યુવરાજ સિંહ

યુવરાજ સિંહ

યુવરાજ સિંહનો જન્મ 12 ડિસેમ્બર 1981ના રોજ ચંદીગઢમાં થયો હતો. પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહ, ક્રિકેટની રમતના તમામ ફોર્મેટમાં રમ્યો હતો. તે એક ઓલરાઉન્ડર છે. તેણે ODI ક્રિકેટમાં 7 પ્લેયર ઓફ ધ સિરીઝ એવોર્ડ જીત્યા છે, યુવરાજ સિંહ ભૂતપૂર્વ ભારતીય ફાસ્ટ બોલર અને પંજાબી અભિનેતા યોગરાજ સિંહના પુત્ર પણ છે. યુવરાજ સિંહનો જન્મ પંજાબી શીખ પરિવારમાં ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર યોગરાજ સિંહ અને શબનમ સિંહને ત્યાં થયો હતો. યુવરાજે ચંદીગઢની ડીએવી પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. તેમણે ડીએવી કોલેજ, પંજાબ યુનિવર્સિટી, ચંદીગઢમાંથી કોમર્સમાં સ્નાતકની ડિગ્રી પૂર્ણ કરી.

2015માં યુવરાજે હેઝલ કીચ સાથે સગાઈ કરી હતી. યુવરાજ સિંહ અને હેઝલ કીચના લગ્ન 30 નવેમ્બર 2016ના રોજ થયા હતા. બંને કપલ 25 જાન્યુઆરી 2022ના રોજ પહેલીવાર પેરેન્ટ્સ બન્યા હતા. યુવરાજ સિંહ અને હેઝલ કીચના પુત્રનું નામ ઓરિયન કીચ સિંહ છે. બંનેએ પોતાની દીકરીનું નામ ઓરા રાખ્યું છે.

Read More

પૂર્વ ભારતીય ક્રિકેટરે વિરાટ કોહલી પર યુવરાજ સિંહની કારકિર્દી ખતમ કરવાનો ગંભીર આરોપ

ભારતીય ટીમના પૂર્વ ખેલાડી રોબિન ઉથપ્પાએ વિરાટ કોહલીને લઈને ચોંકાવનારો દાવો કર્યો છે. તેણે કહ્યું કે યુવરાજ સિંહે તેને ફિટનેસને લઈને છૂટછાટ માટે કહ્યું હતું. પરંતુ કોહલીએ કોઈ દયા ન દાખવી અને બાદમાં તેને ટીમમાંથી બહાર કરી દીધો.

Yuvraj Singh Birthday : વર્લ્ડ કપ બાદ અચાનક હીરોમાંથી બની ગયો વિલન, જાણો યુવરાજ સિંહની કારકિર્દીની દર્દનાક કહાની

Yuvraj Singh Birthday : આજે યુવરાજ સિંહનો જન્મદિવસ છે, તે 43 વર્ષનો થઈ ગયો છે. 12 ડિસેમ્બર, 1981ના રોજ જન્મેલા યુવરાજે ટીમ ઈન્ડિયાને 2 વર્લ્ડ કપ જીતાડ્યા હતા. તેણે 2007માં T20 વર્લ્ડ કપ અને 2011માં ODI વર્લ્ડ કપ જીત્યો હતો. યુવરાજ પાસે વધુ એક T20 વર્લ્ડ કપ જીતવાની તક હતી પરંતુ આ વખતે તે ખરબ રિતે નિષ્ફળ રહ્યો અને અચાનક હીરોમાંથી વિલન બની ગયો, જાણો તેની દર્દનાક કહાની.

Happy Birthday Yuvraj : 19 વર્ષની વયે ક્રિકેટમાં ડેબ્યુ કર્યુ 3 આઈસીસી ટ્રોફી જીતી, જાણો કેટલી છે નેટવર્થ

ટીમ ઈન્ડિયાના પૂર્વ દિગ્ગજ ખેલાડી યુવરાજ સિંહ આજે 12 ડિસેમ્બરના રોજ પોતાનો 43મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યો છે, યુવરાજ સિંહ ભારતીય ક્રિકેટના સૌથી પૈસાદાર ખેલાડીઓમાં સામેલ છે. યુવરાજ સિંહે પોતાના કરિયરમાં કુલ 3 આઈસીસી ટ્રોફી જીતી હતી.

Yuvraj Singh Birthday : યુવરાજ સિંહને મળી ગળું કાપવાની ધમકી, પછી ફટકારી 6 બોલમાં 6 સિક્સર, વર્લ્ડ રેકોર્ડ પાછળની વાસ્તવિક કહાની

2007 T20 વર્લ્ડ કપમાં યુવરાજ સિંહે 6 બોલમાં 6 સિક્સર ફટકારીને ઈતિહાસ રચ્યો હતો. યુવરાજનું આ પરાક્રમ આજે પણ દરેક ક્રિકેટ પ્રેમીને યાદ છે. આ મેચમાં યુવરાજે T20 ઈતિહાસમાં સૌથી ઝડપી ફિફ્ટી ફટકારી હતી, જે હજુ પણ એક રેકોર્ડ છે. 6 બોલમાં 6 સિક્સર પાછળની કહાની છે ખૂબ જ મજેદાર, જાણો આ આર્ટિકલમાં.

Baba Siddique Murder : બાબા સિદ્દીકીની હત્યાથી પૂર્વ ક્રિકેટરને લાગ્યો આઘાત, જાણો શું કહ્યું

મુંબઈમાં શનિવાર મોડી રાત્રે એનસીપી અજીત પવારના જૂથના નેતા બાબા સિદ્દીકીની ગોળી મારી હત્યા કરવામાં આવી છે. તેની હત્યાને લઈ ભારતના પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહે દુખ વ્યક્ત કર્યું છે. તેમણે બાબા સિદ્દીકીની આત્માને શાંતિ માટે પ્રાર્થના પણ કરી છે.

Ratan Tata Death : રતન ટાટા ક્રિકેટરોને પણ કરી ચૂક્યા છે મદદ, આ ક્રિકેટર જીતી ચૂક્યા છે વર્લ્ડકપ

રતન ટાટાના કાર્યકાળ દરમિયાન ટાટા ગ્રુપની અલગ-અલગ કંપનીઓએ દેશના અનેક ક્રિકેટરોને સપોર્ટ કર્યો હતો. તેમની મદદથી, તે આગળ વધ્યા અને બાદમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું અને વર્લ્ડ કપ જીતવામાં મદદ કરી.

સચિન તેંડુલકર અને યુવરાજ સિંહનો રેકોર્ડ તોડનાર ,13 વર્ષના ખેલાડીએ વધુ એક ઈતિહાસ રચ્યો

ભારતના 13 વર્ષના અંડર 19 ટીમનો બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ ઈતિહાસ રચી દીધો છે, ચેન્નાઈમાં રમાઈ રહેલા ઓસ્ટ્રેલિયા અંડર-19 ટીમ વિરુદ્ધ મેચમાં સૂર્યવંશીએ ધમાકેદાર ઈનિગ્સ રમી ચોંકાવી દીધા છે.

યુવરાજ સિંહે ખોલ્યું ભાભીની બંધ મુઠ્ઠીનું રાજ, ભાઈના રિએક્શનનો વીડિયો વાયરલ

ટીમ ઈન્ડિયાના પૂર્વ દિગ્ગજ ઓલરાઉન્ડર યુવરાજ સિંહ રિટાયરમેન બાદ પરિવારની સાથે સમય પસાર કરી રહ્યો છે. થોડા દિવસો પહેલા યુવરાજ સિંહનો એક ફની વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

કપિલ દેવને લઈને યુવરાજ સિંહના પિતાના નિવેદને હંગામો મચાવ્યો, એવી હાલત કરીશ કે દુનિયા થુંકશે

યોગરાજ સિંહ પોતાના વિવાદોને લઈ ફરી એક વખત ચર્ચામાં છે. તેમણે ફરી એક વખત કપિલ દેવ અને ધોની પર નિવેદન આપ્યું છે. યોગરાજ સિંહે એક ઈન્ટરવ્યુ દરમિયાન કપિલ દેવ અને ધોની પર ગંભીર આરોપ લગાવ્યા છે.

6,6,6,6,6,6… આ ભારતીય બેટ્સમેને કર્યું યુવરાજ સિંહ જેવું કારનામું, એક જ ઓવરમાં ફટકારી 6 સિક્સર, જુઓ Video

દક્ષિણ દિલ્હી સુપરસ્ટાર્સના ઓપનર પ્રિયાંશ આર્યએ દિલ્હી પ્રીમિયર લીગ 2024માં ઉત્કૃષ્ટ દેખાવ કરવાનું ચાલુ રાખ્યું છે. આ લીગની 23મી મેચમાં તેણે યુવરાજ સિંહની જેમ એક મોટું કારનામું કર્યું છે. તેણે એક જ ઓવરમાં 6 છગ્ગા ફટકારીને ધમાલ મચાવી હતી.

1 ઓવરમાં 39 રન, યુવરાજ સિંહનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો 6 છગ્ગા પણ ફટકાર્યા

ક્રિકેટમાં જૂના રેકોર્ડ તુટે છે અને મોટા રેકોર્ડ બને છે. આવો જ એક નવો રેકોર્ડ ટી20 ઈન્ટરનેશનલમાં બન્યો છે. 6 છગ્ગાની સાથે એક જ ઓવરમાં 39 રન બનાવી સમોઆના બેટ્સમેને નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.

Yuvraj Singh : કેન્સર જેવી બીમારી સામે લડ્યા બાદ મેદાનમાં વાપસી કરનાર પૂર્વ ક્રિકેટર પર બનશે બાયોપિક

યુવરાજ સિંહના ચાહકો માટે એક ગુડ ન્યુઝ સામે આવ્યા છે. યુવી પર બાયોપિક બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. હવે યુવીનું પાત્ર ક્યો સ્ટાર નિભાવી શકે છે તે જોવું રસપ્રદ રહેશે.

Paris Olympics 2024: મનુ ભાકર-સરબજોત સિંહનું ક્રિકેટર યુવરાજ સિંહ-કપિલ દેવ સાથે છે ખાસ કનેક્શન

મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિકમાં ઈતિહાસ રચ્યો છે. ભારતના આ સ્ટાર શૂટરે પેરિસમાં બે બ્રોન્ઝ મેડલ જીતીને મોટો રેકોર્ડ બનાવ્યો છે. હવે અમે તમને એક ચોંકાવનારી માહિતી આપીએ છીએ. વાસ્તવમાં મનુ ભાકર અને સરબજોત સિંહનો ક્રિકેટર યુવરાજ સિંહ અને પૂર્વ કેપ્ટન કપિલ દેવ સાથે ખાસ સંબંધ છે.

ગૌતમ ગંભીર બાદ હવે યુવરાજ સિંહ બનશે કોચ, ગુજરાત ટાઈટન્સ મેનેજમેન્ટે કર્યો યુવીનો સંપર્ક

ગૌતમ ગંભીરે ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચનું પદ સંભાળી લીધું છે, હવે તેનો સાથી ખેલાડી યુવરાજ સિંહ પણ આ ભૂમિકામાં જોવા મળી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, યુવરાજ સિંહ ગુજરાત ટાઈટન્સનો મુખ્ય કોચ બનવા જઈ રહ્યો છે.

હરભજન-યુવરાજ-રૈનાને વીડિયો બનાવવો ભારે પડ્યો, દિલ્હીમાં નોંધાઈ પોલીસ ફરિયાદ

ઈંગ્લેન્ડમાં ટી-20 ટૂર્નામેન્ટની ફાઇનલમાં પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટરોની ટીમને હરાવીને ટાઈટલ જીત્યા બાદ હરભજન સિંહ સહિત ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરોની ટીમે અલગ અલગ રીતે ઉજવણી કરી હતી.. આમાં હરભજન, યુવરાજ, રૈના સહિત કેટલાક ખેલાડીઓએ એક વીડિયો બનાવ્યો હતો, જે હવે તેમના માટે સમસ્યા બની ગયો છે.

g clip-path="url(#clip0_868_265)">