પહેલા કારની શોધ થઈ કે ફ્યુઅલની ? જાણો કેવી રીતે થઈ ક્રૂડ ઓઈલની શોધ
પ્રાચીન મેસોપોટેમિયા એટલે કે હાલના ઇરાકમાં લગભગ ઈ.સ. પૂર્વે 2500થી તેલનો ઉપયોગ થતો હતો. ત્યાંના લોકો તેનો ઉપયોગ દીવા પ્રગટાવવા અને ઉપચાર તરીકે કરતા હતા. જો આપણે આધુનિક પેટ્રોલિયમ અને કુદરતી ગેસ તરીકે તેલની શોધ વિશે વાત કરીએ, તો તેને ઔદ્યોગિક રીતે શોધવાનો શ્રેય એડવિન ડ્રેકને જાય છે.
તેલનો ઇતિહાસ ઘણો જૂનો છે અને તેનો ઉપયોગ પ્રાચીન સંસ્કૃતિઓ દ્વારા વિવિધ હેતુઓ માટે કરવામાં આવતો હતો. એ સમયે તેલનો ઉપયોગ દવા તરીકે થતો હતો. પ્રાચીન મેસોપોટેમિયા એટલે કે હાલના ઇરાકમાં લગભગ ઈ.સ. પૂર્વે 2500થી તેલનો ઉપયોગ થતો હતો. ત્યાંના લોકો તેનો ઉપયોગ દીવા પ્રગટાવવા અને ઉપચાર તરીકે કરતા હતા.
જો આપણે આધુનિક પેટ્રોલિયમ અને કુદરતી ગેસ તરીકે તેલની શોધ વિશે વાત કરીએ, તો તેને ઔદ્યોગિક રીતે શોધવાનો શ્રેય એડવિન ડ્રેકને જાય છે. 1859માં એડવિન ડ્રેકે યુએસના પેન્સિલવેનિયા વિશ્વનો પ્રથમ સફળ તેલનો કૂવો ડ્રિલ કર્યો હતો અને આધુનિક તેલ ઉદ્યોગનો પાયો નાખ્યો હતો.
આ શોધ પછી પેટ્રોલિયમનું વ્યાપારી ઉત્પાદન શરૂ થયું અને તેલ એક મહત્વપૂર્ણ કુદરતી સંસાધન બની ગયું. સમય જતાં તેલની શોધ અને ઉપયોગ વધવા લાગ્યો અને ઔદ્યોગિક યુગમાં પેટ્રોલિયમ અને કુદરતી ગેસ જેવા સ્ત્રોતો શોધવામાં આવ્યા. 19મી સદીના અંત સુધીમાં ઔદ્યોગિક રીતે મોટા પાયે તેલ કાઢવાનું શરૂ થયું.
કારની શોધ 19મી સદીના અંતમાં થઈ હતી. 1885માં કાર્લ બેન્ઝે Benz Patent-Motorwagen નામની પ્રથમ પેટ્રોલ સંચાલિત કાર બનાવી હતી. આ કારમાં પેટ્રોલ એન્જીનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જે તેને ચલાવવા માટે જરૂરી એનર્જી ઉત્પન્ન કરતું હતું. તે પ્રથમ ગેસોલિન સંચાલિત એન્જિન હતું જેણે વિશ્વની મુસાફરીની રીત બદલી નાખી. કારની શોધ પહેલાં લોકો પરિવહન માટે ઘોડા અથવા બળદગાડીનો ઉપયોગ કરતા હતા. બેન્ઝની કારમાં પેટ્રોલનો ઉપયોગ થતો હતો, પરંતુ કારની શોધ તેલની શોધ પછી થઈ હતી.