ડિંગુચા કેસમાં EDને હાથ લાગી મહત્વની કડી, માનવ તસ્કરી મુદ્દે મહત્વના તથ્યો બહાર આવ્યા, Videoમાં જાણો વિગત
EDએ ગુજરાતના ડીંગુચા પરિવારના ચાર સભ્યોના અમેરિકામાં મૃત્યુને લગતા માનવ તસ્કરી કેસમાં મોટા ખુલાસા કર્યા છે. તપાસમાં ખુલાસો થયો છે કે કેનેડાની કોલેજોમાં પ્રવેશ કરાવીને ગેરકાયદેસર રીતે અમેરિકા મોકલવામાં આવતા હતા. મુંબઈ, નાગપુર, ગાંધીનગર અને વડોદરામાં દરોડા પાડવામાં આવ્યા છે, અને ઘણી કોલેજો સાથે સંબંધિત ગેરકાયદેસર કાર્યવાહી બહાર આવી છે.
ડીંગુચા ગામના પરીવારના 4 સભ્યો 2022માં અમેરીકામાં ઘૂસ્યા હતા. તેમને એજન્ટે ગેરકાયદેસર રીતે તેમને મોકલવામાં આવ્યા હતા. ભારે હિમવર્ષમાં ડિંગુચા પરિવારના 4 લોકોના દટાઈ જવાના કારણે મોત થયા હતા. આ કેસમાં EDએ અનેક સ્થળો પર દરોડા પાડીને તપાસ કરી છે. જેમાં તપાસમાં ખૂબ મોટા ખુલાસા થયા છે.
હવે માનવ તસ્કરીના આ કેસમાં EDના હાથમાં મહત્વના પુરાવા લાગ્યા છે. તપાસમાં માનવ તસ્કરી મુદ્દે મહત્વના તથ્યો બહાર આવ્યા છે. ગેરકાયદેસર યુએસ જવા મામલે ભારતીયો વિદ્યાર્થીઓને કેનેડાની કોલેજમાં એડમિશન કરાવવામાં આવતું હતુ. કેનેડા જઈને કોલેજમાં જવાને બદલે તેઓ ગેરકાયદેસર રીતે યુએસ-કેનેડા બોર્ડરથી અમેરિકા જવા નીકળી જતા હતા. કેનેડાની કોલેજમાં ભરવામાં આવેલી ફી પણ વ્યક્તિને એકાઉન્ટમાં પરત મળી જતી હતી.
માહિતી એ પણ મળી છે કે મુંબઈ નાગપુર ગાંધીનગર અને વડોદરામાં પાડવામાં આવેલા દરોડા દરમિયાન મહત્વની કડીઓ સામે આવી છે. મુંબઈ અને નાગપુરની સંસ્થાઓ દ્વારા કેનેડાની કોલેજમાં એડમિશન કરાવી આપવામાં આવતું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. 112 જેટલી કોલેજોનું એક સંસ્થા સાથે તો બીજી 150 જેટલી કોલેજોનું બીજી સંસ્થા સાથે એગ્રીમેન્ટ ચાલતું હોવાનો પણ ખુલાસો થયો છે.