શરદી-ઉધરસથી રાહત મેળવવા દેવરાહા બાબાનો ઉપાય

26 ડિસેમ્બર, 2024

દેવરાહા બાબાએ જણાવ્યું કે, જે લોકોને શરદીને કારણે છીંક આવતી રહે છે તેમના માટે એક નાનકડી દવા છે.

તુલસીના થોડા પાન લો અને તેને કાંસાના વાસણમાં મૂકી તેને કાંસાના ચમચાથી ઘસો.

આ પણ ત્યાં સુધી ઘસવાના છે જેથી તે ખૂબ જ બારીક બને.

આ બાદ તેમાં ત્રણથી ચાર ટીપાં લીંબુનો રસ નાખીને બરાબર ઘસો.

આ તુલસીને જ્યારે ઘસવામાં આવે છે, ત્યારે કાંસાના અંશ તેમાં આવે છે.

ત્યાર બાદ તેને બારીક કપડામાં લપેટીને પોટલી બનાવી લો.

સીધા સૂઈ જઈ બંને નાકમાં રસના ચાર, પાંચ, ટીપાં નાખો.

10 મિનિટ સુધી આ રીતે લેતા રહો. જો તમે આ પ્રવૃત્તિ સવારે, બપોરે અને સાંજે એમ ત્રણ વખત કરશો તો બીજા દિવસે શરદી નહિ રહે.  

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ પ્રયોગ કરવા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરૂરી છે.