આજનું હવામાન : ગુજરાતમાં ઠુંઠવાતી ઠંડીમાં માવઠાની આગાહી, ખેડૂતોમાં ચિંતાનો માહોલ, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આગામી 3 દિવસ કમોસમી વરસાદ વરસી શકે છે. તો બીજી તરફ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી અનુસાર પણ આગામી દિવસેમાં ઘણા વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આગામી 3 દિવસ કમોસમી વરસાદ વરસી શકે છે. જ્યારે 26થી 29 ડિસેમ્બર ત્રણ દિવસ સુધી અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવે તેવી આગાહી કરી છે.
અંબલાલ પટેલે કરી કમોસમી વરસાદની આગાહી
બીજી તરફ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી અનુસાર ઉત્તર ગુજરાત,મધ્ય ગુજરાત અને કચ્છના ભાગોમાં કમોસમી વરસાદ પડવાની સંભાવના છે. પંચમહાલ સહિત વલસાડ સુધી વરસાદ પડી શકે છે. 26થી 28 ડિસેમ્બર સુધી પશ્ચિમિ વિક્ષેપ રહેશે જેના પગલે વરસાદ પડી શકે છે. ત્યાર સુધી રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે. પશ્ચિમિ વિક્ષેપ ગયા બાદ આકરી ઠંડી પડી શકે છે.
ઉતરાયણ પછી હવામાનમાં પલટો આવવાની સંભાવના
ગુજરાતમાં કડકડતી ઠંડી વચ્ચે કમોસમી વરસાદની આગાહી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જેના પગલે ઉભા કૃષિ પાકોમાં ઈયળ પડવાની શક્યતાઓ વધી શકે છે. તેમજ ટામેટા, રીંગડ, ગોબી જેવા પાકોમાં રોગ આવવાની શક્યતા છે. ઉતરાયણ પછી હવામાનમાં વધારે પલટો આવે તેવી પણ આગાહી કરવામાં આવી છે.