સ પર એક પોસ્ટ કરીને લખ્યું છે કે, સંદીપ પટેલ ક્યારેય ગામની બહાર નીકળ્યા નથી. ભાજપનું કામ કર્યું નથી. લોકસભાની ચૂંટણીમાં પણ પક્ષ અને મારા વિરુદ્ધ કામ ક્યું છે. તેઓ માત્ર ધંધાકિય વ્યક્તિઓ સાથે જોડાયેલા છે. તેઓ મૂળ પટેલ જ્ઞાતિના નથી. ઝઘડિયામાં બહુમતી ધરાવતા આદિવાસી, રાજપૂત અને પટેલ જ્ઞાતિમાંથી કોઈને પણ પ્રમુખ બનાવી શકાયા હોત. તાલુકા અને જિલ્લા સંગઠનમાં જે વર્ષોથી સખત મહેનત કરી રહ્યા છે તેઓની અવગણના કરવામાં આવી છે. સંદીપ પટેલ પર એટ્રોસિટી એક્ટનો ગુન્હો પણ નોંધાયો છે. આદિવાસીઓની સાથે કેવી રીતે ન્યાય થશે.


ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ વધુમાં જણાવ્યું છે કે, ઝઘડિયા ભાજપના નવા પ્રમુખને બદલવામાં આવે કે ના આવે. મે મારો વિરોધ ગુજરાત ભાજપ પ્રદેશ કક્ષાએ પહોચાડ્યો છે. હવે ભાજપના મોવડી મંડળે આ અંગે જોવાનું છે.

Published on: Dec 26, 2024 03:33 PM
g clip-path="url(#clip0_868_265)">