AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs AUS : રોહિત શર્માના બેટિંગ ઓર્ડરનું રહસ્ય ઉકેલાયું, આ નંબર પર કરશે બેટિંગ

મેલબોર્ન ટેસ્ટનો પહેલો દિવસ પૂરો થતાં જ ખબર પડી ગઈ કે રોહિત શર્મા કયા નંબર પર બેટિંગ કરવા જઈ રહ્યો છે? આસિસ્ટન્ટ કોચ અભિષેક નાયરે પ્રેસ કોન્ફરન્સમાં આ સવાલનો જવાબ આપ્યો હતો. તમને જણાવી દઈએ કે શુભમન ગિલ આ મેચમાં નથી રમી રહ્યો.

| Updated on: Dec 26, 2024 | 4:12 PM
Share
મેલબોર્ન ટેસ્ટનો ટોસ આવતાં જ સમાચાર આવ્યા કે શુભમન ગિલ પ્લેઈંગ ઈલેવનમાં નથી, તો સૌથી મોટો સવાલ એ ઊભો થયો કે 3 નંબર પર કોણ બેટિંગ કરશે? આ સિવાય રોહિતને લઈને એક સવાલ પણ ઉઠ્યો હતો કે કેપ્ટન ક્યાં બેટિંગ કરશે?

1 / 7
હવે મેલબોર્ન ટેસ્ટનો પહેલો દિવસ પૂરો થતાં જ આસિસ્ટન્ટ કોચે રોહિતના બેટિંગ ઓર્ડર પર જવાબ આપ્યો છે. અભિષેક નાયરે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે કેપ્ટન રોહિત શર્મા મેલબોર્નમાં ઓપનિંગ કરવા જઈ રહ્યો છે.

2 / 7
અભિષેક નાયરે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે રોહિત શર્મા ઓપનિંગ કરવા જઈ રહ્યો છે. આ નિર્ણય મેલબોર્ન ટેસ્ટ પહેલા જ લેવામાં આવ્યો હતો. રોહિત ઓપનિંગ એટલે કે કેએલ રાહુલ નંબર 3 પર બેટિંગ કરવા જઈ રહ્યો છે. જ્યારે યશસ્વી અને રોહિતની જોડી ઓપનિંગ કરશે.

3 / 7
રોહિત શર્મા ખૂબ જ ખરાબ ફોર્મમાં છે. રોહિત શર્મા માટે વર્ષ 2024 ખૂબ જ નિરાશાજનક રહ્યું છે. ટેસ્ટ ફોર્મેટમાં આ ખેલાડીએ 14 મેચમાં માત્ર 26.39ની એવરેજથી 607 રન બનાવ્યા છે. આ ટૂરમાં પણ રોહિતનું ફૂટવર્ક ખૂબ જ ખરાબ દેખાય છે.

4 / 7
રોહિત શર્મા પ્રથમ ટેસ્ટ રમ્યો નહોતો. પરંતુ પછીની ત્રણ ઈનિંગ્સમાં રોહિત માત્ર 19 રન જ બનાવી શક્યો છે. હવે જોવાનું એ રહે છે કે મેલબોર્નમાં ઓપનિંગમાં રોહિત કેવો અભિગમ અપનાવે છે.

5 / 7
મેલબોર્ન ટેસ્ટના પહેલા દિવસે ઓસ્ટ્રેલિયાએ 6 વિકેટે 311 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી ચાર બેટ્સમેનોએ અડધી સદી ફટકારી હતી. સેમ કોન્સ્ટાસના બેટમાંથી 60 રન આવ્યા હતા. ઉસ્માન ખ્વાજાએ 57 રન બનાવ્યા હતા. માર્નસ લાબુશેને 72 રનની ઈનિંગ રમી હતી. સ્ટીવ સ્મિથ 68 રન બનાવીને અણનમ છે.

6 / 7
હંમેશની જેમ ટીમ ઈન્ડિયા માટે સૌથી સફળ બોલર જસપ્રીત બુમરાહ રહ્યો, જેણે કુલ 3 વિકેટ પોતાના નામે કરી. આકાશદીપ, જાડેજા અને સુંદરને 1-1 વિકેટ મળી છે. (All Photo Credit : PTI)

7 / 7
g clip-path="url(#clip0_868_265)">