AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ડેબ્યૂ ટેસ્ટ મેચના પ્રથમ બોલ પર જ બનાવ્યો રેકોર્ડ, 135 વર્ષમાં પહેલીવાર થયો આ કમાલ

એક તરફ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેલબોર્નમાં રમાયેલી બોક્સિંગ ડે ટેસ્ટ મેચમાં યુવા બેટ્સમેન સેમ કોન્સ્ટેન્ટ્સે પોતાની ડેબ્યુ ટેસ્ટમાં પહેલી જ ઈનિંગમાં શાનદાર અડધી સદી ફટકારી હતી, તો હજારો માઈલ દૂર સેન્ચુરિયનમાં કોર્બિન બોશે પણ પોતાની ડેબ્યૂ ટેસ્ટ મેચમાં પહેલા જ બોલ પર વિકેટ લઈ શાનદાર શરૂઆત કરી હતી.

| Updated on: Dec 26, 2024 | 5:50 PM
Share
ક્રિકેટ જગતમાં બોક્સિંગ ડે ટેસ્ટ મેચનું ઘણું મહત્વ છે. ખાસ કરીને ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકામાં દર વર્ષે 26મી ડિસેમ્બરથી કોઈને કોઈ ટેસ્ટ મેચ શરૂ થાય છે. આ બંને દેશો માટે ટેસ્ટ ક્રિકેટ રમનાર દરેક ખેલાડી બોક્સિંગ ડે ટેસ્ટનો ભાગ બનવા માંગે છે. જો કોઈ ખેલાડીને આવી ટેસ્ટમાં ડેબ્યૂ કરવાની તક મળે છે, તો તે વધુ વિશેષ અનુભવે છે અને જો પહેલા જ દિવસે સારું પ્રદર્શન કરઈ સફળતા મળે તો ડેબ્યૂ મેચ ખાસ બની જાય છે.

1 / 5
એક તરફ યુવા ઓપનર સેમ કોન્સ્ટેન્ટ્સે મેલબોર્નમાં ભારત-ઓસ્ટ્રેલિયા ટેસ્ટમાં જબરદસ્ત અડધી સદી ફટકારી હતી, તો બીજી તરફ સેન્ચુરિયનમાં દક્ષિણ આફ્રિકા અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી ટેસ્ટમાં ફાસ્ટ બોલર કોર્બિન બોશે ડેબ્યૂ મેચના પહેલા જ બોલ પર વિકેટ લઈને ઈતિહાસ રચ્યો હતો.

2 / 5
દક્ષિણ આફ્રિકા અને પાકિસ્તાન વચ્ચે 2 ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ મેચ ગુરુવાર 26 ડિસેમ્બરથી સેન્ચુરિયનના સુપરસ્પોર્ટ પાર્કમાં શરૂ થઈ રહી છે. દક્ષિણ આફ્રિકાની ટીમે પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો પરંતુ શરૂઆતની સફળતા માટે લાંબી રાહ જોવી પડી. અનુભવી ઝડપી બોલર કાગીસો રબાડા અને અનુભવી ઝડપી બોલર માર્કો જેન્સને સતત સારી બોલિંગ કરી હતી પરંતુ તેમ છતાં તેમને સફળતા મળી ન હતી. ઓપનિંગ પાકિસ્તાની કેપ્ટન શાન મસૂદ અને યુવા બેટ્સમેન સૈમ અયુબે મક્કમ શરૂઆત કરી હતી.

3 / 5
અપેક્ષાઓથી વિપરીત દક્ષિણ આફ્રિકાને પ્રથમ કલાકમાં કોઈ સફળતા મળી ન હતી. બોલિંગમાં ફેરફાર કરીને ડેન પેટરસનને મેદાનમાં ઉતારવામાં આવ્યો હતો પરંતુ તેને પણ તરત જ વિકેટ મળી ન હતી. ત્યારબાદ 15મી ઓવરમાં દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમાએ તોફાની ઝડપી બોલર કોર્બિન બોશને આક્રમણમાં લાવ્યો અને આ ચાલ કામ આવી ગઈ. આ મેચમાં ટેસ્ટ ડેબ્યૂ કરી રહેલા બોશે પહેલા જ બોલ પર પાકિસ્તાની કેપ્ટન મસૂદની વિકેટ લઈને ટીમને મોટી સફળતા અને રાહત અપાવી હતી.

4 / 5
આ સાથે, કોર્બિન બોશ ડેબ્યૂ ટેસ્ટ મેચમાં તેના પહેલા જ બોલ પર વિકેટ લેનારો દક્ષિણ આફ્રિકાનો પાંચમો બોલર બન્યો. તેના પહેલા બર્ટ વોગલર (1906), ડેન પીટ (2014), હાર્ડસ વિલ્હૌન (2016) અને ત્શેપો મોરેકી (2024)એ ટેસ્ટ ડેબ્યૂમાં આ કારનામું કર્યું હતું. પરંતુ બોશે જે કર્યું તે પોતાનામાં ઐતિહાસિક છે, જે અન્ય ચાર બોલરોથી અલગ છે. બોશ દક્ષિણ આફ્રિકાના 135 વર્ષના ઈતિહાસમાં પ્રથમ બોલર છે, જેણે બોક્સિંગ ડે ટેસ્ટ મેચમાં ડેબ્યૂ કરતી વખતે પ્રથમ બોલ પર જ વિકેટ લીધી હતી. આ પછી બોશે સઈદ શકીલની વિકેટ પણ લીધી હતી. (All Photo Credit : PTI / X / ICC)

5 / 5
g clip-path="url(#clip0_868_265)">