બિગ બોસથી ફેમસ થયો સિંગર, અભિનેત્રી સાથે લગ્ન કર્યા આવો છે રાહુલ વૈદ્યનો પરિવાર

બાળપણથી જ તેમને ગાવાનો શોખ હતો, જેના કારણે તેમની સંગીતની તાલીમ ખૂબ નાની ઉંમરમાં જ શરૂ થઈ ગઈ હતી. તો ચાલો આજે આપણે સિંગરના પરિવાર તેમજ પર્સનલ લાઈફ વિશે જાણીએ.

| Updated on: Dec 25, 2024 | 4:40 PM
સિંગિંગમાં કારકિર્દી બનાવતા પહેલા, તેણે સ્નાતક પૂર્ણ કર્યું હતું. જાણો ગાયક રાહુલ વૈદ્યની શૈક્ષણિક લાયકાત તેમજ તેના પરિવાર વિશે.

1 / 11
રાહુલ વૈદ્યના પરિવાર તેમજ તેની પર્સનલ લાઈફ વિશે જાણીએ

2 / 11
રાહુલ વૈદ્યનો જન્મ 23 સપ્ટેમ્બર 1987 ના રોજ નાગપુર મહારાષ્ટ્રમાં થયો હતો.રાહુલના પિતાનું નામ કૃષ્ણ વૈદ્ય છે. તેઓ મહારાષ્ટ્ર રાજ્ય વીજળી બોર્ડમાં એન્જિનિયર તરીકે કામ કરે છે. તેમની માતાનું નામ ગીતા વૈદ્ય અને મોટી બહેનનું નામ શ્રુતિ વૈદ્ય છે.

3 / 11
 રાહુલ કૃષ્ણ વૈદ્ય એક ભારતીય ગાયક અને સંગીતકાર છે. તેણે રિયાલિટી શો ઈન્ડિયન આઈડોલ 1 થી તેની કારકિર્દીની શરૂઆત કરી હતી, જેમાં તે રનર અપ રહ્યો હતો. તેણે બિગ બોસ 14 માં પણ ભાગ લીધો હતો. તેણે ફિયર ફેક્ટરઃ ખતરોં કે ખિલાડી 11માં પણ ભાગ લીધો અને ફાઇનલિસ્ટ બન્યો હતો.

4 / 11
રાહુલ વૈદ્યે મોડલ અને અભિનેત્રી દિશા પરમારને બિગ બોસ 14માં પ્રપોઝ કર્યું હતું. તેમના લગ્ન 16 જુલાઈ 2021ના રોજ થયા હતા. દંપતીએ 20 સપ્ટેમ્બર, 2023 ના રોજ તેમના પ્રથમ બાળક  એક પુત્રીનું સ્વાગત કર્યું છે.

5 / 11
લોકપ્રિય ગાયક રાહુલ વૈદ્યએ નાનપણથી જ ગાયનની તાલીમ લેવાનું શરૂ કર્યું હતું. તે અનેક રિયાલિટી શોનો ભાગ પણ રહી ચૂક્યો છે. ફિલ્મોમાં ગીતમાં અવાજ આપવા ઉપરાંત, રાહુલે કેટલાક આલ્બમ્સ માટે પણ પોતાનો અવાજ આપ્યો છે.

6 / 11
 રાહુલ વૈદ્ય હાલમાં પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ એન્જોય કરી રહ્યો છે. ગાયક એક છોકરીનો પિતા છે ,તે પોતાના કોન્સર્ટ માટે દેશભરમાં પ્રવાસમાં કરે છે. રાહુલ વૈદ્ય મુંબઈમાં ઉછર્યા જ્યાં તેમણે હિમાંશુ મનોચા હેઠળ સંગીતનો અભ્યાસ કર્યો છે.

7 / 11
2020માં ટેલિવિઝન પરના ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના 20 મોસ્ટ ડિઝાયરેબલ મેનમાં વૈદ્યને નંબર 16માં સ્થાન આપવામાં આવ્યું હતું.

8 / 11
તેને ગાયક બનવામાં તેની માતાનો મોટો ફાળો છે. એકવાર રાહુલની માતાએ તેને ગાતા સાંભળ્યો અને તેને સંગીત ઉદ્યોગમાં કારકિર્દી બનાવવાની સલાહ આપી. પછી, તેની માતાની સલાહને અનુસરીને તેણે પોતાનું સંપૂર્ણ ધ્યાન સંગીત પર કેન્દ્રિત કર્યું.

9 / 11
અત્યાર સુધી રાહુલે અનેક ગીતોને પોતાનો અવાજ આપ્યો છે. તેણે 2005માં રિલીઝ થયેલી 'શાદી નંબર 1'માં તેનું પહેલું ફિલ્મી ગીત ગાયું હતું. આ ગીતનું નામ હતું 'હેલો મેડમ'.

10 / 11
ફિલ્મો ઉપરાંત તેણે અનેક મ્યુઝિક આલ્બમમાં પણ પોતાના અવાજ આપ્યો છે. 'તેરા ઇન્તેઝાર' તેમના સૌથી લોકપ્રિય ગીતોમાંનું એક છે.

11 / 11

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">