Ahmedabad : બાવળા-બગોદરા હાઈવે પર અકસ્માત બાદ લાગી ભીષણ આગ, 2 લોકોના મોત, જુઓ Video

Ahmedabad : બાવળા-બગોદરા હાઈવે પર અકસ્માત બાદ લાગી ભીષણ આગ, 2 લોકોના મોત, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 26, 2024 | 1:17 PM

અમદાવાદ નજીક ફરી એક વાર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. બાવળા - બગોદરા હાઈવે પર જયપુરમાં બનેલી ઘટના જેવો જ અકસ્માત સર્જાયો છે. હાઈવે પર ટેન્કર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયા બાદ ભીષણ આગ લાગી હતી.

રાજ્યમાં અવારનવાર અકસ્માત અને આગ લાગવાની ઘટના બનતી હોય છે. ત્યારે અમદાવાદ નજીક ફરી એક વાર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. બાવળા – બગોદરા હાઈવે પર જયપુરમાં બનેલી ઘટના જેવો જ અકસ્માત સર્જાયો છે. હાઈવે પર ટેન્કર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયા બાદ ભીષણ આગ લાગી હતી. જેના પગલે આસપાસના વિસ્તારોમાં ધુમાળાના ગોટે ગોટા જોવા મળ્યા હતા.

અકસ્માતમાં 2 લોકોના મોત !

બાવળા – બગોદરા હાઈવે પર અકસ્માત બાદ લાગેલી આગમાં 2 લોકોના મોત થયા હોવાનું સામે આવી રહ્યું છે. જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં સારવાર અર્થે ખસડાયો છે. મળતી માહિતી અનુસાર આ અકસ્માત રોહીકા ચોકડી નજીક બની હતી. જ્યાંથી કાપડના રોલ ભરેલી આઈસર ગાડી રોંગ સાઈડ ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો.

g clip-path="url(#clip0_868_265)">