WCL 2024 : આજે ઈન્ડિયા ચેમ્પિયન્સ અને ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન્સની સેમીફાઈનલ મેચ, જાણો TV અને મોબાઈલ પર ક્યાં લાઈવ જોઈ શકાશે
વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ 2024 એટલે કે WCLમાં આજે ઓસ્ટ્રેલિયા સામે મેચ. આ એક સેમીફાઈનલ મેચ છે, જે ટીમ જીતશે તે સીધી ફાઈનલમાં જશે.આજે 2 સેમીફાઈનલ મેચ રમાશે. જેમાં જીતનારી ટીમ સીધી ફાઈનલમાં એન્ટ્રી કરશે,

વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્માં ઈન્ડિયા ચેમ્પિયન્સની ટીમે સેમીફાઈનલમાં સ્થાન બનાવી લીધું છે. ઈન્ડિયા સિવાય જે ટીમોએ ટોપ 4માં સ્થાન બનાવ્યું છે, તેમાં પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા અને વેસ્ટઈન્ડિઝની ટીમ સામેલ છે. તો સાઉથ આફ્રિકા અને ઈંગ્લેન્ડ હવે આ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ચૂક્યું છે. જેનાથી સેમીફાઈનલનું લાઈનઅપ તૈયાર થઈ ચૂક્યું છે.

ઈન્ડિયા ચેમ્પિયન્સની ટકકર ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન્સ જેવી ધાકડ ટીમ સામે થશે. હવે સવાલ એ છે કે, આ મેચ તમે ટીવી અને મોબાઈલ પર લાઈવ કેવી રીતે જોઈ શકશો. આજે એટલે કે, 12 જુલાઈના રોજ સેમીફાઈનલ મેચ રમાશે.

ડબલ્યુસીએલ 2024ની પહેલી સીઝનને લઈ ચાહકોમાં ખુબ રોમાંચ જોવા મળી રહ્યો છે.કારણ કે, અહિ જે ખેલાડીઓ વર્ષોથી ટીમ ઈન્ડિયા માટે રમતા હતા, તે રિટાયર થઈ આ લીગમાં રમતા જોવા મળી રહ્યા છે.

ઈન્ડિયા ચેમ્પિયન્સની કેપ્ટનશીપ યુવરાજ સિંહના હાથમાં છે.જેની સાથે રૈના, હરભજન સિંહ, રોબિન ઉથપ્પા, ઈરફાન પઠાણ, યુસુફ પઠાણ જેવા સ્ટાર ખેલાડી રમી રહ્યા છે.

જો આપણે લાઈવ મેચની વાત કરીએ તો ટીવી પર આ મેચ લાઈવ સ્ટાર સ્પોર્ટસ પર જોઈ શકો છો, પરંતુ જો તમે મોબાઈલ પર આ મેચ જોવા માંગો છો તો ડિઝ્ની પ્લસ હોટ સ્ટાર પર જોવા મળશે નહિ પરંતુ લાઈવ સ્ટ્રીમિંગ ફૈન કોડ એપ પર જોઈ શકાશે. આજે 2 સેમીફાઈનલ મેચ રમાશે. જેમાં જીતનારી ટીમ સીધી ફાઈનલમાં એન્ટ્રી કરશે,
