આધાર કાર્ડમાં તમે એક સાથે કેટલી વસ્તુઓ અપડેટ કરી શકો છો ? આ છે નિયમ
આધાર કાર્ડ સૌ કોઈ માટે જરૂરી છે. આધાર કાર્ડની સાથે અન્ય કેટલાક જરૂરી દસ્તાવેજને સાંકળી લેવામાં આવ્યા છે. આધાર કાર્ડમાં જે વિગતો હોય તે જ વિગતો અન્ય દસ્તાવેજમાં ના હોય તો સરકારી યોજના કે અન્ય પ્રકારની મહત્વની કામગીરીમાં અડચણ આવે છે. પરંતુ શુ તમે જાણો છો કે આધાર કાર્ડમાં ઓનલાઈન સુધારો કરવો હોય તો એકવારમાં કેટલી વિગતોનો સુધારો કરી શકાય છે ?


જો આ દસ્તાવેજો વિશે વાત કરીએ તો, પાન કાર્ડ, પાસપોર્ટ, રેશન કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, મતદાર કાર્ડ અને આધાર કાર્ડ જેવા મહત્વપૂર્ણ દસ્તાવેજો સામેલ છે. આમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું દસ્તાવેજ આધાર કાર્ડ છે.

ભારતમાં 90 ટકા વસ્તી પાસે મહત્વના દસ્તાવેજ સમાન આધાર કાર્ડ છે. શાળામાં પ્રવેશ લેવાથી લઈને અનેક સરકારી યોજનાઓનો લાભ લેવા માટે આધાર કાર્ડની જરૂર પડે છે.

આધાર કાર્ડ જ્યારે બનાવડાવવામાં આવે તે સમયે જાણ્યે કે અજાણ્યે ઘણા લોકો કેટલીક ખોટી વિગતો પૂરી પાડે છે. જેમાં જન્મતારીખ, અંગ્રેજીમા નામનો સ્પેલિંગ, ઉંમર, સરનામુ વગેરે જેવી કેટલીક બાબતો ખોટી હોય છે. જો કે, UIDAI તમને પછીથી આધાર કાર્ડ અપડેટ કરવાની તક આપે છે.

આધાર કાર્ડમાં જરૂરી માહિતી અપડેટ કરવા માટે, તમારે એક ચોક્કસ રકમની ફી ચૂકવવી પડશે. આ ઉપરાંત, તમારે જે વિગતોમાં ફેરફાર કરવાનો હોય તેને લગતા સંબંધિત માન્ય દસ્તાવેજો પણ ઓનલાઈન અપલોડ કરવા પડશે. તે પછી જ આધાર કાર્ડ અપડેટ પ્રક્રિયા પૂર્ણ થાય છે.

આ સમયે ઘણા લોકોના મનમાં એવો સવાલ આવતો હશે કે જો આધાર કાર્ડમાં એકથી વધુ વિગતો ખોટી હોય અને તેને સુધરાવવી હોય તો શું આપણે તે તમામ વિગતો એક સાથે સુધારી શકીએ કે નહીં ? એટલે કે આધાર કાર્ડમાં એક સાથે કેટલી વસ્તુઓ અપડેટ કરી શકાય છે.

તો અમે તમને જણાવી દઈએ કે, UIDAIએ એકવારમાં કેટલી વાર સુધારો કરી શકાય તે અંગે કોઈ પ્રકારનો પ્રતિબંધ કે નિયમ કર્યો નથી. આધાર કાર્ડનો ઉપયોગ કરનાર કોઈપણ નાગરિક ઈચ્છે તો એક સાથે તમામ માહિતી અપડેટ કરી શકે છે. આ માટે કોઈ અલગથી ફી ભરવાની પણ નહીં રહે.



























































