ICC Women’s T20 World Cup : આજથી સાઉથ આફ્રીકામાં મહિલા ટી-20 વર્લ્ડ કપ 2023 માટે વોર્મ-અપ મેચ શરુ થઈ રહી છે. ચાલો જાણીએ તમામ ટીમોની વોર્મ-અપ મેચ માટેનું શેડયૂલ.
8મો મહિલા T20 વર્લ્ડ કપ 10 ફેબ્રુઆરીથી દક્ષિણ આફ્રિકામાં શરૂ થવા જઈ રહ્યો છે. 17 દિવસ સુધી ચાલનારી આ ટુર્નામેન્ટમાં 10 ટીમો ભાગ લેશે. આ દરમિયાન કુલ 23 મેચો રમાશે. ભારતની નજર પ્રથમ વખત ટાઈટલ જીતવા પર છે.
1 / 5
મહિલા T20 વર્લ્ડ કપ 10 થી 26 ફેબ્રુઆરી દરમિયાન દક્ષિણ આફ્રિકામાં યોજાશે. આ ટુર્નામેન્ટ દક્ષિણ આફ્રિકાના 3 મેદાનો પર યોજવામાં આવી છે. કેપ ટાઉનના ન્યુલેન્ડ્સ ગ્રાઉન્ડ, પાર્લના બોલેન્ડ પાર્ક અને પોર્ટ એલિઝાબેથ (એબેરેહા)ના સેન્ટ જ્યોર્જ પાર્કમાં મેચો રમાશે. ટુર્નામેન્ટ પહેલા મહિલા ખેલાડીઓ આ દેશની સુંદરતાનો આનંદ માણતા જોવા મળ્યા હતા.