તમને જણાવી દઈએ કે, આ તસવીરોમાં અંબાણી પરિવારના અન્ય કોઈ સભ્ય દેખાતા નથી. તેમની વચ્ચે ન તો અનંત અંબાણી છે, ન શ્લોકા કે ન તો ઈશા-આકાશ. આટલું જ નહીં, નીતા અંબાણી અને મુકેશ અંબાણી પણ તેમાં દેખાતા નથી. આ બાબતએ લોકોનું ધ્યાન ખેંચ્યું છે. લાગે છે કે આ વખતે રાધિકાએ ક્રિસમસ પરિવાર સાથે નહીં પરંતુ મિત્રો સાથે ઉજવી છે. રાધિકા મર્ચન્ટનો નવો લૂક જોયા બાદ એક વ્યક્તિએ લખ્યું, 'તે પહેલા કરતા વધુ સુંદર બની ગઈ છે.' અન્ય એક વ્યક્તિએ લખ્યું, 'બાર્બી લુકમાં રાધિકા અદ્ભુત લાગી રહી છે.' ત્રીજા વ્યક્તિએ લખ્યું, 'આ વખતે અનંત ભાઈ થોડા વ્યસ્ત લાગે છે.ઉલ્લેખનીય છે કે રાધિકા મર્ચન્ટે ખાસ પ્રસંગ માટે લાલ રંગનો સુંદર ડ્રેસ પહેર્યો હતો, જે માત્ર તેના વ્યક્તિત્વને જ ઉજાગર કરતું નથી પરંતુ તેની શૈલીને સમગ્ર પાર્ટીમાં ચમકાવતી હતી. તેણે સેલિન બ્રાન્ડનો આ હાઈ નેક ડ્રેસ પસંદ કર્યો હતો, જેમાં બલૂન સ્લીવ્સ અને ચમકદાર ઈફેક્ટ હતી. આ ડ્રેસ તેને સુંદર લાગી રહ્યો છે, રાધિકાએ ડ્રેસની સાથે બ્લેક ટાઈટ્સ અને બ્લેક બૂટ પહેર્યા હતા, જે તેના લુકને કમ્પ્લીટ કરવામાં મદદ કરે છે.