Gandhinagar : દહેગામમાં 2 જૂથ વચ્ચે સામાન્ય બાબતે જૂથ અથડામણ, 6 લોકો ઈજાગ્રસ્ત, જુઓ Video

Gandhinagar : દહેગામમાં 2 જૂથ વચ્ચે સામાન્ય બાબતે જૂથ અથડામણ, 6 લોકો ઈજાગ્રસ્ત, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 26, 2024 | 9:01 AM

ગાંધીનગરના દહેગામ શહેરમાં પથ્થરમારાની ઘટના સામે આવી છે. ત્યારે 2 જૂથ વચ્ચે સામાન્ય બાબતે બોલાચાલી બાદ વાત વણસી હતી. ઉગમણા ઠાકોર વાસ પાસેની હોળી ચકલા વિસ્તારમાં ઘટના બની છે. પથ્થરમારામાં 6 જેટલા વ્યક્તિઓને સામાન્ય ઈજા થયા હતા.

રાજ્યમાં અવાનવાર જૂથ અથડામણની ઘટના બનતી હોય છે. ત્યારે ગાંધીનગરના દહેગામ શહેરમાં પથ્થરમારાની ઘટના સામે આવી છે. ત્યારે 2 જૂથ વચ્ચે સામાન્ય બાબતે બોલાચાલી બાદ વાત વણસી હતી. ઉગમણા ઠાકોર વાસ પાસેની હોળી ચકલા વિસ્તારમાં ઘટના બની છે.

પથ્થરમારામાં 6 જેટલા વ્યક્તિઓને સામાન્ય ઈજા થયા હતા. પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ગાંધીનગરથી ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. હાલ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

મેઘરજમાં થયુ હતુ જૂથ અથડામણ

બીજી તરફ આ અગાઉ અરવલ્લીના મેઘરજમાં 2 જૂથ વચ્ચે સામ સામે પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જૂથ અથડામણમાં ટોળાએ 1 કારના કાચ તોડ્યા હતા. જ્યારે સામ સામે પથ્થરમારામાં એક હોમગાર્ડ સહિત 6 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ધાર્મિક સ્થાન પાસે એકાએક પથ્થરમારો થતા આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતા જ તાત્કાલિક આસપાસના વિસ્તારમાં આવેલા પોલીસ મથકની ટીમોને પણ મેઘરજમાં બંદોબસ્તમાં ગોઠવવામાં આવ્યો હતો.

Published on: Dec 26, 2024 08:55 AM
g clip-path="url(#clip0_868_265)">